ભરૂચ, વાંકલ, દેલાડ, માંડવી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું...
વલસાડ વલસાડ જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાબતે સરકારનો વિરોધ કરાયો હતો. પેટ્રોલ પંપની સામે લગાવવામાં આવેલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર...
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામથી 3થી 4 કિમી ઊંચાઈના ડુંગર પર આવેલું ચિનકુવા ગામમાં 300થી વધુ વસતી અને 50થી વધુ છૂટાછવાયાં...
સાયખા જીઆઈડીસી રોડ પર રાત્રે જ્યુબીલન્ટ કંપનીમાં નોકરી કરતા યુવાનને કોઈક ઇસમે તેના શરીરના ભાગે ત્રણ ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરી...
ભરૂચ GIDCમાં શેડ ભાડે રાખી રાજકોટ અને સુરતના ભેજાબાજ દ્વારા લાઈટ ડીઝલ ઓઇલ મંગાવી ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે જોખમી રીતે ચાલતા બાયો...
ઝઘડિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેઓના છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો અંગે શુક્રવારના રોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં પ્રશ્નો...
પલસાણા તાલુકાના વરેલી ગામે શુક્રવારે બપોરે સુભમ કટણીની ગામમાં નાસ્તાની દુકાન ચલાવતા શખ્સ સાથે રૂપિયાને લઇ માથાકુટ થઇ હતી. ત્યારે સુભમે તેના...
સુરત: પંજાબ નેશનલ બેંક (P&B bank) સાથે 11000 કરોડની ઠગાઇ (fraud) કરીને બ્રિટન (Britain) ભાગી છૂટેલા કૌંભાડી હીરા ઉદ્યોગકાર (diamond industrialist) નીરવ...
સુરત: સુરત (surat)ની વીર નર્મદ યુનિ. (vnsgu)ના કુલપતિ ડો.કે.એન.ચાવડા (vc chavda)ની વહીવટી પરિવર્તનની પદ્ધતિને લઇને દક્ષિણ ગુજરાતભરના આચાર્યો (principal) અને શિક્ષણવિદોમાં ગણગણાટ...
સુરત: ગુજરાત સરકારે હોટેલ-રેસ્ટોરન્ટ (hotel restaurant)ના સંચાલકોને 11 જૂનથી 50 ટકા બેઠકો પર લોકોને બેસાડી ભોજન પીરસવાની છૂટ આપી હોવા છતાં સુરત...
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી જતાં હવે ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે. જેના...
રાજ્યમાં ફાયરસેફ્ટીના મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. જીટીયુના...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી નવા કેસની સંખ્યા ઘટીને 500ની અંદર નોંધાઈ છે. શુક્રવારે નવા કેસની સંખ્યાં 481...
ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ દ્વારા ધરણા-દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગુજરાત કોંગ્રેસના...
એક તરફ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે કે કેમ ? તે મુદ્દે હજુયે અનિશ્વતતા પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યના...
ભુવનેશ્વર: એક મહિના પહેલા 12 જુલાઈએ યોજાનાર વાર્ષિક રથયાત્રા (Rathyatra) અંગે ઓડિશા (Odisha) સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે પણ...
નવી દિલ્હી: જાહેર આરોગ્ય નિષ્ણાતો (health experts)ના એક જૂથ, કે જેમાં એઇમ્સ (AIIMS) અને કોવિડ-૧૯ (covid-19)અંગેના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યોનો પણ સમાવેશ...
સુરત: શહેર (surat) કોરોના(corona)ની પ્રથમ અને બીજી લહેરમાંથી તો પસાર થઈ ચૂક્યું છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવી શકે અને...
પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચૂંટણી (ELECTION) હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના મોટા નેતા મુકુલ રોય (MUKUL...
શું COVID-19 નું મૂળ પ્રાકૃતિક (natural) હતું કે પછી તે લેબ (wuhan ins. of virology) માં બનાવવામાં આવ્યું હતું? આ વિશે વૈજ્ઞાનિકો (scientist)માં...
સુરત ( surat) શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો ( pick up tempo)...
રાજ્યમાં ફાયર સેફ્ટીના ( fire safety) મામલે હાઇકોર્ટમાં ( highcourt) સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી...
સુપ્રીમ કોર્ટે ( supreme court) શુક્રવારે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (aiims) દ્વારા લેવાનારી આઈએનઆઈ સીઈટી પરીક્ષા (cit exam) 16 જૂન...
navsari : સરકાર દ્વારા રિ-રસવેનો ( Re-survey) પ્રોજેક્ટ અમલમાં આવ્યો. એ બાદ રાજ્યના મોટા જિલ્લાઓ સામે નાના કહેવાતા એવા નવસારીમાં 10 હજાર...
હાલની કેન્દ્ર (મોદી) સરકાર પોતાનાં કુકર્મોનો વિરોધ સહન કરી શકતી નથી. જયારે કે લોકશાહીમાં સરકારના ખોટા નીતિ-નિયમો અને વહીવટની ટીકા કે વિરોધ...
