National

હત્યાના આરોપમાં ફરાર પહેલવાન સુશિલ કુમારની દિલ્હીથી ધરપકડ

દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગર ધનખર ( sagar dhankhar) ની હત્યા કર્યા બાદ પોલીસે ફરાર ઓલિમ્પિયન રેસલર સુશીલ કુમાર ( sushil kumar) ની દિલ્હીથી ધરપકડ કરી છે. વિશેષ સીપી-સ્પેશ્યલ સેલના નીરજ ઠાકુરે કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સાથી અજયની ધરપકડ ( arreste) ની પુષ્ટિ કરી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે 23 વર્ષીય સાગર ધનખરની હત્યાના મામલે બંને આરોપીઓને રવિવારે સવારે દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઇન્સ્પેક્ટર શિવકુમારના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ સેલની ટીમે બે વોન્ટેડ ( wanted) લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલાઓમાં કુસ્તીબાજ સુશીલ કુમાર તેમજ અજય ઉર્ફે સુનીલનો સમાવેશ થાય છે. બંને ઉપર 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું.

આ પહેલા રવિવારે સવારે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે કુસ્તીબાજ સુશીલ કુમારની હજી ધરપકડ કરવામાં આવી નથી. દિલ્હી પોલીસની એક ટીમ પંજાબમાં હાજર છે. તેની શોધખોળ ચાલુ છે.

સુશીલ કુમારની શોધમાં દિલ્હી પોલીસના વિશેષ સેલે યુપી, ઉત્તરાખંડ, હરિયાણા અને હવે દિલ્હી ઉપરાંત પંજાબમાં દરોડા પાડ્યા હતા. પોલીસે દિલ્હીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા પરંતુ સુશીલનો કોઈ પત્તો નહોતો. સુશીલ ઉત્તરાખંડ જવા વિશે પોલીસને પહેલા ખબર પડી હતી . ત્યારબાદથી પોલીસ પાંચ રાજ્યોમાં તેની ધરપકડ માટે સતત દબાણ કરી રહી હતી.

શનિવારે એવી માહિતી પણ આવી રહી હતી કે દિલ્હી પોલીસે સુશીલની પંજાબમાંથી ધરપકડ કરી છે. પરંતુ તેની ધરપકડને દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ નકારી કાઢી હતી. દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે 4 મેની રાત્રે કુસ્તીબાજો વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો હતો. આમાં કેટલાક કુસ્તીબાજો ખરાબ રીતે ઘાયલ થયા હતા, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન રેસલર સાગર તરીકે થઈ હતી.

Most Popular

To Top