Top News

More Posts

   The Latest

Most Popular

કાલોલ: મંગળવારની રાત થી બુધવારની સવાર સુધીમાં કાલોલની મહેશ નગર સોસાયટી તથા લકુલીશ નગર સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલા તથા દ્વારકેશ નગર માંથી એક બાઇકની ચોરી થયેલ જોકે બાઈક ગુરૂવારે સવારે દેલોલ નજીક ખેતરમાંથી મળી આવેલ છે. તમામ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

કાલોલ ના મહેશ નગર મા રહેતા વિરેન્દ્રસિંહ ડી ગોહિલ બહાર ગયેલા હોઈ  મકાન બંધ હતું ત્યારે રાત્રી ના સુમારે તસ્કરો ત્રાટકયા હતા અને તાળું તોડી નાખી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી ૪૦૦ રૂપિયા ની મત્તા લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યાર બાદ નજીકમાં આવેલી લકુલીશ નગર સોસાયટીમાં રહેતા રાહુલભાઇ ચૌધરી પોતાના પિતાનું અવસાન અંગે વતન માં ગયેલ હોય તેઓના બંધ મકાન ને નિશાન બનાવી તસ્કરોએ લોખંડ નો નકુચો તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તોડી ફંફોસી સામાન વેરવિખેર કરી ચાંદીની નજીવી કિંમત ની રકમો લઈ ગયા હતા.

 બંને ઘરો મા કોઈ કીમતી માલસામાન ન ચોરાયો હોવાથી  કોઈ ફરિયાદ નોંધાવી નથી માત્ર પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. આ ઉપરાત દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત આર્મી મેન પુનમભાઇ વરિયા ની બાઈક પણ તાળુ તોડી લઈ ગયા હતા.

જે બાઈક ગુરૂવારે સવારે પરત મળી આવેલ છે કાલોલ ની  ભરચક વસ્તી ધરાવતી સોસાયટીમાં બંધ મકાનોને જે રીતે તસ્કરોએ નિશાન બનાવેલ છે તે જોતા સધન પોલીસ પેટ્રોલિંગની જરૂર છે તથા આ વિસ્તારમાં કાયમી પેટ્રોલિંગ પોઈન્ટ મુકવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોની માંગ છે

To Top