સુરતઃ (Surat) સુરત શહેરના હજીરા ખાતે આવેલી આઈનોક્સ (Inox) કંપની હાલ સૌથી વધારે ઓક્સિજન સપ્લાય (Oxygen Supply) કરી રહી છે. વિકટ પરિસ્થિતીમાં...
હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવવા સાથે કેટલાક મહત્વના આદેશો કર્યા હતા. જેના પગલે આજે અમદાવાદ (Ahmedabad) મનપા દ્વારા મહત્વનો નિર્ણય લઈને 108...
વલસાડ: (Valsad) રાજ્ય સરકારે કોરોના રોકથામ માટે 29 શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુક્યો છે. તો દિવસે પણ માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો...
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) (SII)ના CEO અદાર પુનાવાલાએ તેમની વેક્સિનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. SII એ...
સુરત: (surat) શહેરના સચિન જીઆઈડીસી ( sachin gidc) પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઉન પોલીસ ચોકી પાસે પોલીસે કરફ્યૂ ( curfew) માં લોહી...
સુરત: (surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન ( vaccination) ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા ( smc) દ્વારા તબક્કાવાર વેક્સિનેશનની...
surat : દેશની મેડિકલ કોલેજો ( medical college) નું નિયમન કરતા નેશનલ મેડિકલ કમિશન ( national medical commission) એ પીજીના નવા એડમિશન...
રાજપીપળા: (Rajpipla) રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની (Oxygen) જરૂરિયાતવાળા દર્દીઓને નો એન્ટ્રીનાં બોર્ડ વાગી ચૂક્યાં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલની (Hospital) બહાર એક બોર્ડ...
surat : શહેરમાં એક બાજુ કોરોના ( corona) ના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેકશન ( remdesivir) બાદ હવે ઓક્સિજન ( oxygen) નહી મળતો...
ખેરગામ: (Khergam) નવસારી જિલ્લામાં (Navsari District) કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે ગામડાંમાં ઘરે-ઘરે કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા...
રસીકરણનું ( vaccination) અભિયાન કોરોનાના ( corona) ફાટી નીકળવાનું ચાલુ રાખે છે. આ અભિયાન 1 મેથી નવી ગતિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું...
સુરત: (Surat) કોરોનાને પગલે કથળતી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા આંશિક લોકડાઉન (Lock Down) અંગેના નિયમો લાગુ કરી દેવાયા છે. જે આજથી...
છેલ્લા લાંબા સમયથી રેશની રાજધાની દિલ્લીમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન ની ખપત ને લઈને એસટીટી સમાચારો...
દેશમાં કોરોના ( corona) ની ભયંકર સ્થિતિ હોવા છતાં શેર બજાર ( stock market ) માં આ અઠવાડિયે સતત વધારો જોવા મળી...
કોંગ્રેસના ( congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ( priynaka gandhi vadra) એ સરકાર પર કોરોના ( corona) રોગચાળામાં પહોચી વળવા અંગે લોકોને...
gandhinagar : રાજ્યમાં કોરોનાના ( corona ) બીજી લહેર ખતરનાક છે, જેમના કારણે રાજ્યમાં સ્વાભાવિક રીતે કયાંક દર્દીઓની સારવાર માટે બેડ (...
ભારતમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોની કોરોના રસીકરણ ( corona vaccination ) ની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થશે. 1 મેથી નવા...
ભારતમાં કોરોનાની ( corona) બીજી તરંગની ગતિ દરરોજ વધતી જાય છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે. પરંતુ...
ભારતમાં જંગલી આગની જેમ ફેલાયેલ કોવિડ-૧૯ના રોગચાળા સામે લડવા માટે ભારત સરકારને મદદ કરવા અમેરિકાના બાઇડન વહીવટીતંત્રે મિશન મોડ અપનાવ્યો લાગે છે...
સુરત શહેર છેલ્લા બે દિવસથી ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યું છે. ત્યારે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો હવે એક એક કરી નાદારી...
કોરોનાવાયરસના કેસોમાં જંગી ઉછાળાને કારણે ભારે મુશ્કેલીમાં મૂકાયેલા ભારત તરફ દુનિયાના અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે અને હવે ત્યાંથી અગત્યની તબીબી...
