Top News

More Posts

   The Latest

Most Popular

હું 24 વર્ષનો પરિણીત યુવાન છું. મારે એક બેબી છે. મારા વીર્યમાં ચોખા જેવા કણ આવે છે. શું મારામાં કોઇ રોગ છે? મારી બેબી અથવા પત્નીને કોઇ રોગ નહીં થાય ને?  આ ચિંતા મને વારે ઘડીએ સતાવે છે. કોઇ બીજા ડૉક્ટરની સલાહ પહેલાં હું તમારી સલાહ લેવા માંગું છું. જયારે પુરુષના વીર્યમાં ઘટ્ટતા વધુ હોય અથવા પ્રોસ્ટેટ ગ્રંથિમાં ઇન્ફેક્શન હોય તો આવા ચોખા જેવા દાણા વીર્યમાં દેખાતા હોય છે. આના માટે આપે વીર્યની અને લોહીની તપાસ કરાવવી પડે. જરૂર લાગે તો પ્રોસ્ટેટની સોનોગ્રાફી પણ કરાવી લેવી પડે પરંતુ આ કોઇ મોટી ચિંતાની વસ્તુ નથી. આનાથી તમારી પત્ની અને બેબીને કોઇ જ ચેપ લાગશે નહીં.

  • સ્તન નાનાં છે…

કોલેજમાં અભ્યાસ કરું છું. મારું હાલનું વજન 42 કિલો છે અને ઊંચાઇ 5 ફૂટ 2 ઇંચ છે. 2-3 વર્ષથી લાંબા માનસિક સ્ટ્રેસ અને ચિંતાના કારણે 2 થી 5 કિલો વજન ઊતરી ગયું છે. મારા એંગેજમેન્ટ થઇ ગયા છે. મારા ફિયાન્સનું કહેવું છે કે હું તેમની આગળ ખૂબ જ નાની અને નીચી લાગું છું. જે એમને પંસદ નથી. મારા ઘણા વિરોધ છતાં અમે સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. યોનિપ્રવેશથી મને થોડું લોહી નીકળ્યું હતું અને એક દિવસ સુધી દુખાવો પણ રહ્યો હતો. તો શું મારો કુમારિકા પડદો તૂટી ગયો હશે? મારા સ્તન પણ નાનાં છે જેને લીધે મારા ફિયાન્સને મજા ન આવી હોવાનું જાણાવે છે. સ્તન મોટાં કરવાનો ઉપાય બતાવશો.

