Top News

More Posts

   The Latest

Most Popular

લખનૌ: ઉત્તર પ્રદેશ (UP)માં કોવિડ-19 (Corona)ના કપ્પા વેરિયન્ટ (kappa variant)ના બે કેસો મળી આવ્યા છે એમ આજે જારી સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં કિંગ જ્યોર્જ મેડિકલ કૉલેજ ખાતે 109 સેમ્પલ્સનું જિનોમ સિક્વન્સિંગ કરાયું હતું.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi)ની રાબેતા મુજબની સમીક્ષા બેઠક (Review meeting) બાદ જારી નિવેદનમાં જણાવાયું કે 107 સેમ્પલ્સમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta plus variant) અને બે સેમ્પલ્સમાં કપ્પા વેરિયન્ટ મળ્યો હતો. બેઉ વેરિયન્ટ્સ રાજ્ય માટે નવા નથી અને જિનોમ સિકવન્સિંગ માટેની સુવિધા વધારવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.04% છે.

કપ્પા વેરિયન્ટ વિશે પૂછાતાં વધારાના મુખ્ય સચિવ (આરોગ્ય) અમિત મોહન પ્રસાદે કહ્યું કે આ વેરિયન્ટના કેસો રાજ્યમાં અગાઉ પણ મળ્યા હતા. એના વિશે ચિંતા કરવાની જરૂર નથી અને કોરોનાવાયરસનો વેરિયન્ટ છે, એની સારવાર શક્ય છે. કયા જિલ્લાઓમાં આ વેરિયન્ટ મળ્યા એવું પૂછાતા તેમણે વિગતો આપી ન હતી અને કહ્યું કે એનાથી લોકોમાં દહેશત ફેલાશે. એક હેવાલ મુજબ ગોરખપુર જિલ્લાના બીઆરડી મેડિકલ કૉલેજમાં જૂનમાં દાખલ એક 65 વર્ષીય દર્દીના જિનોમ સિક્વન્સિંગમાં કપ્પા વેરિયન્ટ મળ્યો હતો. તેનું મોત જૂનમાં જ થઈ ગયું હતું. કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટાની સાથે કપ્પા વેરિયન્ટે પણ તબાહી મચાવી હતી. ડેલ્ટા પ્લસની જેમ કપ્પાને પણ વેરિયન્ટ ઑફ કન્સર્ન ગણાવાયો છે.

મહત્વની વાત છે કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સમીક્ષા બેઠક બાદ બહાર પાડવામાં આવેલા આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લખનૌ સ્થિત કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં છેલ્લા કેટલાક દિવસોમાં 109 નમૂનાઓની જીનોમ સિક્વન્સીંગ કરવામાં આવી હતી. તેમાંથી, કોવિડ -19 નો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ 107 નમૂનામાં જોવા મળ્યો હતો. તે જ સમયે, કપ્પા વેરિઅન્ટની પુષ્ટિ બે નમૂનામાં કરવામાં આવી હતી.  જો કે સમીક્ષા કરવામાં આવી છે કે આ વેરિયન્ટથી ચિંતાની કોઈ વાત નથી.

શું છે કપ્પા વેરિયન્ટ
તે પણ મ્યુટેશનનું પરિણામ છે અને એ વંશને 1.617 તરીકે ઓળખાય છે એના ત્રણ વર્ગોમાં એક કપ્પા છે જેનું નામ બી.1.617.1 છે. ભારતમાં ડિસેમ્બર 2020માં દેખાયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા સ્ટ્રેનને ગ્રીક આલ્ફાબેટિકલ લેબલ્સ આપ્યા છે જેમાં ભારતમાં મળેલા સ્ટ્રેનને ડેલ્ટા અને કપ્પા નામ આપેલાં છે.

To Top