કહેવાય છે કે પોલીસ સ્ટેશન અને કોર્ટના દાદરા ક્યારેય ચઢવા જોઈએ નહીં. પરંતુ મજબૂરીવશ જો આ બંને ઠેકાણે જવાનું થાય ત્યારે થતાં...
સખ્ત લોકડાઉન લાગુ કરીને એક સમયે કોરોના પર કાબુ મેળવી કોરોનામુક્ત દેશ બનનાર ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર મહામારીના કેસ વધવા માંડ્યા છે, (Corona...
બોલિવૂડના વધુ એક સેલિબ્રિટીની મુશ્કેલી વધી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ આજે મુંબઈ પોલીસે જાણીતા ગીતકાર જાવેદ...
ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર...
વ્યારા: વ્યારાના વાલોડના ખાંભલા ગામમાંથી એક દીપડી પકડાય છે. સોમવારે મળસ્કે તે મરઘા ખાવાની લાલચે આવી ત્યારે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં...
વાપી : કોરોનાકાળ દરમિયાન સંક્રમણમાં વધારો ન થાય તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા તેના કબજા હેઠળના કેટલાય ડેપોની લાંબા રૂટની તમામ...
આ દિવસોમાં શાહરુખ ખાન (Shahrukh khan)નો પુત્ર આર્યન ખાન (Aryan khan)નો ડ્રગ્સ કેસ (drug case) સાથેનો સંબંધ સતત હેડલાઇન્સમાં છે. લોકો સોશિયલ મીડિયા...
બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan’s Son Aaryan Khan )મુશ્કેલીઓ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. NCB...
નવી દિલ્હી: 1995 ની ફિલ્મ રંગીલા (Rangeela)નું ઉર્મિલા માતોંડકર (urmila matondkar)નું ગીત “તન્હા તન્હા યાહા પે જીના” યાદ છે? ઉર્મિલા માતોંડકરની એક...
વરસાદમાં ધોવાઈ ગયેલા શહેરના 62 કિલોમીટર રસ્તાનું રીપેરીંગ કામ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અહીં પણ લીપાપોતી...
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં. વકીલ...
આણંદ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ મહાઅભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય...
આણંદ : આણંદ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ધડાકાભેર ડિવાઇડર સાથે કાર અથડાઇ...
આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને ગૌરક્ષકોની જાગૃતિના પગલે બચાવી લેવામાં આવી હતી. ગૌરક્ષકોને...
વડોદરા: પીડીતા સાથે નિર્દયપૂર્વક બળાત્કાર ગુજારનાર રાજુ ભટ્ટે રિમાન્ડ દરમ્યાન ક્રાઇમબ્રાંચને ગોળગોળ જવાબ આપીને સમય વ્યતિત કર્યો હતો. તેથી વધુ તપાસર્થે આજે...
વડોદરા : વડોદર શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂમ આવાસના બ્લોક નંબર 40માં એક મકાનનો સ્લેબ તૂટી પડતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા.ધડાકા...
સુરત: ખટોદરા વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં પેરોલ ઉપર આવીને 11 વર્ષના સાળાનું અપહરણ કરી બનેવીએ સાળાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. બાળકની...
વડોદરા : શહેરમાં સમા વિસ્તરામાં પિયરમાં રહેતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે...
વડોદરા: ગુજરાત સરકારના મહેસુલ ,કાયદા અને આપત્તિ વ્યવસ્થાપનના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જીલ્લા કલેક્ટર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.મુખ્યત્વે એસડીએમ પ્રાંત...
સુરત: ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં આસીસ્ટન્ટ મેનેજરની સાથે તેના ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે 2.76 લાખની છેતરપિંડી કરી...
વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા સમયાલા ગામ ખાતેની તરાલી ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં અજગર દેખા દેતા ફરજ પર હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની...
વડોદરા: માતા પિતા અને ભાઈની ચઢામણીથી સાસરીયાઓને જાનથી મારી નાખવાની અને દહેજના ગુનામાં ફરસાવી નાણા પડાવવાની ધમકી આપતી પરીણીતાના તેના માતા-પિતા તથા...
સુરત : સુરતમાં એક એવી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશની તાસીર બદલી...
દુનિયાની બધી જ ગંદકી ફિલ્મી દુનિયામાં ભેગી થઈ છે; તો પણ આજકાલના યુવાનો બોલિવૂડના સિતારાઓ પાછળ પાગલ છે, તેનું રહસ્ય સમજાતું નથી....