રાજ્ય સરકારે રાજ્યના 29 શહેરોમાં કરેલા મિનિ લોકડાઉનના આદેશોમાં સુરતમાં પણ આવતીકાલ બુધવારથી 5 મે સુધી દુકાન, વાણિજ્યક, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, બાગ-બગીચા,...
ભારતમાં સપ્તાહોથી કોરોનાવાયરસના કેસોનું બીજું મોજું હાહાકાર મચાવી રહ્યું છે ત્યારે તેમાં ઘણા કરૂણ ચિત્રો બહાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં...
મહારાષ્ટ્રના બીડમાં 22 કોરોના દર્દીઓના મૃતદેહોને એક એમ્બ્યુલન્સમાં ભરી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રે એમ્બ્યુલન્સના અભાવ એમ કર્યું હોવાનું જણાવ્યું...
અમેરિકાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આગાહી કરવામાં આવી છે કે ભારતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દૈનિક મૃત્યુઆંકમાં મધ્ય મે સુધીમાં વધુ ઉછાળો...
કોરોનાના કારણે રાજ્યની સ્થિતિ ભયાનક બની રહી છે. કોરોના અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓમોચો અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત રાજ્ય...
સુરત: (Surat) કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની (Oxygen) અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ (Arcelormittal) પરિવારે કેન્દ્ર અને રાજ્ય...
સુરતઃ (Surat) શહેરમાં બે દિવસથી ઓક્સિજનની (Oxygen) કટોકટીને પગલે હજારો દર્દીઓની જીંદગી દાવ પર મુકાઈ છે ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણયથી ઘરના છોકરા...
સુરતઃ (Surat) શહેરમાં ઓક્સિજનની (Oxygen) સ્થિતિ વધારે વિકટ બનતા આજે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા ઓક્સિજનની માંગ જેટલું પ્રોડક્શન કંપનીઓ આપી શકે...
નવસારી: (Navsari) રાજ્ય સરકારે આજે બહાર પાડેલા પરિપત્ર મુજબ રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ (Night Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ શહેરો...
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સુરતઃ (Surat) સુરત શહેરના હજીરા ખાતે આવેલી આઈનોક્સ (Inox) કંપની હાલ સૌથી વધારે ઓક્સિજન સપ્લાય (Oxygen Supply) કરી રહી છે. વિકટ પરિસ્થિતીમાં કંપનીએ સુરતમાં કાપ મૂકી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય જિલ્લામાં ઓક્સિજન સપ્લાય શરૂ કર્યો છે. શહેરમાં ઓકિસનજ કટોકટી વચ્ચે અધિકારીઓએ આજે કંપનીની બહાર જ ડેરો નાખી તેમના ટેન્કરો અટકાવી દીધા હતા. હજીરા ખાતે આવેલી આઈનોક્સ કંપનીનો પ્લાન્ટ પહેલા પ્રતિદિન 120 મેટ્રિક ટન ઉત્પાદન કરતી હતી. જે અત્યારની પરિસ્થિતિમાં વધારી 170 ટન કરી દેવાયો છે. આ જથ્થો પહેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આપતા હતા. પરંતુ હવે દેશના અન્ય રાજ્યા અને જિલ્લાઓમાં પણ ઓક્સિજનની અછત સર્જાતા જથ્થો બહાર પહોંચાડવામાં આવી રહ્યો છે. અને તે બધુ સુરતના ઓક્સિજનના જથ્થામાં કાપ મુકીને થઈ રહ્યું છે.

સુરતને કંપનીએ આજે માત્ર 86 મેટ્રિક ટન જથ્થો આપ્યો હતો. બીજા ઓક્સિજનની જરૂર હોવા છતાં સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જેને પગલે શહેરમાં ઓક્સિજનની કટોકટીને પગલે હજીરામાંથી અન્ય રાજ્યમાં જતા ટેન્કર અધિકારીઓએ અટકાવી દીધા હતા. પહેલા સુરતને સપ્લાય પુરો આપો કહી કંપનીની બહાર ડેરો નાખી બેઠા હતા. નાયબ કલેક્ટર આર.આર.બોરડ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર આર.એમ.પટેલ, સહિત સાત અધિકારીઓએ આજે હજીરા ખાતે આઈનોક્સ કંપનીની બહાર તેમના ટેન્કરનો સપ્લાય અટકાવી દીધો હતો.
