Science & Technology

માઇક્રોસોફ્ટની ચેતવણી, યુઝર્સને પોતાની સિસ્ટમ અપડેટ કરવા ખાસ સૂચન

ટેક્નોલૉજી આજે દિવસે દિવસે વધી રહી છે, પરંતુ ટેક્નોલૉજી વધવાની સાથે સાથે તેના ગેરફાયદા પણ એટલા જ વધી રહ્યા છે, લોકો ટેક્નોલૉજીનો ખોટો ઉપયોગ પણ એટલા જ વધુ પ્રમાણમા કરી રહ્યા છે, MICROSOFT પોતાના યુઝર્સને કોઈ એન્ડ્રોઈડ ફોનની જેમ સતત અપડેટ મોકલતું રહે છે. જેથી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફીચર મળી શકે, તેમજ સિક્યોરિટી પણ જળવાઈ રહે છે. તેવામાં MICROSOFTએ તેના યુઝર્સને પોતાની સિસ્ટમ અપડેટ કરવા માટે ખાસ સૂચન કર્યું છે.

MICROSOFTએ પોતાની WINDOWSના યુઝર્સને સિસ્ટમ અપડેટ કરવા કહ્યું છે. આ અંગે કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અપડેટ કરવામાં વિલંબ ન કરવો. MICROSOFTએ WINDOWS યુઝર્સ માટે અરજન્ટ સિક્યોરિટી અપડેટ જાહેર કરી છે. આ અપડેટને ઈન્સ્ટોલ ન કરવામાં આવતા તમારું PC હેકિંગનો શિકાર બની શકે છે.

આ અપડેટ ઈન્સ્ટોલ કરવાથી WINDOWSમાં PRINT NIGHTMARE સિક્યોરિટી ઈશ્યુને ફિક્સ કરી શકાશે. આ ઇશ્યૂ અંગે રિસર્ચરે ગત સપ્તાહે રિપોર્ટ આપ્યો હતો. MICROSOFTએ વધુમાં કહ્યું કે સિક્યોરિટી અપડેટને 6 જુલાઈના જાહેર કરવામાં આવી હતી. આને CVE-2021-1675 અને અન્ય બીજા રિમોટ કોડ એગ્ઝીક્યુશન એક્સપ્લોઈટને WINDOWS PRINT SPOOLER સર્વિસને સુરક્ષા આપવામાં આવી છે. WINDOWS PRINT SPOOLERને જ PRINT NIGHTMARE કહેવામાં આવે છે.

ગત સપ્તાહે રિસર્ચરે જણાવ્યું હતું કે PRINT NIGHTMARE માં કેટલીક ખામી છે. આ કારણે હેકર્સ તેનો ખોટો ફાયદો ઉપાડે છે. તેઓ રિમોટ કોડ એગ્ઝીક્યુટ કરી શકે છે. આથી તેઓ કોઈ પણ પ્રોગ્રામને કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરી શકે છે. આ સિવાય તેઓ નવા એકાઉન્ટ્સ પણ એડમિન રાઈટ સાથે બનાવી શકે છે. આથી કોઈ પણ મોટા હેકિંગની ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે. આ ઈશુ સામે આવ્યા બાદ માઈક્રોસોફ્ટે આના પર ધ્યાન આપ્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે રિમોટ કોડને ત્યારે એગ્ઝીક્યુટ કરવામાં આવી શકે છે જ્યારે WINDOWS PRINT SPOOLER સાચી રીતે કામ નથી કરતું.

હેકર્સ આનો જ ફાયદો ઉપાડી શકે છે. નવા સિક્યોરિટી પેચ સાથે MICROSOFT એ આ ઈશુને ફિક્સ કર્યો છે. જો તમે પણ WINDOWS યુઝર છો તો તમે તમારા PC ને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે. કંપનીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમામ WINDOWS વર્ઝન આ સિક્યોરિટી ઈશુનો શિકાર થઈ શકે છે. આ માટે અપડેટ ઈન્સ્ટોલ કરવી જરૂરી છે.

Most Popular

To Top