સૌ પ્રથમ તો લગ્ન પહેલાં જાતીય સંબંધ રાખવો એ આગ સાથે રમવા જેવી બાબત છે. જેનાથી ભવિષ્યમાં ક્ષોભમાં મુકાવાથી માઠી અને લગ્ન તૂટી શકવાની શક્યતાઓ  રહેલી છે. જાતીય સંબંધમાં ત્રણ ‘R’ નું ખૂબ જ મહત્ત્વ રહેલ છે. સૌ પ્રથમ રાઇટ-એટલે કે તમને જાતીય આનંદ માણવાનો હક્ક છે. પરંતુ આ હક્ક સાથે બીજો ‘R’ રિસ્પોન્સિબિલિટીનો પણ સંકળાયેલ છે. આ રિસ્પોન્સિબિલિટીનો મતલબ જે કાંઇ કરો છો તેની જવાબદારી લેવાની માનસિક તૈયારી હોવી જરૂરી છે. અને છેલ્લો ‘R’ રિસ્પેક્ટનો છે. શું આ સંબંધ રાખવાથી તમે પોતાની નજરમાંથી ઉતરી તો ગયા નથી ને? શું હજી એકબીજા પ્રત્યે આદરભાવ છે? આ ત્રણ ‘R’નું મહત્ત્વ દરેક યુવક-યુવતીઓએ જાતીય સંબંધ બાંધતાં પહેલાં વિચારવું જોઇએ. કારણ કે લગ્ન પૂર્વે સેક્સ સંબંધ ક્યારેક જોખમી બની શકે છે. યુવતી પ્રેગ્નન્ટ થાય તો બેઉ પરિવાર વચ્ચે અણબનાવ થઇ શકે અથવા સામાજિક પ્રતિષ્ઠા જોખમાય. એ જ રીતે લગ્ન પૂર્વે ભાવિ પત્ની સાથે સેક્સ સંબંધ બાદ યુવકના મનમાં કદાચ શંકા પણ જાગી શકે કે આટલી સરળતાથી મને સેક્સ માટે હા કેમ પાડી? યુવતીના મનમાં  પણ ભાવિ પતિના ચારિત્ર અંગે શંકા જાગી શકે. આપે મક્કમતાથી જાતીય સંબંધની ના પાડવાની જરૂર હતી. આમ કરવાથી આપના ભાવિ પતિનો આદર ચોક્કસ વધશે. બાકી નાનાં અથવા મોટાં સ્તનના કારણે જાતીય આનંદમાં ઝાઝો ફરક પડતો નથી. આપનું વજન ખૂબ જ ઓછું છે. જો થોડું વજન વધારશો તો સ્તન પણ થોડા ભરાવદાર લાગશે. વજન વધારવા કઠોળનો ઉપયોગ દરરોજ કરવાનું રાખો. સાથે સવાર, બપોર અને સાંજ બે-બે ચમચી પ્રોટિન પાવડર લેવાનું રાખો. જે આપને સ્તનમાં ફેટનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ આમાં આપને રાતો રાત પરિણામ ના મળી શકે. ધીરજ રાખજો અને ચિંતા છોડી દો. ચિંતા કરવાથી વજન વધુ ઘટશે અને સ્તન વધુ નાનાં લાગશે. પરંતુ પરિણામ એક જ દિવસમાં જોઇતું હોય તો ઓપરેશન દ્વારા ઇમ્પ્લાન્ટ મુકાવી શકાય છે. આ ઓપરેશનમાં માત્ર ચોવીસ કલાકમાં જ રજા મળી જાય છે અને કોઇને ઓપરેશનની જાણ પણ થતી નથી. આપને જે લોહી નીકળેલ તે યોનિપટલ તૂટવાને કારણે બનેલ આ એક બારીક પતલો પડદો હોય છે, જે રમતા, કૂદતા, હસ્તમૈથુન અથવા પ્રથમ વખતના સમાગમ વખતે તૂટી જતો હોય છે અને થોડુંક બ્લિડીંગ થતું હોય છે. તે વખતે થોડો દુખાવો અનુભવાતો હોય છે. તેના વિશે હવે વિશેષ ચિંતા કરવાનું છોડી લગ્ન સુધી ભણવામાં વધારે ધ્યાન આપો.

  • થોડાક દિવસ પહેલાં ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ વગર સેક્સ માણેલ

મારી ઉંમર 18 વર્ષની છે અને મારી ફિયાન્સની ઉંમર 22 વર્ષની છે. થોડાક દિવસ પહેલાં એકાંતમાં અમે સેક્સ માણેલ. પરંતુ કોઇ જ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરેલ ન હતો. બીજા દિવસે ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળી લીધી હતી. પરંતુ હવે અમને ખબર પડી કે અમે સેક્સ માણેલ જ ન હતો. મને અને મારા ફિયાન્સને સેક્સનું બિલકુલ જ્ઞાન નથી. હવે મને ડર લાગે છે કે આ ગોળી લેવાથી ભવિષ્યમાં મને માતા બનવામાં કોઇ મુશ્કેલી તો નહીં આવે ને?

આ ગર્ભનિરોધક ગોળીઓ ઇમર્જન્સી માટેની જ છે, ચોકલેટ નથી. આ દવાથી ઘણી બધી આડઅસર પણ થઇ શકે છે. માટે તમારા ડૉક્ટરની સલાહ વગર ભવિષ્યમાં ક્યારેય ના લેતા. અત્યારે માસિક આવે તેની રાહ જોવો. એક વાર માસિક રેગ્યુલર થઇ જશે પછી ચિંતા કરવા જેવી નથી. તમે ચોક્કસ ભવિષ્યમાં માતા બની શકો છો.

