: શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યા બાદ આ વર્ષે પ્રથમ...
ગ્રામજનો માટે, સમાજ માટે, કોઈપણ જાતની અપેક્ષા વગર કાર્ય કરવાની ઇચ્છા સાથે આપ સૌ સરપંચો સતત જનસેવા અને ગ્રામવિકાસનું જે કાર્ય કરો...
સુરત: ડિરેક્ટોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની એક યુનિટ દ્વારા શુક્રવારે શહેરના ત્રણ ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હોવાની...
સુરત : ભરશિયાળે કમોસમી માવઠું થતાં જગતના તાત પર પડતા પાટું જેવી દશા થઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં આજે સવારે વાતાવરણમાં...
સુરત સાથે તાપી જિલ્લામાં પણ બર્ડફ્લુ ફેલાયો હોવાની શક્યતા પ્રબળ બની છે. શુક્રવારે મઢી બાદ બારડોલી શહેરમાં પણ 17 મૃત કાગડાના મોત...
સુરત માટે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી મેટ્રો રેલના ખાતમુહૂર્તની તારીખ નક્કી થઈ ગઈ છે. આગામી તા18મીએ વડાપ્રધાન મોદી દ્વારા...
અનુભવી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથની સદી અને માર્નસ લાબુશેનની 91 રનની ઇનિંગ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ અહીં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં 338 રનનો...
અહીં રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સ્ટીવ સ્મિથની સદી ઓસ્ટ્રેલિયાની ઇનિંગની હાઇલાઇટ સમાન રહી હતી.પોતાની આ સદી સાથે સ્ટીવ સ્મિથે રેકોર્ડ બુકમાં...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં જ રમાડવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આતુર છે પણ ક્વીન્સલેન્ડ પ્રાંતના પાટનગરમાં ત્રણ દિવસનું...
નવસારી : ગુજરાતમાં તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. ત્યારે સરકાર પણ તહેવારો ઉજવવા માટે પ્રતિબંધ લગાવી રહી છે. અથવા સરકારની ગાઇડ લાઇન...
કિર્ગીસ્તાન : સામાન્ય રીતે લગ્ન કરવા માટે, છોકરા અને છોકરીની મંજૂરી આવશ્યક છે. બંનેના પરિવાર લગ્ન કરતાં પહેલાં મળી જાય છે. પરંતુ...
બારડોલી: કોરોનાની સાથે સાથે રાજ્યમાં બર્ડફ્લુ(BIRD FLU)ની દહેશત પણ ફેલાયેલી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં વધુ 17 જેટલા મૃત કાગડા(CROW)ઓ...
શું તમે એવી કોઈ પણ કંપનીમાં કામ કરવા માંગો છો કે જે તમારા કર્મચારીઓને TOILET માં જવા પર પ્રતિબંધ મૂકશે? તમારામાંના મોટાભાગના...
તાપી જિલ્લામાં શુક્રવારે ફરી એકવાર વાતાવરણ પલટાતાં કમોસમી વરસાદ પડ્યો હતો. શુક્રવારે ઝરમર ઝરમર વરસાદને લઈ ફરી લોકોમાં ચિંતાનો માહોલ ફેલાય ગયો...
સામાન્ય રીતે કડછી(SPOON)થી જમવાનું પીરસવામાં ઉપયોગમાં લેવામાં આવે છે પણ સુરતના એક યુવકે વિકૃતિવસ આવેશમાં આવીને આ કડછીનો હાથો જ ઉપયોગમાં લઇ...
કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે આર્થિક રીતે નબળા EWS બ્રાહ્મણોને મદદ કરવા માટે બે યોજનાઓ શરૂ કરી છે, જે અંતર્ગત 550 ગરીબ બ્રાહ્મણ છોકરીઓને...
નવી દિલ્હી (New Delhi): ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટોનો નવમો રાઉન્ડ પણ પરિણામ વગરનો રહ્યો. છેલ્લા 40થી વધુ દિવસોથી દિલ્હી બોર્ડર પર...
ઇસ્લામાબાદ (Islamabad): થોડા દિવસો પહેલા પાકિસાતાનમાં ભારતમાં થયેલા 26/11ના હુમલાઓના (26/11 Mumbai Attack) માસ્ટર માઇન્ડ લશ્કરે-તોઇબાના (Lashkar-e-Taiba terrorist) ઝાકી-ઉર-રહેમાન-લખવીની (Zakiur Rehman Lakhvi) શનિવારે ધરપકડ કરાઇ હતી....
કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાના કારણે ઘણા લોકો સોનાના આભૂષણોની હોલ માર્કિંગ (HALLMARKING) ને લઈને મૂંઝવણમાં છે. કેટલાક માને છે કે આવા સોનાના...
મહિલાઓએ ભારતીય રેલ્વે (INDIAN RAILWAY) ના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો. રેલ્વેમાં પહેલીવાર માલગાડી ચલાવનાર LOCO PILOT થી માંડીને GUARD તમામ મહિલાઓ...
નવી દિલ્હી (New Delhi): ખાનગી ક્ષેત્રના કામદારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે જેની સીધી અસર તેમના ખિસ્સા પર પડી શકે છે. મજૂર...
