Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417

Top News

More Posts

   The Latest

Most Popular

આમોદ તાલુકાના ભીમપુરા ગામના અમન રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા સોમવારે પીવાના પાણી માટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ભીમપુરા ગામના તલાટીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. લોકોને ઘણા સમયથી પાણી નહીં મળતાં હવે આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ભીમપુરા ગ્રામ પંચાયતમાં રૂપિયા ૬૦૦૦૦ ભરપાઈ કરવા છતાં પાણી નહીં મળતાં લોકોએ આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે.

આમોદના ભીમપુરા રોડ પર આવેલ અમન રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા સ્વખર્ચે વપરાશ માટે પાણીનો બોર તેમજ ઓવરહેડ ટાંકી બનાવેલી છે. જેનાથી સોસાયટીમાં વપરાશના પાણીનો ઉપયોગ કરે છે. અગાઉ અમન રેસિડેન્સીના રહીશો દ્વારા વર્ષ-૨૦૧૪માં મીઠા પાણી માટે ભીમપુરા ગ્રામ પંચાયતને રૂપિયા ૬૦૦૦૦ ભરપાઈ કરી પીવાના મીઠા પાણી માટેની માંગણી કરાઈ હતી. પરંતુ જે માંગણી આજદિન સુધી પૂર્ણ ના થતાં સોમવારે રહીશોએ આમોદ મામલતદાર ડો.જે.ડી પટેલને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. તેમજ પાણી અંગેની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

To Top