સેકસના વિચારથી ઉત્તેજના આવતી નથી.. મારી ઉંમર 31 વર્ષની છે. હું 18 વર્ષનો હતો ત્યારથી હસ્તમૈથુનની આદત હતી. પણ તે આદત છેલ્લાં પાંચ વર્ષથી બંધ કરેલ છે. મારી સમસ્યા એ છે કે પહેલાં મનમાં સેક્સના વિચારથી પણ ઉત્તેજના આવી જતી હતી. પરંતુ હમણાં સેકસના વિચારથી ઉત્તેજના આવતી નથી. મારામાં કોઇ ખામી આવી ગઇ હશે? શું નપુંસક થઇ ગયેલ હોઇશ? આવતા મહિને મારા લગ્ન થવાના છે. મને બહુ જ ચિંતા થાય છે. હું શું કરું?

ઘણા બધા લોકોને ક્ષણિક ટેમ્પરરી ઉત્થાન, ઉત્તેજનાની તકલીફ જીવનમાં આવતી હોય છે. જ્યારે પુરુષને જીવનમાં આપની જેમ પહેલીવહેલી વાર ઉત્થાનની તકલીફ આવે અથવા એકાદ-બેવાર જાતીય જીવનમાં ફેઇલ થાય ત્યારે તેને મન તો દુનિયામાં તે એકલો જ નપુંસકતાનો દર્દી થઇ ગયો હોય એવું લાગે અને એટલે જ તેને ચિંતા, ગભરાટ થયા કરે. કેટલાક વધારે સેન્સીટીવ લોકો તો લગ્ન કરવાની પણ ના પાડી દેતા હોય છે. પરંતુ જો કોઇ પણ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતા, સૂતા કે કોઇ પણ અવસ્થામાં વિચારવાથી, હસ્તમૈથુન વખતે કે કોઇ બીજી અવસ્થામાં જો એક પણ વાર પૂરતું ઉત્થાન થાય તો ચિંતા કરવાનું  કોઇ જ કારણ નથી. તે એકદમ નોર્મલ છે. 

વિરાટ કોહલી પણ સળંગ ઘણી મેચોમાં ફેલ જઇ શકે છે. પરંતુ તેનો એ મતલબ નથી કે તે ભવિષ્યમાં કયારેય સેન્ચુરી નહીં કરી શકે. આવા ક્ષણિક ઉત્થાનની  તકલીફમાં  જે વ્યક્તિ શાંત ચિત્તે સાત-આઠ દિવસ ઇન્દ્રિય તરફ જોવાનું અને વિચારવાનું છોડી દે તો તે ફરીથી ઉત્તેજના અનુભવવા લાગે છે. માટે મને લાગે છે અત્યારના સ્ટેજે આપને કોઇ જ સારવારની જરૂર નથી. ચિંતા કર્યા વગર લગ્ન કરી લેજો અને પછી પણ તકલીફ રહે તો આપ યોગ્ય સેકસોલોજીસ્ટને ચોક્કસ મળી શકો છો.

યોનિમાર્ગમાં વધુ ચીકાશ રહે છે….
મારી પત્નીની ઉંમર 30 વર્ષ છે. અમારા લગ્નને છ વર્ષ થયાં છે. એક બાબો છે. ફોરપ્લે કરતી વખતે મારી પત્નીને યોનિમાર્ગમાં પુષ્કળ ચીકાશ પડતો પ્રવાહી વહે છે. આથી યોનિ ખૂબ જ ભીની થઇ જાય છે. સેક્સ કરતી વખતે વધારે ભીનાશને કારણે મને પૂરતો આનંદ આવતો નથી. તો આ બાબતે શું થઇ શકે તે જણાવશો.
સૌ પ્રથમ તો પત્નીને યોનિમાર્ગનો ચેપ તો નથી તેની તપાસ કરાવી લો કારણ કે યોનિમાર્ગના ચેપમાં પણ ફોરપ્લે દરમ્યાન સફેદ પાણીનોે વધુ પ્રમાણમાં સ્ત્રાવ થાય છે. જો બધું બરાબર હોય તો ઉપાય ખૂબ જ સરળ છે. પ્રવેશ પહેલાં અને જ્યારે તમને લાગે કે ચીકાશ વધી ગઇ છે ત્યારે પત્નીનો યોનિમાર્ગ અને આપની ઇન્દ્રિય કોટનના રૂમાલથી લૂછી નાખો તકલીફ દૂર થઇ જશે. અને પૂર્વવત આનંદ મળવા લાગશે.

To Top