Top News

More Posts

   The Latest

Most Popular

દેશમાં વધી રહેલી મોંઘવારી માટે વર્તમાન સરકારને જવાબદાર ગણાવી તેના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી સાઇકલયાત્રા કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું. સાથે જાહેર જનતાને સંદેશો આપવામાં આવ્યો હતો કે દેશના દરેક નાગરિકે આગામી સમયમાં બાઈક ગાડીઓને નેવે મૂકી સાઈકલનો ઉપયોગ કરવો પડશે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, શહેર કોંગી પ્રમુખ વિક્કી શોખી તેમજ કોંગી અગ્રણી દિનેશ અડવાણી સહિત મોટી સંખ્યાના કોંગી કાર્યકરો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.

To Top