SURAT

પાંચ ધોરણ ભણેલા સુરતના આ ધારાસભ્ય કોરોનાના દર્દીઓ માટે ઇન્જેક્શન તૈયાર કરતા ભારે વિવાદ!

સુરત: (Surat) સુરતમાં પાંચ ચોપડી પાસ ધારાસભ્ય (MLA) કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ઇન્જેક્શન લગાવતા હોવાનો અને તેમના માટે ઇન્જેક્શન તૈયાર કરતા હોવાના ફોટાઓ વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. સરથાણા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં તે વિસ્તારના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડીયા (V D Jhalavadia) દર્દીના ઇન્જેક્શનની તૈયારી કરતા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) આપતા વીડિયોમાં દેખાયા હતા. પાંચ ચોપડી ભણેલા આ ધારાસભ્ય ઇન્જેક્શ આપીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવતા લોકો સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી રહ્યાં છે.

સુરતમાં ભાજપના નેતા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી ન હતી. મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા ન હોવા છતાં અને ઇન્જેક્શન આપવા બાબતનું તેમનામાં કોઈ જ્ઞાન કે પ્રેક્ટિસ ન હોવા છતાં આવું કૃત્ય કરતા હવે તેઓ પ્રતિ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ધારાસભ્ય કોરોનાને અને કોરોનાના દર્દીઓને મજાક સમજી રહ્યાં છે. જે ઇન્જેક્શન ટ્રેઇન્ડ નર્સ કે ડોક્ટર દ્વારા અપાવવું જોઈએ તે એક પાંચ ચોપડી પાસ વ્યક્તિ દ્વારા અપાઈ રહ્યું છે.

મેં લોકોના 2 કરોડ રુપિયા બચાવ્યા છે

આ બાબતે પોતાનો લૂલો બચાવ કરતા ઝાલાવાડિયાએ જણાવ્યું કે, અમે તો સેવાની કામગીરી કરી રહ્યાં છે. તેનો વિરોધ કોંગ્રેસીઓ કરી રહ્યાં છે. કોંગ્રેસને કાંઇ કરવું નથી માત્રને માત્ર શો બાજી અને વિવાદ કરવો છે. અમે સતત 40 દિવસથી લોકોની સેવા કરી રહ્યાં છે અમારો વિવાદનો કોઈ હેતુ નથી. મે કોઈ પેશન્ટને ઇન્જેક્શન આપ્યું નથી. બોટલની અંદર ફક્ત રેમડેસિવિર મિક્સ કર્યું છે. પેશન્ટને ઇન્જેક્શન આપ્યું નથી. ત્યાં 10 થી 15 એમડી ડોક્ટરો પણ હાજર રહ્યાં હતાં. આ વિસ્તારમાં 40 દિવસમાં મેં 200થી વધુ લોકોને સાજા કર્યા છે. લોકોના 2 કરોડથી વધુ રુપિયા મેં બચાવ્યા છે.

Most Popular

To Top