તાઉતે વાવાઝોડા બાદ ખાસ કરીને ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લાના માછીમારોને રાજય સરકારે આપેલા રાહત પેકેજ અંગે કોળી સમાજના નેતા અને રાજયકક્ષાના મંત્રી...
સરદાર પટેલની જન્મ જયંતી 31મી ઓક્ટોબર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવા શરૂ કરી હતી.”સી” પ્લેન...
ભરૂચ શહેર અને હાઇવે ઉપર વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા CCTV કેમેરાની કેટલાંક સ્થળે તાઉતે વાવાઝોડાએ દશા અને દિશા બદલી નાંખી હતી. સેફ...
બારડોલીના સરભોણના ચાંદદેવી ફળિયામાં મંગળવારે રાત્રે દારૂ બંધ કરાવવા માટે મોટું ટોળું એકત્ર થઈ મારામારી કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો....
સુરત: (Surat) પંજાબ નેશનલ બેન્કને લોનના (PNB Loan) નામે 14,500 કરોડનો ચૂનો ચોપડનાર ભાગેડુ હીરા ઉદ્યોગકારો નીરવ મોદીની સુરતમાં આવેલી સાત જેટલી...
સુરત: (Surat) સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર (Collector) આયુષ ઓકે (Ayush oak) બુધવારે સુરતનો ચાર્જ લીધો. સુરત જિલ્લા કલેક્ટર પદેથી બદલી પામેલા ડો.ધવલ...
કાનપુર: (Kanpur) કાનપુરના ગોલ્ડન બાબા કહેવાતા મનોજ સેંગર ઉર્ફે મનોજાનંદ મહારાજે એવું માસ્ક ધારણ કર્યું છે જે જોનારાઓને આશ્ચર્યચકિત કરે છે. 101...
હથોડા: બુલેટ ટ્રેનનું (Bullet train) સપનું સાકાર કરવા સરકાર મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે તરસાડી ખાતે બુલેટ ટ્રેન માટે સંપાદિત કરેલી...
ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) સાથે મંગળવારે સરકીટ હાઉસમાં મહત્વની બેઠકના દોર બાદ ગઈ રાત્રે જ ભાજપના...
ગાંધીનગર: (Gandhinagar) વલસાડ (Valsad) જિલ્લાના નારગોલ બંદરને 3800 કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ પોર્ટ (Green Field Port) તરીકે વિકસાવવાની રાજય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી...
સુરત: (Surat) આવતી કાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટ (Surat Court) માં હાજરી આપવા આવશે. લગભગ સવારે 9:25 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ...
નવી દિલ્હી : પછી ભલે તે ઘણા કિલોમીટર સુધી ટેકરીયાળ વિસ્તારો પર ચડવાનું હોય, નબળી નેટવર્ક કનેકટીવીટી ( network connectivity) સામે ઝઝૂમવાનું...
નવી દિલ્હી : શાસક ભાજપ વિરુદ્ધ ત્રીજા મોરચાની સંભાવનાની અટકળો વચ્ચે ટીએમસી ( tmc) , એસપી ( sp) , આપ ( aap)...
સુરત: (Surat) કતારગામમાં પારીવારિક યુવકે જ પોતાની સંબંધી મહિલાના (Lady) ઘરે જઇને રોકડ તેમજ દાગીનાની લૂંટ (Loot) કરવાનો પ્લાન બનાવ્યો હતો. મહિલાની...
સુરત: (Surat) લિંબાયતમાં થયેલી હત્યાના કેસમાં પોલીસનાં વિરોધાભાસી નિવેદનનો સીધો જ લાભ આરોપીને (Accused) થયો હતો. ફરિયાદમાં તલવાર અને ચાર્જશીટમાં (Chargesheet) છરાનો...
સુરત: (Surat) શહેરમાં ઘણા વિસ્તારોમાં દબાણ, ગંદકી, અસામાજિક તત્ત્વોના અડ્ડાઓનું ન્યૂસન્સ જાણે કાયમી બની ગયું છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં કાયમી...
