Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: ગોત્રી ખાતે બેસણા માં બાઇક પર જઈ રહેલા બાઈક સવાર દાદા-પૌત્ર પાલિકાના ટ્રેકટરની અડફેટે આવતા દાદાનું મોત નીપજ્યું છે.વડોદરા મહાનગર પાલિકાની ઢોર ડબ્બાની ટીમ વડોદરા શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે કાર્યરત હતી.

તે દરમિયાન મકરપુરા ના માણેજા ખાતે વોલ્ટેમ કંપની પાસે બે ઢોરો ને પકડી કર્મીઓ ઉભા હતાં તે સમયે પકડેલાં ઢોરો ને મૂકી ઢોર ડબ્બા ખાતે જમા કરવા માટે ઉપયોગ માં લેવાતાં ટ્રેકટર પુર ઝડપે સ્થળ પર પહોંચવા જઈ રહ્યું હતું તે સમયે ટ્રેક્ટરે બાઇક ને અડફેટે લેતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાં હતાં.

ઇજાગ્રસ્ત નારાયણ વસાવા અને અજય વસાવા ને ૧૦૮ માફરતે સયાજી હોસ્પિટલ ના તાત્કાલિક સારવાર ખાતે લાવામાં આવતાં  જ્યાં હાજર તબીબો એ ૬૨ વર્ષીય નારાયણ વસાવા ને મૃત જાહેર કર્યા હતા  જયારે  અજય વસાવા ની સારવાર શરૂ કરી હતી.

બનાવના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ કોર્પોરેશનની ગાડી ઉપર પથ્થરમારો કર્યો હતો અને જીપના કાચ તોડી નાખ્યા હતા તેમજ ટ્રેક્ટરના ટાયરોની હવા પણ કાઢી નાંખી હતી. આ બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અજય વસાવાની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

To Top