સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી...
સુરત: શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ શરૂ થયો હતો. પરંતુ પ્રથમ દિવસે જ સામાન્ય ટેક્નિકલ ભૂલ આવતાં શરૂઆતના તબક્કામાં કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો...
શનિવારે કોરોના રસીકરણ (VACCINATION)ના પ્રથમ દિવસે દેશમાં આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી, કોવિન વેબસાઇટ દ્વારા આ...
વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસ સામે નિર્ણાયક લડાઇ માટે રસીકરણ શરૂ થયું છે. પરંતુ નોર્વેમાં રસી લાવ્યા બાદ લોકોના મોતથી ત્યાંની સરકારની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરીંગના આરોપમાં બે ચીનના નાગરિકો (CHINESE CITIZEN)ની ધરપકડ કરી છે. તેમના નામ ચાર્લી પેંગ અને કાર્ટર લી...
સુરત: (Surat) સુરત શહેરની તાપી નદીમાં (Tapi River) ગઇકાલ રાતથી ભારે દુર્ગંધ અને આંખમાં બળતરા થાય તેવું ઓઇલ પાણીના વહેણમાં આવી જતા...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા (Kevadia) સ્થિત સ્ટેચ્યુ ઓફ...
સુરત: (Surat) શહેરમાં શનિવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) છવાયો હતો. જેના કારણે વાહનચલાકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં...
WHO દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સીનેશન કોરોના વાયરસ સામે સુરક્ષાની સંપૂર્ણ ગેરેન્ટી આપતું નથી. એવામાં જ્યાં...
સુરત: (Surat) શહેરમાં શનિવારે માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કેટલાકે લોકોને રસી (VACCINE) આપવામાં આવી હતી, ત્યાં કોઈ આડઅસર અથવા અન્ય કોઈ સમસ્યાઓ...
આજે ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. પ્રથમ દિવસે, ભારતમાં દરેક સેશન સાઇટ પર આશરે 100 લોકોને રસી...
રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડનું નિધન થયું છે. પિસ્તા ફક્ત 24 વર્ષની હતી. શુક્રવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કર્યો છે. ત્યારે હવે રસીની...
યુકે (UK)એ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને ગુરુવારે આની જાહેરાત...
નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં મૃતકોના રેપિડ ટેસ્ટ (RAPID TEST) કરવાને મુદ્દે ડોક્ટરો વચ્ચે મતભેદ થયા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોને...
સુરત માહિતી ખાતા પાસેથી મળતી માહિતી મુજબ તા.૧૬મી જાન્યુ.એ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 400...
ભારતીય ટીમે (INDIAN TEAM) ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે શનિવારે 62 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી છે....
આજથી દેશભરમાંથી કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનની શરૂઆત થઈ છે. દરમિયાન, હરિયાણાના કૈથલમાં કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન સ્થળની મુલાકાત લેતા ભાજપના સ્થાનિક ધારાસભ્ય...
સુરત: (Surat) ફ્રુડના ધંધામાં દેવુ થઇ જતાં યુવકે મકરસક્રાંતિના તહેવારનો ઉપયોગ કરીને કાપોદ્રામાં મંડપ નાંખીને દાન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. શ્રીરામ જન્મભૂમિના...
સુરત: (Surat) ડિંડોલીમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવા માટે ટેરેસ ઉપર જવાની જીદ કરનાર સગીરાને તેની માતાએ ઓનલાઇન અભ્યાસ (Online Education) કરવાની બાબતે...
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આ વર્ષે ઉત્તરાયણ (KITE FESTIVLE) પર્વની ઉજવણી થઇ હતી. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કેટલીક પાબંદીઓ લગાવવામાં આવી હતી....
આખા ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. કેમ કે દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેની આજથી શરૂઆત થઈ...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલા સીટેક્સ એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉદ્ઘાટક તરીકે પધારેલા ભારત સરકારનાં...
સુરત: રાજ્યના (Gujarat) પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી ભરત પટેલે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરી આગામી ફેબ્રુઆરીથી પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને સિરીઝમાં...