પાકિસ્તાન (Pakistan) માં આતંકી હાફિઝ સઈદના વિસ્તારમાં એક જોરદાર વિસ્ફોટ થયો જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી મુજબ...
surat : ભાજપના કાર્યકરો ( bhajap) આપમાં ( aap) જોડાઈ રહ્યા હોવાના આપના દાવાની સામે શહેર ભાજપ પ્રમુખ અને અન્ય નેતાઓએ પત્રકાર...
થોડા દિવસ પહેલાં નાસિકના એક ચાચાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ચાચા કપડાં કાઢીને ઊભાં હતાં. પોતાના અર્ધનગ્ન શરીર સાથે ધાતુની વસ્તુઓ...
આપણી ચીલાચાલુ ઉક્તિ કે કહેવતથી વાતની શરૂઆત કરીએ, જેમ કે ‘ન બોલવામાં નવ ગુણ’ અને ‘બોલે એના બોર વેચાય.’…આમ તો આ બન્ને...
surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi) 25 જૂન, 2015ના દિવસે સ્માર્ટ સિટીઝ મિશનની ( smart city mission) યોજના જાહેર...
જ્યારે પણ તમે કોઈ ઉદ્યોગપતિને કોઈ મોટી ચૅલેન્જ માટે પૂછશો તો મોટે ભાગે એક જ જવાબ મળતો હોય છે કે સારા માણસો...
કોરોનાથી થયેલા મૃત્યુને કેન્દ્રે વળતર આપવાની સ્પષ્ટ ના કહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રજૂઆત સુપ્રીમ કોર્ટમાં થઈ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ...
બહુ તપસ્યા કરાવીને અંતે સવારમાં વરસાદ ધોધમાર વરસી પડ્યો. ‘ચાલને પલળવા જઇએ…ગરમાગરમ મકાઇ કે લોચો ખાઇ આવીએ! ‘ શોભાના કહેવા પર તરત...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( international yoga day) એટલે કે 21 જૂને દેશમાં વિક્રમી 88 લાખથી વધુ લોકોને રસી ( vaccine) આપવામાં આવી...
હમણાં લખવાનું ખાસ સુઝતુ નહોતું તો થયું કે લાવ ને પચાસ વરસથી પડતર પડેલું એક કામને ઉકેલું. એ કામ કાંઇ એક રાતમાં,...
આમિર ખાન પાસેથી દર્શકોએ વધારે ફિલ્મોની અપેક્ષા રાખવાની નથી. આમિરે કહ્યું છે કે તે ગુણવત્તાવાળી ફિલ્મો બનાવતો રહેવાનો છે. ‘આમિર ખાન પ્રોડક્શન’...
શરીરમાંથી બધું જ વીર્ય બહાર આવી જતું હોય છે પ્રશ્ન: અમારા લગ્નને અઢી વર્ષ થયેલ છે. શરૂઆતમાં અમે બાળક ઈચ્છતાં ના હતાં...
પણ તું છેક અહીં આવી જ કેમક ગેઇ ?’ કોઈએ ક્રોધ ભર્યા અવાજમાં પૂછ્યું. એટલે ચા બનાવતા બનાવતા મારું ધ્યાન એ અવાજ...
હાઈ બી. પી., હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ બહુધા વારસાગત રોગો છે. આ રોગોનાં ચિહ્નો ઘણી વાર વર્ષો સુધી જણાતાં નથી અને જયારે...