શિક્ષણમાં બાળકો પર વધુ પરીક્ષાનો ભાર પડવો ન જોઇએ. શિક્ષક દર અઠવાડિયે બાળકોની પરીક્ષા લે તો પેપર કાઢવા અને તેને તપાસવામાં શિક્ષકો...
અગાઉની કોંગ્રેસ (યુ.પી.એ.) સરકારની દરેક યોજનાઓનો વિરોધ તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કરેલો, જેમાં આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર...
ભારત અને રશિયાની જુગલબંધી ૭ દાયકાથી પણ વધુ જૂની છે. ૧૩ એપ્રિલ, ૧૯૪૭ના રોજ રુસ (તે વખતનું સોવિયત સંઘ) અને ભારતે અધિકારિક...
સરકારના આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, પંચાયત, કાયદો વિ. મંત્રાલયો કે સરકારી નિગમો, બોર્ડ વિ. જ્યારે કોઈ પરિપત્ર પ્રગટ કરે છે...
રાહુલ ગાંધીને રાજકારભારનો કોઇ અનુભવ નથી અને નેતાગિરિ કોને કહેવાય એનું તેને કોઇ ભાન નથી. એવા અપરિપકવ માણસના હાથમાં 150 વર્ષ જુની...
આક્રમણ અને ઘુસણખોરીનો ભય ભારતને સતત રહે છે, એટલે સતત સખત શીઘ્ર કાર્યવાહી અને પ્રતિકાર માટે તૈયાર રહેવું જરૂરી છે. દગાબાજ દુશ્મન-દોસ્તનો...
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
કહેવાય છે કે પોલીસ સ્ટેશન અને કોર્ટના દાદરા ક્યારેય ચઢવા જોઈએ નહીં. પરંતુ મજબૂરીવશ જો આ બંને ઠેકાણે જવાનું થાય ત્યારે થતાં કડવા અનુભવો પ્રજાનો કાયદા પરથી વિશ્વાસ ડગમગાવી જાય છે. ભરૂચમાં આવી જ એક ઘટના બની છે. અહીં એક વિધવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે ફરજ પર હાજર પોલીસ ઈન્સ્પેક્ટર ગાળો ભાંડીને કેબિનની બહાર કાઢી મુકી હતી. હવે આ કેસમાં કોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટરને જ કઠેરામાં હાજર થવા હૂકમ કર્યો છે.
ભરૂચ જિલ્લાના કેટલાયે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નહી કરાતી હોવાના અનેક બનાવો સામે આવ્યા છે, પોલીસ પણ રાજકીય દબાણમાં ફરજ નિભાવતી હોવાના આક્ષેપો થયા છે. માર્ચ માસમાં એક વિધવાની ફરિયાદ લેવાના બદલે પીઆઇએ અભદ્ર ગાળોનો રૂઆબ બતાવી વિધવાને પોતાની કેબિનમાંથી કાઢી મુકવાનો કિસ્સો બન્યો હતો.પીઆઇના આ સમગ્ર વર્તનના વીડિયો સાથે કોર્ટમાં વિધવાએ ફરિયાદ કરતા કોર્ટે પીઆઇ સામે ગુનો નોંધવા હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ભરૃચના ઝાડેશ્વર પંચાયતની હદમાં રહેતી વિધવાને તેના નણદોઇ વિજય જશુભાઇ પટેલે કાર નીચે કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. તા.૯ માર્ચના રોજ વિધવા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પીઆઇને મળવા ગઇ ત્યારે પીઆઇની સાથે કેબિનમાં વિધવાનો નણદોઇ તેમજ તેના મિત્રો હાજર હતાં. વિધવાએ ફરિયાદ આપતા પીઆઇ દીપક ઉનડકટ ઉશ્કેરાઇ ગયા હતા અને વિધવાને અપશબ્દો બોલી હાથ પકડી કેબિનમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશનમાંથી તગેડી મૂકી હતી.
પીઆઇના બેહુદા વર્તનનો વીડિયો કેટલાંક લોકોએ ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે ડીવાયએસપીને પીઆઇ સામે કાર્યવાહી કરવા તા.૧૮ જૂનના રોજ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.આખરે વિધવાએ ભરૂચની કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. વિધવાએ વીડિયોના આધારે પીઆઇ સામે કાર્યવાહી કરવા દાદ માંગતા પાંચમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ નિરાલી મુનશી સમક્ષ ફરિયાદ થતા ન્યાયાધીશે સમગ્ર ફરિયાદ ક્રિમિનલ કેસ તરીકે રજિસ્ટર કરવા હુકમ કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસબેડામાં ભારે સળવળાટ મચી ગયો છે.