National

1 જુલાઇ થી SBI ખાતાધારકો માટે આ સુવિધાઓ થઈ જશે મોંઘી, જાણો વિગત

જો તમે ભારતીય સ્ટેટ બેંક (State bank of India)માં સેલેરી એકાઉન્ટ (SBI salary account ) ધરાવો છો તો તમને અનેક ફાયદા મળે છે. SBI સેલેરી એકાઉન્ટ પર અનેક પ્રકારની ઑફર આપે છે. જેમાં ઝીરો બેલેન્સ ( zero balance) , 30 લાખ રૂપિયા સુધીનો વીમો ( insurance) , કોઈ પણ બેંકના એટીએમ ( bank atm) માં અમર્યાદિત ફ્રી લેવડદેવડ, મફત ઑનલાઇન NEFT/RTGS, ઓવરડ્રાફ્ટ સહિત અનેક સુવિધા સામેલ છે.

એક પગારદાર વ્યક્તિ પોતાના સેલેરી એકાઉન્ટ વિશે બહુ સારી રીતે જાણતો હોય છે. જોકે, કર્મચારીઓએ કઈ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલાવવું તે તેની કંપની કે પેઢી નક્કી કરતી હોય છે. જે લોકોનું સેલેરી એકાઉન્ટ ભારતીય સ્ટેટ બેંકમાં છે તેમને અનેક લાભ મળે છે. એસબીઆઈની અધિકૃત વેબસાઇટ sbi.co.in પ્રમાણે એસબીઆઈ ખાતાના લાભોમાં વીમો પણ સામેલ છે. સાથે જ પર્સનલ લોન, હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન વગેરેમાં વળતર મળે છે.

ખાતા ધારકોને નાણાકીય વર્ષમાં 10 ચેકની નકલ મળી રહે છે. હવે 10 ચેકવાળા ચેક બુક પર ચાર્જ ચૂકવવાના રહેશે. 10 ચેકએનએ પેજ માટે, બેંક 40 રૂપિયા વત્તા જીએસટી લેશે. 25 ચેક પેજ માટે, બેંક 75 રૂપિયા વત્તા જીએસટી લેશે. ઇમરજન્સી ચેક બુકના 10 પેજ માટે, 50 રૂપિયા વત્તા જીએસટી ચૂકવવો પડશે. જોકે, વરિષ્ઠ નાગરિકોને ચેકબુક પરના નવા સર્વિસ ચાર્જમાંથી મુક્તિ મળશે.

કોરોના વાયરસના ( corona virus) ચેપને કારણે એસબીઆઇએ તેના ગ્રાહકોને રાહત આપતા રોકડ ઉપાડની મર્યાદામાં વધારો કર્યો છે. ગ્રાહકો તેમના બચત ખાતામાંથી અન્ય શાખામાં જઇને ઉપાડ ફોર્મ દ્વારા 25,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે. હવે ચેક દ્વારા અન્ય શાખાઓમાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકાશે. થર્ડ પાર્ટી (જેને ચેક આપવામાં આવે છે) રોકડ ઉપાડની મર્યાદા વધારીને રૂ. 50,000 કરવામાં આવી છે.

Most Popular

To Top