Sports

ઉસેન બોલ્ટ ફરી વાર પિતા બન્યો: જોડિયા બાળકોના નામ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

કિંગ્સટન : જમૈકાના સ્પ્રિન્ટીંગ આઇકન ઉસેન બોલ્ટ (Usain bolt) ફરી વાર પિતા (Father) બન્યો છે અને તેની પત્નીએ જોડિયા બાળકો (Twins)ને જન્મ આપ્યો છે. બોલ્ટને ત્યાં પહેલાથી એક પુત્રી છે. ઓલિમ્પિક્સ ચેમ્પિયન બોલ્ટના ત્રણેય સંતાનોના નામ સોશિયલ મીડિયા (social media) પર ચર્ચાનો વિષય બની ગયા છે.

બોલ્ટની પુત્રીનું નામ ઓલમ્પિયા લાઇટનિંગ બોલ્ટ છે. જ્યારે હવે જન્મેલા જોડિયા બાળકોના નામ બોલ્ટે થંડર બોલ્ટ અને સેન્ડ લિયો બોલ્ટ રાખ્યા છે. તેણે જાતે જ એક ફોટો ટ્વિટ કરીને ટ્વિટર પર આ ત્રણેય બાળકોના નામ લખ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેને શુભેચ્છા આપવાની સાથે તેના સંતાનોના નામે અલગ અલગ ટીપ્પણી પણ કરી રહ્યા છે. બોલ્ટની પુત્રી ઓલમ્પિયા લાઇટનિંગ બોલ્ટનો જન્મ મે 2002માં થયો હતો અને હવે ફાધર્સ ડેના દિવસે તેના ઘરે જોડિયા સંતાનોનો જન્મ થયો છે. બોલ્ટની પત્ની કેસી બેનેટે ઇન્સ્ટાગ્રામ પર આ જ ફોટો શેર કરીને ઉસેન બોલ્ટને વિશ્વનો સૌથી સારો પિતા ગણાવીને તેને ફાધર્સ ડેની શુભકામના પણ આપી હતી.

મહત્વની વાત છે કે તેણે ‘ફાધર્સ ડે’ના દિવસે જ આ પોસ્ટ રાખી હતી, જેમાં તેણે પોતાના જોડિયા બાળકોને પોતાની પુત્રી સાથે રાખી એક સુંદર ફેમિલી ફોટોથી પોતાના ચાહકોના મન જીતી લીધા હતા. પોતાની પુત્રીનું નામ ઓલિમ્પિયા લાઈટનિંગ બોલ્ટ રાખ્યું છે. તેણે પોતાના જોડિયા બાળકના નામ થંડર બોલ્ટ અને સેન્ડ લીઓ બોલ્ટ રાખ્યા છે. ત્યારે હવે સોશ્યલ મીડિયા પર, લોકો પણ તેને ફરીથી પિતા બનવાની ઇચ્છા કરી રહ્યા છે અને બાળકોના નામ વિશે રમૂજી ટિપ્પણી પણ કરી રહ્યા છે. 

34 વર્ષીય ઉસૈન બોલ્ટ ઓલિમ્પિક રમતોમાં 8 વખત ગોલ્ડ મેડલ જીતનાર રમતવીર છે. જે પોતાનામાં જ એક યશ માંગી લે છે. સાથે જ તે 100 અને 200 મીટરમાં પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. જો કે આ પુરુષ રમતવીરે એક દાયકા સુધી પોતાનો દબદબો રાખ્યા બાદ 2017 માં એથ્લેટિક્સમાંથી નિવૃત્તિ લીધી હતી. અને તેની પ્રખ્યાત કારકિર્દીમાં 23 મોટી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર બોલ્ટ તેની સમાપ્તિ પછી વ્યાવસાયિક ફૂટબોલ તરફ વળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખૂબ સફળ રહ્યો ન હતો. અને ત્યારથી તે તમામ રમતોમાંથી નિવૃત્ત થયો છે. 

ઉલ્લેખનીય છે કે તેના પ્રથમ વખત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ તેની હરીફાઈ કોઈ કરી શક્યું નથી ત્યારે તેણે પોતે જ ફરી પોતાનો રેકોર્ડ બ્રેક કરીને વિશ્વને પોતાની મહાનતાનો દાખલો બેસાડ્યો હતો.

Most Popular

To Top