ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂના (Bird Flu) કિસ્સાઓ વધી ગયા છે. માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ...
વસમું વર્ષ-૨૦૨૦ જેને કોરોના વર્ષ નામ આપીએ તો પણ ખોટું નથી. કોરોનાકાળના કપરા સંજોગોમાં આ વર્ષ તો પસાર થઇ ગયું, પરંતુ કોરોના...
હમણાં ચાલી રહેલા કૌન બનેગા કરોડપતિનો કાર્યક્રમ જેનું સંચાલન સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કરી રહ્યા છે તે કાર્યક્રમ અત્યંત લોકપ્રિય બની ચૂક્યો...
લોકડાઉન પછી સરકાર ઘ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના ( Faceless Administration ) વિવિધ પ્રકારની સરકારી અર્ધ સરકારી...
યાર્ન ઉત્પાદકોના દબાણથી સરકારે નાયલોન સ્ટેપલ અને પોલીસ્ટર યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડયુટી નાખતાં યાર્નની ક્વોલિટી મુજબ ભાવમાં કીલોએ 50 રૂપિયા કરતાં...
બી.એસ.એન.એલના કારભારથી દેશનો ભાગ્યેજ કોઈ નાગરિક ખુશ હશે. તેની ગેરવહિવટને કારણે અથવા તો મોદીના મિત્ર જીઓએ બી.એસ.એન.એલ.ના બદનામ અને બરબાદ થઈ ગયું....
દ્રશ્ય પહેલું : એક ૭૦ વર્ષના આજી, અથાણાં બનાવવામાં હોશિયાર. એટલાં સરસ અથાણાં બનાવે કે જે ચાખે તે હાથ ચાટતાં રહી જાય...
આજે સમગ્ર દુનિયામાં ઔદ્યોગિકીકરણનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. દેશની સમૃદ્ધિ, ઉત્થાન, આર્થિક સધ્ધરતા વિગેરે ઉદ્યોગનાં કાર્યો અને તેમાંથી ઉત્પન્ન થતા...
આધુનિક વિશ્વમાં વિશ્વની સૌથી વિકસિત અને સૌથી જૂની લોકશાહી યુનાઇટેડ સ્ટેટ્સમાં 6 જાન્યુઆરીએ જે બન્યું તે ફક્ત અમેરિકા જ નહીં, વિશ્વના તમામ...
શુક્રવારે મોડીરાતે મહારાષ્ટ્રના (MAHARASTRA) નાભંડારા (BHANDARA) ની સરકારી હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં 10 નવજાતનાં મોત થયાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી માધવસિંહ સોલંકી (Madhavsingh solanki)નું લાંબી માંદગી બાદ આજે સવારે એટલે કે 9 જાન્યુઆરીના રોજ તેમના...
: શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યા બાદ આ વર્ષે પ્રથમ...
ગ્રામજનો માટે, સમાજ માટે, કોઈપણ જાતની અપેક્ષા વગર કાર્ય કરવાની ઇચ્છા સાથે આપ સૌ સરપંચો સતત જનસેવા અને ગ્રામવિકાસનું જે કાર્ય કરો...
સુરત: ડિરેક્ટોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની એક યુનિટ દ્વારા શુક્રવારે શહેરના ત્રણ ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હોવાની...
સુરત : ભરશિયાળે કમોસમી માવઠું થતાં જગતના તાત પર પડતા પાટું જેવી દશા થઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં આજે સવારે વાતાવરણમાં...
સુરત સાથે તાપી જિલ્લામાં પણ બર્ડફ્લુ ફેલાયો હોવાની શક્યતા પ્રબળ બની છે. શુક્રવારે મઢી બાદ બારડોલી શહેરમાં પણ 17 મૃત કાગડાના મોત...
સુરત માટે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી મેટ્રો રેલના ખાતમુહૂર્તની તારીખ નક્કી થઈ ગઈ છે. આગામી તા18મીએ વડાપ્રધાન મોદી દ્વારા...
અનુભવી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની સદી અને માર્નસ લાબુશેનની 91 રનની ઇનિંગ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ અહીં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં 338 રનનો...
અહીં રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સ્ટીવ સ્મિથની સદી ઓસ્ટ્રેલિયાની ઇનિંગની હાઇલાઇટ સમાન રહી હતી.પોતાની આ સદી સાથે સ્ટીવ સ્મિથે રેકોર્ડ બુકમાં...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં જ રમાડવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આતુર છે પણ ક્વીન્સલેન્ડ પ્રાંતના પાટનગરમાં ત્રણ દિવસનું...