નવી દિલ્હી (New Delhi): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે, એવામાં ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં અનુનાસિક રસીના...
ગાંધીનગર (Gandhinagar): અમદાવાદમાં ફરીવાર BRTS બસનો અકસ્માત થયો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં (Satellite Ahmedabad) ઈસરો પાસે આજે સવારે 11 વાગ્યાની આસપાસ BRTSની...
સુરત: ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતના મોટા ભાગના નાના તથા મોટા સોલાર ઉદ્યમીઓ સાથે બેઠક (MEETING) કરવામાં આવી હતી અને તેમાં નવી સોલાર...
સામાન્ય રીતે કોઈ પણ તહેવારની ઉજવણીમાં ગરીબોને રોજગારી મળતી હોય છે, ત્યારે ભારતમાં ખાસ કરીને કોવિડ ક્લસ્ટર રાજ્યોમાં દિવાળીની ઉજવણી નિષેધ હતી,...
“ભગવાનને દુનિયામે મેરે લિયે કોઇ જગહ નહીં બનાઇ , દુનિયા છોડ કર જા રહી હું”ચિઠ્ઠી લખીને ગુમ (MISSING) થયેલી સુરત અડાજણ વિસ્તારમાં...
એક આદિવાસીઓનું ગામ અને ગામમાં એક નાનકડી શાળા.આદિવાસીઓને માંડ બે ટંક ખાવાનું મળે ત્યાં કપડાં,યુનિફોર્મ કે પગમાં ચંપલની તો વાત જ કયાં...
સુરત: વેસુની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે (WHITE LOTUS INTERNATIONAL SCHOOL) છેલ્લા કેટલાક દિવસથી ફી નહીં ભરનારા વાલીઓનાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશનથી બહાર કરી...
જેમ ભારે વરસાદ આપણી જાહેર સેવાઓની પોલ ખોલી નાખે છે તેમ કોરોના મહામારીએ આપણી જાહેર વ્યવસ્થાઓની અનેક પોલ ખોલી નાખી છે. જેનાં...
ચેન્નાઇ (Chennai): મદ્રાસ હાઇકોર્ટે (Madras High Court) તમિળનાડુમાં (Tamil Nadu) 11 જાન્યુઆરી સુધી થિયેટરોને (Theater/Multiplex/Cinema) 50 ટકા ઑડિયન્સ સાથે સંચાલન કરવાનો આદેશ...
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
દિવાળી બની ગ્લોબલ, યુનેસ્કોએ તહેવારને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો
રખડતા પશુ પંખીના નિભાવમાંજીવદયા કે માનવ વ્યવસ્થાપન નથી
સરકારી મકાન માટે લાભાર્થીઓને બોલાવ્યા, પણ અધિકારી ફરક્યા જ નહીં
વરયાત્રા વાહનવ્યવહાર અવરોધે
: શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યા બાદ આ વર્ષે પ્રથમ ક્રમ મેળવવા સુરત શહેરે તૈયારી કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2021 અંતર્ગત 1 જાન્યુઆરીથી શહેરમાં સિટિઝન ફીડબેક લેવાના શરૂ કરી દેવાયા છે. વિવિધ 6 માધ્યમ પરથી લોકો સ્વચ્છતા અંગે ફીડબેક આપી શકશે. 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધી ફીડબેક લેવાશે. જેમાં સાત જ દિવસમાં 48,000 કરતાં વધુ લોકોએ અત્યારસુધીમાં ફીડબેક આપ્યા છે.
ગત વર્ષે સર્વેક્ષણમાં સિટિઝન ફીડબેક માટે 1100 માર્કસ હતા અને સ્વચ્છતા એપના 400 એમ કુલ 1500 માર્કસ હતા. પરંતુ આ વર્ષે સિટિઝન ફીડબેક માટે 600 માર્કસ રાખવામાં આવ્યા છે. જે માટે વિવિધ 6 માધ્યમ થકી શહેરીજનો ફીડબેક આપી શકશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ગત વર્ષે સુરતનો સ્વચ્છતામાં બીજો ક્રમાંક આવ્યો હતો.
જેમાં સિટિઝન ફીડબેક કેટેગરીમાં ઓછા માર્કસ એ એક કારણ હતું. ગત વર્ષે સિટિઝન વોઈસમાં 1500માંથી સુરતને 1369 ગુણ મળ્યા હતા. શહેરમાં પહેલી જાન્યુઆરીથી ફીડબેક લેવાના શરૂ કરાયા છે. જેમાં વોટ ફોર યોર સિટી એપ પર અત્યાર સુધીમાં 17,670 અને સ્વચ્છતા સર્વેક્ષણ-2021ના પોર્ટલ પર 30,850 અને અન્ય માધ્યમો પર 43 એમ કુલ 48,563 જેટલા લોકોએ ફીડબેક આપ્યા છે.
અત્યાર સુધીમાં સૌથી વધુ ફીડબેક મેળવનાર શહેર વિશાખાપટ્ટનમ છે. વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધીમાં કુલ 89,492 લોકોએ ફીડબેક આપ્યા છે. ત્યારબાદ તિરુપતિ શહેરમાં 59,418 લોકોએ, કુરુનુલમાં 58,007 લોકોએ અને ત્યારબાદ સુરત શહેરનો ક્રમાંક છે.