રિચા ચઢ્ઢા તેની આગામી ફિલ્મ શકીલા માટે ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં ફિલ્મ ‘મેડમ ચીફમિનીસ્ટર’ નું પોસ્ટર (POSTER) પણ શેર કર્યુ હતું. આ...
સુરત: (Surat) આજથી શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોનાની રસી મૂકવાના મહાઅભિયાનનો પ્રારંભ થશે. જો કે, જ્યારથી રસીકરણની (Vaccination) વાત અમલમાં આવી...
રાજ્ય સરકારના વહીવટી પાંખના અંગત સચિવની નિમણૂંક વિપક્ષી નેતાના કાર્યાલય માટે કરવા અંગે રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવે છે તેવો આક્ષેપ કરતો...
ગુજરાતમાં (Gujarat) અલગ અલગ શહેરોમાં વેક્સીનેશન શરૂ કરી દેવાયું છે. ગુજરાતમાં હેલ્થ વર્કર્સને રસી (Largest Vaccine Drive) આપવાથી પ્રારંભ કરાયો છે. દિલ્હીમાં...
ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં આજે સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી (Comedian Munawar Faruqui) અને નલિન યાદવની જામીન અરજીની સુનાવણી થવાની...
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસ પર આવશે, ફૂટબોલર સાથે ફોટો પડાવવા આટલા લાખ ખર્ચ કરવા પડશે
હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા-ગોધરા-આણંદ રેલ સેક્શનનું નિરીક્ષણ કર્યું :
સોનાનો ભાવ ₹4,114 વઘી ₹1.33 લાખ અને 1 કિલો ચાંદી ₹6,899 વધીને ₹1.95 લાખ પર પહોંચી
ગોરવા દશામાં મંદિર સામે 72 કલાક બુલડોઝરની ધણધણાટી: GHBની કરોડોની જમીન ખુલ્લી થઈ
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
“હવાઈ ભાડા કાયમ માટે મર્યાદિત રાખી શકાતા નથી” ઉડ્ડયન મંત્રીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ UAE ને 234 રનથી હરાવ્યું: વૈભવ સૂર્યવંશીએ 171 રન બનાવ્યા
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રેતી ભરતા બે ટ્રેક્ટર ઝડપ્યા
ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર ગાયને બચાવવા જતા બાઈક સવારે જીવ ગુમાવ્યો
બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયેલ વિનેશ ફોગાટે 2028 ઓલિમ્પિક માટે નિવૃત્તિ પાછી ખેંચી
સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો
સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર
2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડની મંજૂરી; પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ થશે
વૈભવ સૂર્યવંશીએ એક ODIમાં 14 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા સુરત આવ્યા, SIRની કામગીરીની સમીક્ષા કરી
વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન
વી.સી.ઇ.ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
719 કરોડના સાયબર ફ્રોડ મહિલા મેનેજર સહિત ચાર ઝડપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે
SIRનો તબક્કો 14 ડિસે.સુધી ચાલશે
ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં, નલિયામાં 9 ડિગ્રી
કચ્છના જખૌ દરિયાઈ સીમામાં ઘુસેલા 11 પાકિસ્તાનીની અટકાયત
અમદાવાદમાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા
સુરત: શહેરના સહરા દરવાજા ખાતે આવેલી યસ બેંકમાંથી 20 જેટલા રેતી કપચી, ટ્રાવેલ્સ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા 20 જેટલા આરોપીઓએ વર્ષ 2016થી 2018 સુધીમાં ટાટા અને અશોક લેલન્ડ કંપનીમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવ્યા ન હોય તેવાં વાહનોને હયાત બતાવ્યાં હતાં. આ વાહનોના બોગસ દસ્તાવેજોને આધારે ખોટી વીમા પોલિસીઓ બનાવી બેંકમાં રજૂ કરી જુદી જુદી કુલ 53 જેટલી લોનો ઉપર 8.64 કરોડની લોન મેળવી 5.25 કરોડ રૂપિયા ભરપાય કર્યા ન હતા. આ અંગે બેંક મેનેજરે 20 જણા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતાં ક્રાઈમ બ્રાંચે મુખ્ય સૂત્રધાર સહિત 5ની ધરપકડ કરી 15ને વોન્ટેડ જાહેર કર્યા છે.
