National

ટૂલકીટ કેસમાં ભાજપના પ્રવકતા સંબિત પાત્રાની મુશ્કેલીઓ વધી

ટૂલકિટના કેસમાં ( toolkit case) ભાજપ ( bhajap ) અને કોંગ્રેસ (congress) વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ જોવા મળી રહ્યો છે. જે બાબતે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ( sambit patra) ની મુશ્કેલીઓ વધવા જઇ રહી છે. છત્તીસગઢની રાજધાનીની રાયપુર પોલીસ રવિવારે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબિત પાત્રાની પૂછપરછ કરશે. પોલીસે પાત્રાને નોટિસ ( notice) મોકલીને સાંજે ચાર વાગ્યે સમય પર હાજર રેહવા જણાવ્યું હતું. શનિવારે કોંગ્રેસના નેતાની ફરિયાદના આધારે પોલીસે ગંભીર કલમોમાં સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર ( fir) નોંધી હતી. રાયપુર પોલીસે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને હાજર થવા માટે નોટિસ મોકલી હતી. તેમની સામે આઈપીસીની કલમ 504, 505 (1) બીસી, 469,188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહની પૂછપરછ કરવામાં આવશે
આ કેસમાં છત્તીસગઢની રાયપુર પોલીસે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહને 24 મેના રોજ નિવેદન નોંધવા તેમના નિવાસસ્થાને હાજર રહેવાની નોટિસ ફટકારી છે. કોંગ્રેસે 19 મેના રોજ છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ ‘ટૂલકીટ’ કેસમાં ભાજપના આક્ષેપોને ફગાવીને એફઆઈઆર લખી હતી.

છત્તીસગઢના એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ રાયપુરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પાત્રાએ કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. ભાજપ નેતા સંબિત પાત્રાએ પણ ટૂલકીટને લઈને ટ્વિટર ( twitter) પર અનેક ટ્વીટ્સ કરી હતી.

ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા
નોંધપાત્ર વાત એ છે કે ભાજપે કોંગ્રેસ પર કોરોના સંકટ દરમિયાન વડા પ્રધાન મોદી ( pm modi) ની છબીને ‘ટૂલકીટ’ દ્વારા બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ કોરોના ( corona) રોગચાળા દરમિયાન વડા પ્રધાનની છબીને દૂષિત કરવા માંગે છે. આ સાથે જ કોંગ્રેસે આવી કોઈપણ ટૂલકીટને નકારી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આવા કેસને લઈને ભાજપ કોરોના દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવતી બેદરકારીને છુપાવવા માંગે છે. કોંગ્રેસ રિસર્ચ વિંગના વડા રાજીવ ગૌડાએ કહ્યું કે, ભાજપ એઆઈસીસી રિસર્ચ વિભાગને કહીને નકલી ટૂલકિટને પ્રોત્સાહન આપી રહી છે. ટૂલકિટનો મામલો સુપ્રીમ કોર્ટ ( supreme court) માં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં આ કેસની સુનાવણી કરશે.

Most Popular

To Top