National

શું કોરોના રસીથી વંધ્યત્વનું જોખમ છે? જાણો આરોગ્ય મંત્રાલયે શું કહ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Ministry of health) સોમવારે પુનરાવર્તન કર્યું હતું કે રસીકરણ (vaccination)ને કારણે પુરુષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વ (infertility) લાવવા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર (scientific base) નથી અને રસીઓ સલામત અને અસરકારક છે. 

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મીડિયા અહેવાલોએ કોવિડ -19 રસીકરણને કારણે પ્રજનન વયના લોકોમાં વંધ્યત્વ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક મીડિયા અહેવાલોથી આરોગ્ય કર્મચારીઓ અને નર્સ સહિતના ફ્રન્ટલાઈન કર્મચારીઓના વર્ગમાં વિવિધ અંધશ્રદ્ધા અને દંતકથાઓનો વ્યાપ ખુલ્લો થયો છે. પોલિયો અને ઓરી-રૂબેલા સામેના રસીકરણ અભિયાન દરમિયાન પણ આવી ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવામાં આવી હતી.

સરકારે વેબસાઇટ પર સ્પષ્ટતા કરી
મહત્વની વાત છે કે લોકોમાં સતત વેક્સિનેશનને લઈને ભ્રામક કથાઓ ઉપજતી જ રહી છે, અને લોકો વારંવાર આવા પ્રશ્નો પૂછતાં રહે છે, માટે સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી. સરકારે વેબસાઇટ પર પોસ્ટ કરેલા વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)માં સ્પષ્ટતા કરી છે કે ઉપલબ્ધ રસીઓમાંથી કોઈ પણ પ્રજનન ક્ષમતાને અસર કરતું નથી, કારણ કે તમામ રસીઓ અને તેના ઘટકો પરીક્ષણો પ્રાણીઓ પર અને પછીથી માણસો પર શોધવા માટે કરવામાં આવે છે. જો તેમની કોઈ આડઅસર (side effect) હોય તો બહાર આવવામાં વિલંબ ન થાય અને પ્રાણીઓ પર પહેલાથી જ તેની અસર વર્તાય જાય.

કોરોના વાયરસ રસીકરણને કારણે પુરુષ અને સ્ત્રી વંધ્યત્વ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાતના કોઈ વૈજ્ઞાનિક આધાર નથી કારણ કે તેની સલામતી અને અસરકારકતાની ખાતરી થયા પછી જ રસીઓને ઉપયોગ માટે માન્ય કરવામાં આવી છે. વધુમાં, કોવિડ-19 રસીકરણને કારણે વંધ્યત્વ વિશેની માન્યતાને દૂર કરવા માટે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ -19 રસીકરણ પુરૂષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વ પેદા કરી શકે તેવા કોઈ ચોક્કસ પુરાવા નથી, નિવેદનમાં જણાવ્યું છે કે આ રસીઓ સલામત અને અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

તમામ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે રસીકરણની ભલામણ
કોવિડ-19 રસીકરણ રાષ્ટ્રીય સમિતિના નિષ્ણાંતએ તમામ સ્તનપાન કરાવતી મહિલાઓને COVID-19 રસીકરણની ભલામણ કરી છે. તેને સલામત ગણાવતાં જૂથે કહ્યું કે રસીકરણ પહેલાં અથવા પછી સ્તનપાન બંધ કરવાની જરૂર નથી.

Most Popular

To Top