ક્રાઈમ બ્રાંચ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સહરા દરવાજા ખાતે ટ્વીન ટાવરમાં આવેલી યસ બેંકમાંથી ઓગસ્ટ-૨૦૧૬થી ઓક્ટોબર-૨૦૧૮ દરમિયાન કુલ ૨૦ જેટલા આરોપીએ એકબીજાની મદદગારીથી અશોક લેલન્ડ કંપની તથા ટાટા કંપનીમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવ્યાં નથી, તેવાં વાહનોને હયાત બતાવ્યાં હતાં. હયાતી વગરનાં આ વાહનોના બોગસ અને બનાવટી દસ્તાવેજો તેમજ ખોટી વીમા પોલિસીઓ બનાવી કાઢી હતી. જે દસ્તાવેજો બોગસ અને બનાવટી હોવાનું જાણવા છતાં બેંકમાં રજૂ કરી કુલ 52 બોગસ વાહન ઉપર જુદી જુદી કુલ 53 જેટલી લોનથી કુલ ૮,૬૪,૭૧,૯૪૮ (આઠ કરોડ ચોસઠ લાખ એકોતેર હજાર નવસો અડતાળીશ)ની લોન મેળવી હતી. લીધેલી લોનના અવેજ પૈકી કુલ ૫,૨૫,૨૬,૮૩૦ (પાંચ કરોડ પચ્ચીસ લાખ છવ્વીસ હજાર આઠસો ત્રીસ) જેટલી રકમ બેંકમાં ભરપાઈ કરી નહોતી.
બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ
યસ બેંકના આર.સી.યુ. મેનેજર સુમિતભાઈ રમેશચંદ્ર ભોસલે (ઉં.વ.૪૨) (રહે., બી,૨૯, સહર્ષ પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા)એ ફરિયાદ દાખલ કરાવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર ઇર્શાદ ઉર્ફે ઇશુ કાળુભાઇ પઠાણ (ઉં.વ.૪૧) (૨હે., રહેમતનગર-૨૧૩, વાલક પાટિયા, તા.કામરેજ), ઇમરાન કાળુભાઇ પઠાણ (ઉં.વ.૩૫), કપિલભાઇ પરષોત્તમભાઇ કોઠિયા (ઉં.વ.૩૯) (રહે.,સોના એપાર્ટમેન્ટ, મોટા વરાછા), શૈલેષભાઇ કાંતિભાઇ જાદવાની (ઉં.વ.૩૬) (રહે., સ્નેહમિલન સોસાયટી, વરાછા), મુકેશ ધીરૂભાઈ સોજિત્રા (ઉં.વ.૪૦) (રહે., વ્રજરાજ રેસિડેન્સી, વ્રજચોક, સીમાડા)ને શનિવારે ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ આરોપીઓના 6 દિવસ સુધીનાં પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. જ્યારે 15 આરોપી વોન્ટેડ છે. આરોપી ઇર્શાદ ઉર્ફે ઇશુ કાળુભાઇ પઠાણની સામે વર્ષ-2019માં સરથાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.
વાહનોના બોગસ દસ્તાવેજ બનાવનારાઓની શોધખોળ
હયાત ન હોય તેવાં વાહનોના નામે આરસી બુક અને ઇન્સ્યોરન્સના બોગસ દસ્તાવેજ બનાવનાર 20 આરોપી વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ દાખલ કરી મુખ્ય સૂત્રધાર સહિત 5ની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા પાંચેય આરોપીના 22 તારીખ સુધીનાં રિમાન્ડ મેળવ્યાં છે. 54 જેટલાં બોગસ વાહનોનાં ઊભા કરી આ વાહનોના દસ્તાવેજ બનાવનાર આરોપીની શોધખોળ પોલીસે આરંભી છે.