Top News

More Posts

   The Latest

Most Popular

ફોરેનરો તેમજ ભારતીયોના પણ મનપસંદ ગણાતા એના પર્યટન સ્થળ ગણાતા ગોવામાં હવે સરકાર બીચ પર ખુલ્લેઆમ દારુ પીનારા લોકોથી થાકી ગઈ છે.સરકારે બીચ પર ખુલ્લેઆમ દારૂ પીવા પર મનાઈ ફરમાવી દીધી છે. સરકારે આ પહેલા પણ બીચ પર દારૂ પીવા પર દંડની જોગવાઈ કરી હતી, જો કે હવે આ દંડની રમક વધારી દીધી છે.

સરકારે આ દુષણને દુર કરવા માટે નવો કાયદો બનાવ્યો છે.જે પ્રમાણે જો લોકો ગ્રૂપ બનાવીને બીચ પર દારુ પીતા પકડાશે તો 10000 રુપિયા દંડ આપવો પડશે.જ્યારે કોઈ એકલી વ્યક્તિ દારુ પીતા પકડાશે તો તેને 2000 રુપિયા દંડ ફટકારવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ન્યૂ યર બાદ ગોવાના બીચો પર હજારો દારુ બિયરની બોટલો મળતા સરકાર ચોંકી ઉઠી હતી.

રાજ્યના ટુરિઝમ વિભાગે કહ્યુ હતુ કે, બીચ પર દારુ પીવા સામે ચેતવણી આપતા બોર્ડ લગાડયા હતા પણ લોકોએ નિયમોનો ભંગ કર્યો હતો.હવે અમે દંડની જોગવાઈ લાગુ કરી છે.જેનો અમલ કરવા માટે પોલીસની મદદ લેવામાં આવશે.અમારી પાસે પોતાની ટુરિસ્ટ પોલીસ ફોર્સ પણ છે.એટલે આ નિયમ લાગુ કરવામાં વાંધો નહીં આવે.

ગોવા સરકારે આ પહેલા પણ બીચ પર દારુ પીનારા માટે દંડ રાખ્યો હતો.જોકે આમ છતા લોકોએ ખુલ્લેઆમ દારુ પીવાનુ ચાલુ રાખ્યુ હોવાથી હવે દંડની રકમ વધારી દેવામાં આવી છે.

To Top