Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) અલથાણ વેસુ ખાતે આવેલી વેસ્ટર્ન શોપર્સ નામની બિલ્ડીંગમાં વગર નામનું સ્પા (Spa) ખટોદરા પોલીસે ઝડપી પાડી સ્પા માલીકની સામે ગુનો દાખલ કર્યો હતો. ખટોદરા પોલીસની એક ટીમને વેસુ અલથાણ ખાતે વેસ્ટર્ન શોપર્સ નામની બિલ્ડીંગમાં બીજા માળે દુકાન નંબર 202 માં એક મસાજ સ્પા ચાલું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસના માણસોએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. દરમિયાન એક વગર નામનું સ્પા ચાલું મળી આવ્યું હતું. તેમાં કેટલીક છોકરીઓ તથા સાતેક વ્યક્તિઓ અંદર બેસેલા હતા.

Woman pouring massage oil on spa client

આ તમામ કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરીને બેઠા હતા. સ્પામાં બેસેલા વ્યક્તિઓની પુછપરછ કરતા સ્પાના માલીક આનંદ અમશીદ બગલી (ઉ.વ.25, રહે.બીજા માળે ગણેશનગર આવાસ, પાંડેસરા તથા મુળ કર્ણાટક) ના હોવાનું જાણવા મળ્યું હતું. ખટોદરા પોલીસ દ્વારા સ્પા માલીકની સામે તથા પકડાયેલાઓ સામે ધી એપેડેમીક ડીસીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધારે કાર્યવાહી હાથ ધરી હતી.

To Top