દર વખતની જેમ રાજયમાં સૌ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય બાદમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્તિ બાદ જ જાણે તેલીયા રાજાઓ હરહંમેશ ગેલમાં...
ગત તા. ૦૨ જૂનના રોજ કેન્દ્ર સરકારે મોડલ ટેનન્સી એકટ (આદર્શ ભાડુઆત ધારો)ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો દેશનાં દરેક રાજયો...
મોદી અને તેમની સરકારના ગેરવાજબી અને ખોટા પગલાનો વિરોધ અવશ્ય થઇ શકે, પણ વિરોધ કરતી વેળાએ દિમાગ તો ચલાવવું જ પડે ને....
સુરત મોઢ વણિક સમાજનો બાપદાદાના જમાનાથી ‘ગુજરાતમિત્ર’ અખબાર સાથે બહુ પુરાણો નાતો રહ્યો છે. એ પરંપરા હજુ આજે પણ નવી પેઢીમાં બરોબર...
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 23 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
ભરૂચ, વાંકલ, દેલાડ, માંડવી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું છે. પ્રતિદિન પેટ્રોલ-ડીઝલ સહિત તેલ અને રાંધણ ગેસના સતત વધતા ભાવોથી લોકો ચિંતામાં છે. ત્યારે કેન્દ્ર-રાજ્ય સરકાર લોકહિતને ધ્યાનમાં લઇ ભાવમાં ઘટાડો કરે એ માટે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં સાથે વિરોધ કરાયો હતો.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે મોદી સરકાર વિરોધી પોસ્ટરો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતેથી હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા કાર્યાલય ખાતેથી હાથમાં પ્લે કાર્ડ લઈ ભારે સૂત્રોચ્ચાર કરી ભાવવધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચના ધારાસભ્ય દુષ્યત પટેલના પેટ્રોલ પંપ ખાતે દોડી જઈ ભારે સૂત્રોચ્ચાર કરવા લાગતાં એક સમયે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થંતા વિરોધ કરી રહેલા કોંગીજનોની પોલીસે અટકાયત કરીએ ડિવિઝન પોલીસે ખાતે લઈ જવાયા હતા.
મોંઘવારીના મારમાં પ્રજા પીસાઈ રહી છે. ત્યારે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ એક પ્રતીક ધરણાં કરી ભાવવધારાનો વિરોધ કર્યો હતો. બીજી તરફ ઓલપાડના દેલાડ પાટિયાના પેટ્રોલ પંપ પાસે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો, મહિલાઓ અને ગરીબોના હિતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધી રહેલા અસહ્ય ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયક, ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જયેન્દ્ર દેસાઈ, ડી.એલ.પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારો પાછો ખેંચવામાં ના આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. માંડવી નગર અને તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સૂપડી વિસ્તારમાં મોંઘવારી વિરોધી પ્રદર્શન કરાયું હતું. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓએ વ્યારાનાં જુદા જુદા પેટ્રોલ પંપ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરતાં પોલીસે વિરોધ કરી રહેલા 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
ભાજપ સરકારે છેલ્લા ૧૩ માસમાં પેટ્રોલમાં રૂ.૨૬.૭૯ અને ડીઝલમાં રૂ. ૨૫.૦૨નો વધારો કર્યો તેમજ જાન્યુઆરીમાં૧૦ વાર, ફેબ્રુઆરીમાં ૧૬ વખત જ્યારે ચૂંટણી વેળાએ માત્ર ૩ વખત માર્ચ, એપ્રિલમાં વધારો કર્યો, ચૂંટણી યોજાયા પછી ફરી મે માસમાં ૧૬ વખત પેટ્રોલ-ડીઝલમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ ૧૦૧ ડોલર હતો. છતાં પેટ્રોલ રૂ. ૬૩.૯૯ અને ડીઝલ રૂ. ૫૦.૨૫માં મળતું હતું. આજે ક્રૂડ ઓઇલનો ભાવ ૬૭ ડોલરનો થઇ ગયો છતાં પેટ્રોલ રૂ. ૯૫.૩૧ અને ડીઝલનો ભાવ રૂ. ૯૩.૩૪ છે.
બારડોલીમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને સાઇકલ ભેટ આપવા જતાં કોંગી કાર્યકરો ડિટેઇન
બારડોલી: સુરત જિલ્લામાં તાલુકા મથકો પર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાના બારડોલી તાલુકામાં પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ મુદ્દે કોંગ્રેસ આક્રમક જોવા મળ્યું હતું. બારડોલીમાં સ્ટેશન રોડ પર આવેલ વામદોત પેટ્રોલ પમ્પ પર માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં આ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ધરણાં બાદ રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને શણગારેલી જૂની સાઇકલ આપવાનો કાર્યક્રમ હતો. પરંતુ સાયકલ આપવા જતાં જ પોલીસે કોંગી કાર્યકરોને ડિટેન કર્યા હતા. પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ભારે રકઝક બાદ પોલીસે સાઇકલ લઈ જવાની જીદ કરનાર કાર્યકારોની અટક કરી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરુણ વાઘેલા સહિત અન્ય કાર્યકરો પોલીસે ડિટેન કર્યા હતા.