કંપની ઉપર પ્રેસર લાવવા અન્ય કેમિકલના ટેન્કર પણ અટકાવી દેવાયા
શહેરને બચાવવા માટે હવે અધિકારીઓ પણ દબંગ રસ્તે ઉતરી આવ્યા હતા. સાત જેટલા ક્લાસ-1 અધિકારીઓએ કંપનીને પહેલા સુરતને સપ્લાય પુરો પાડો પછી અન્ય જિલ્લામાં મોકલો કહીને ટેન્કર રોકી રાખ્યા હતા. સુરતની બહાર મધ્યપ્રદેશ. નવસારી, વલસાડ અને વડોદરા ખાતે જનારા ટેન્કરો રોકી રાખ્યા હતા. આ સિવાય કંપની પર પ્રેસર લાવવા માટે કંપનીમાં નાઈટ્રોજન અને આર્ગન નામના કેમિકલના ટેન્કર અટકાવી દીધા છે. આ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે.

શહેરમાં 210 મેટ્રિક ટન માંગ સામે માત્ર 153 મેટ્રિક ટન ઓક્સિજન મળી શક્યો
સુરતઃ શહેરમાં ઓક્સિજન સપ્લાયની પરિસ્થિતિ દર ચોવીસ કલાકે વધુ પડકારજનક બની રહી છે. આજે સુરત શહેરમાં 210 મેટ્રિક ટન માંગ સામે માત્ર 153 મેટ્રિક ટન ઓક્સિજન મળી શક્યો હતો. ઓક્સિજન માં દર ચોવીસ કલાકે થઈ રહેલો કાપ હવે તંત્રનો શ્વાસ અધ્ધર કરી રહ્યો છે. સુરત શહેર રેમડેસિવિર ઇન્જેક્શન બાદ હવે પ્રાણવાયુ માટે વલખા મારી રહ્યું છે. શહેરને ઓક્સિજન સપ્લાય કરતી કંપનીઓ એક પછી એક નાદારી નોંધાવી રહી છે. શહેરમાં સૌથી વધુ ઓક્સિજન સપ્લાય કરતી આઇનોક્સ કંપનીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઓક્સિજન સપ્લાય કરવાની કેન્દ્ર સરકારની સુચના બાદ સુરત શહેરમાં પરિસ્થિતિ વધારે વિકટ બની રહી છે. આજે સતત ત્રીજા દિવસે શહેરમાં ઓક્સિજનમાં સતત કાપ મુકવામાં આવ્યો હતો.
દર 24 કલાકે ઓક્સીજનના સપ્લાયમાં થઈ રહેલો ઘટાડો હવે ચિંતાનો વિષય બન્યો છે. આ ચિંતાનો વિષય કઈ કેટલા લોકો માટે ચિતાનો વિષય બની રહેશે તેવી ભીતિ સેવાઈ રહી છે. શહેરમાં આજે આઈનોક્સ કંપની દ્વારા 86 મેટ્રિકટન જથ્થો આપવામાં આવ્યો હતો. આ પુરેપુરો જથ્થો નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને સપ્લાય કરાયો હતો. આ સિવાય ખાનગી હોસ્પિટલોની માંગણીને પહોંચી વળવા તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા. શહેરમાં આજે કુલ 210 મેટ્રિક ટન ઓક્સિજનની ડિમાન્ડ હતી જેની સામે માત્ર 153 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડી શકાયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે શહેરમાં 225 મેટ્રિક ટન ડિમાન્ડની સામે 160 મેટ્રિક ટન ઓક્સિજન અપાયો હતો. આજે ઓક્સિજનના થઈ રહેલા આ સપ્લાયમાં હજુ ઘટાડો નોંધાયો છે. આગામી ૨૪ કલાક બાદ ઓક્સિજન સપ્લાયની ઘટ વધુ ઘેરી બને તેવી ભિતી સેવાઈ રહી છે.