Top News

More Posts

   The Latest

Most Popular

       શહેરા: શહેરાના ભોટવા ગામના માલિકીના પાણી ભરેલા  કુવામાં આશરે 5 ફૂટ લંબાઈ ધરાવતા  મગરને અમદાવાદની ભારતીય ડિઝાસ્ટર રેસ્ક્યૂ રિસ્પોન્સર કોર્પ્સ  ટીમે  બે દિવસની મહામહેનતે રેસ્કયુ કરીને બહાર કાઢીને  ગુણેલીના તળાવમાં છોડી મુકેલ હતો. ભોટવા ગામના પટેલ ફળિયામા રહેતા અર્જુનભાઈ નાનાભાઈના ખેતરમાં આવેલા પાણી ભરેલા   40 ફૂટ   ઊંડા કૂવામાં  અચાનક મગર જોવા મળ્યો હતો.

મગર પાણીમાં વધુ તાકાત ધરાવતો હોવાથી મગર ને પકડી પાડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદથી આવેલ ભારતીય ડિઝાસ્ટર રેસ્ક્યૂ રિસ્પોન્સર કોર્પ્સ ટીમ દ્વારા મગરને બહાર કાઢવામા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં બે દિવસની મહેનત બાદ મગરને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને વન વિભાગને સોપાયો હતો. 

To Top