નવસારી : ગુજરાતમાં તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. ત્યારે સરકાર પણ તહેવારો ઉજવવા માટે પ્રતિબંધ લગાવી રહી છે. અથવા સરકારની ગાઇડ લાઇન...
કિર્ગીસ્તાન : સામાન્ય રીતે લગ્ન કરવા માટે, છોકરા અને છોકરીની મંજૂરી આવશ્યક છે. બંનેના પરિવાર લગ્ન કરતાં પહેલાં મળી જાય છે. પરંતુ...
બારડોલી: કોરોનાની સાથે સાથે રાજ્યમાં બર્ડફ્લુ(BIRD FLU)ની દહેશત પણ ફેલાયેલી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં વધુ 17 જેટલા મૃત કાગડા(CROW)ઓ...
શું તમે એવી કોઈ પણ કંપનીમાં કામ કરવા માંગો છો કે જે તમારા કર્મચારીઓને TOILET માં જવા પર પ્રતિબંધ મૂકશે? તમારામાંના મોટાભાગના...
તાપી જિલ્લામાં શુક્રવારે ફરી એકવાર વાતાવરણ પલટાતાં કમોસમી વરસાદ પડ્યો હતો. શુક્રવારે ઝરમર ઝરમર વરસાદને લઈ ફરી લોકોમાં ચિંતાનો માહોલ ફેલાય ગયો...
સામાન્ય રીતે કડછી(SPOON)થી જમવાનું પીરસવામાં ઉપયોગમાં લેવામાં આવે છે પણ સુરતના એક યુવકે વિકૃતિવસ આવેશમાં આવીને આ કડછીનો હાથો જ ઉપયોગમાં લઇ...
કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે આર્થિક રીતે નબળા EWS બ્રાહ્મણોને મદદ કરવા માટે બે યોજનાઓ શરૂ કરી છે, જે અંતર્ગત 550 ગરીબ બ્રાહ્મણ છોકરીઓને...
નવી દિલ્હી (New Delhi): ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટોનો નવમો રાઉન્ડ પણ પરિણામ વગરનો રહ્યો. છેલ્લા 40થી વધુ દિવસોથી દિલ્હી બોર્ડર પર...
ઇસ્લામાબાદ (Islamabad): થોડા દિવસો પહેલા પાકિસાતાનમાં ભારતમાં થયેલા 26/11ના હુમલાઓના (26/11 Mumbai Attack) માસ્ટર માઇન્ડ લશ્કરે-તોઇબાના (Lashkar-e-Taiba terrorist) ઝાકી-ઉર-રહેમાન-લખવીની (Zakiur Rehman Lakhvi) શનિવારે ધરપકડ કરાઇ હતી....
કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાના કારણે ઘણા લોકો સોનાના આભૂષણોની હોલ માર્કિંગ (HALLMARKING) ને લઈને મૂંઝવણમાં છે. કેટલાક માને છે કે આવા સોનાના...
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂના (Bird Flu) કિસ્સાઓ વધી ગયા છે. માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી ગત 5 જાન્યુઆરીએ 53 પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો છે. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ માણાવદરમાં નોંધાયો છે. જેને પગલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને બાંટવા ખારા ડેમ નજીક જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એક કિમી આસપાસના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

પક્ષીઓની આંખ લાલ થઇ જવાના લક્ષણો જોવા મળ્યા હતા. માણસોને પણ ચેપ લાગવાનો ભય રહેલો છે જેને કારણે મરઘા ઉછેર કેન્દ્રમાં થતી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકાયો છે.
ઇંડાનું વેચાણ, મરઘાં કાપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલું જ નહીં પણ મરઘાની હેરાફેરી પર પણ પ્રતિબંધ લગાવાયો છે. બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
સુરત જિલ્લાના બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં વધુ 17 જેટલા મૃત કાગડા(CROW)ઓ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. અહીં બે દિવસ પહેલા પણ કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થળ પર અધિકારીઓ પહોંચી કાગડાઓના જરૂરી સેમ્પલ લઈ ભોપાલની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

મહત્વની વાત છે કે બે દિવસ પહેલા બારડોલી તાલુકાનાં મઢી રેલવે સ્ટેશન કોલોનીમાં ચાર કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ બારડોલી શહેરના મેમણ કબ્રસ્તાન નજીક આજે 17 જેટલા મૃત કાગડાઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મોટી સંખ્યામાં કાગડા મૃત હાલતમાં પડ્યા હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાય ગયો હતો. બારડોલી તાલુકામાં ફરી એક વખત મૃત કાગડા મળવાની ઘટનાને લઈ બારડોલી વન વિભાગ (FOREST DEPARTMENT)ને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી પંચકયાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા મૃત કાગડાઓના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.