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
વડોદરાની ‘એક્યુટેસ્ટ’ લેબોરેટરીમાં આરોગ્ય વિભાગના ધામા, દવા પરીક્ષણના નામે લોકોને પ્રતિબંધિત ડ્રગ્સ આપ્યાની આશંકા
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
5.08 કરોડ ફોર્મ પૈકી 74 લાખથી વધુ ફોર્મ અનકલેકટેડ ફોર્મના વેરિફિકેશન માટે બેઠકોની શૃંખલા
રાજ્યને વૈશ્વિક દરિયાઈ હબ તરીકે વિકસિત કરશે
કોને આગળ લઈ જઈ જવા અને કોને… એ બધુ અમિત શાહને ફાવે: આનંદીબેન
દ્વારકામાં આખલાઓના ત્રાસનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
અમદાવાદમાં રિક્ષાવાળા પાસે દર મહિને 1000નો હપ્તો વસૂલાય છે
3 મહિનામાં 2500 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ
નાનાવરાછાના બુટલેગર પર હિંસક હુમલો, વાહનોમાં તોડફોડ
સાયબર ફ્રોડ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના 10ની ભાવનગરથી ધરપકડ
નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું
નિર્માણ કાર્યના કારણે ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રીતે રદ્દ
26.66 કરોડના રોકાણના નામે છેતરપિંડીમાં 7 ઝડપાયા
ખજૂરાહોની હોટલમાં જમ્યા બાદ 3 કર્મચારીના મોત, કેબિનેટ મિટિંગ વચ્ચે મોટી ઘટના
તાઉતે વાવાઝોડા બાદ ખાસ કરીને ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લાના માછીમારોને રાજય સરકારે આપેલા રાહત પેકેજ અંગે કોળી સમાજના નેતા અને રાજયકક્ષાના મંત્રી પુરૂષોત્તમ સોલંકીએ નારાજગી વ્યકત્ત કરી છે, તો બીજી તરફ આજે ગાંધીનગરમાં આ મુદ્દે કેબિનેટ બેઠકમાં ઔપચારીક ચર્ચા થવા પામી છે. જેમાં સરકારે માછીમારોને આપવામાં આવેલા 105 કરોડના રાહત પેકેજનો બચાવ કર્યો છે.
પુરૂષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, માછીમારોને થયેલા આર્થિક નુકસાન સામે આ રાહત પેકેજ ઓછું છે. ભાજપના નેતાઓને માછીમારોની કોઈ જ ચિંતા નથી. ભાજપ સરકારમાં અધૂરા પેકેજ જાહેર થાય છે. એટલુ જ નહીં માછીમારોને વ્યક્તિગત કોઈ મોટી મદદ મળી નથી. બીજી તરફ આવતીકાલે ભાવનગરમાં કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક અહીંના એક રિસોર્ટમાં યોજાનાર છે, જેમાં ચૂંટણી પેહલા કોળી સમાજને એક મંચ પર લાવીને સમાજનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરાશે.
બીજી તરફ રાજય સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલા માછીમારો માટેના 105 કરોડના રાહત પેકેજનો બચાવ કરતાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે તાઉતે વાવાઝોડા સંદર્ભે ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ઐતિહાસિક રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલું છે.
જેના ભાગરૂપે અત્યાર સુધીમાં બોટ અને બોટ જાળ જેવી સાધન સામગ્રી પેટે રૂ. ૧૦ કરોડની સહાય ચૂકવી દેવાઈ છે. પૂર્ણ નુકસાની પામેલી બોટના કિસ્સામાં કુલ ૧૧૩ માછીમારોને રૂ. ૩ કરોડની સહાય આપવામાં આવી છે. અંશત: નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ ૭૮૭ માછીમારોને રૂ. પ કરોડની સહાય મળી છે. કુલ ૯૦૦ માછીમારોને રૂપિયા ૮ કરોડની બોટ નુકશાની પેટે સહાય આપવામાં આવી છે.
માછીમારોની બોટ જાળને થયેલ નુકશાની માટે કુલ ૮૨૧ માછીમાર લાભાર્થીને કુલ રૂ. ૨ કરોડની સહાય અપાઈ છે. તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત સાગરખેડૂઓને મકાન નૂકશાન સહાય-કેશડોલ્સ-ઘરવખરી સહાયના કુલ રૂ. ૭ કરોડ ૮ લાખ ચૂકવાયા છે. સમગ્રતયા રૂ. ૧૭.પ૦ કરોડની સહાય સાગરખેડૂ-માછીમારોને રાજ્ય સરકારે ચૂકવી છે. ૭૭ ખલાસીઓને રૂ. ૧.૫૪ લાખ નિર્વાહ ભથ્થું પણ ચૂકવી દેવાયુ છે. એટલું જ નહીં આ રાહત પેકેજનો લાભ લેવામાં જો કોઈ માછીમારો વંચિત રહી ગયા હશે તો પણ તેઓને પણ પેકેજની સહાય પૂરી પડાશે.