Gujarat

ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમને કારણે છોટા ઉદેપુરમાં 2 ઈંચ વરસાદ

અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત પર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. બીજી તરફ આજે દિવસ દરમિયાન રાજયમાં 54 તાલુકાઓમાં વરસાદ થયો હતો. ખાસ કરીને છોટા ઉદેપુરમાં બે ઈંચ વરસાદ થયો હતો.

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાતમાં પણ વલસાદ થયો છે. છોટા ઉદેપુર બાદ પંચમહાલના મોરવા હડફમાં સવા ઈંચ વરસાદ થયો છે. અમેરલીના જાફરાબાદમાં સવા ઈંચ, રાજુલામાં 17 મીમી, ડીસામાં 14 મીમી, સુરતના પલસાણામાં 14 મીમી, નર્મદાના તિલકવાડામાં 14 મીમી, ધાનેરામાં 14 મીમી, ઉનામાં 14 મીમી અને ગીર ગઢડામાં 13 મીમી વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજયમાં રાજયના 70 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં 8 તાલુકાઓમાં 4થી 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો. અમરેલીના બાબરામાં 4 ઇંચ, કલ્યાણપુરમાં 3.5 ઇંચ, ધારીમાં 2.6 ઇંચ, વેરાવળમાં 2 ઇંચ, માણાવદરમાં દોઢ ઇંચ, સુત્રાપાડાંમાં સવા ઈંચ અને ખંબાતમાં સવા ઈંચ વરસાદ થયો હતો.

ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ 20.09 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 23.33 ટકા, ઉત્તર ગુજરાતમાં 17.93 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 18.98 ટકા, સૌરાષ્ટ્રમાં 21.07 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 19.58 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top