વિશ્વમાં જો ઓનલાઈનમાં સૌથી વધુ જોવાતું કોઈ કન્ટેન્ટ હોય તો તે પોર્નોગ્રાફી છે. પોર્નોગ્રાફીને કારણે અનેક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ કમાણી...
આણંદ : આણંદ જિલ્લાના વિભાજન બાદ જુદા જુદા વિભાગના વડા માટે એક પછી એક નવી બિલ્ડીંગ બની રહી છે. કલેક્ટર ઓફિસ બાદ...
નડિયાદ: કઠલાલના ઘોઘાવાડામાં રહેતાં એક શખ્સે ગામમાં જ રહેતી ૧૭ વર્ષીય કિશોરીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ નડિયાદની...
સુરત: રાજ કુંદ્રા (Raj kundra)ની એપ્લિકેશન hotshot પર તનવીર (Tanveer) દ્વારા ડિરેક્ટ (Direct) કરાયેલી ઈન્ટરકોર્સ (Intercourse) નામની મુવી રિલીઝ (Movie release) થઈ...
ડાકોર: ડાકોર નગરના રહેણાંક વિસ્તારમાં આવેલ એક મકાનમાં અનઅધિકૃત રીતે ધમધમતી હોસ્પિટલને પગલે સોસાયટીના રસ્તા પર થતો ટ્રાફિક, ગંદકી તેમજ ઘોંઘાટથી સ્થાનિકો...
આણંદ : બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે રાજ્યપાલ પોતાના રોકાણ દરમિયાન મુખ્ય મંદિર એવં કુંડલેશ્વર મંદિરનાંદર્શન સાથે દરબારગઢ, ગૌશાળા,...
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શુક્રવારે વહેલી સવારે સુરસાગર તળાવ પાસે તથા વોર્ડ નં-7ના સમા ઐયપ્પા ગ્રાઉન્ડ પાસેના મંદિરનું સ્ટ્રક્ચર તથા મંદિરની...
વડોદરા : મહાનગરપાલિકાએ વનીકરણ માટે આપેલા 46 પ્લોટ પરત લેવાની જાહેરાત મેયરના હુકમથી ૨૪ કલાકમાં ધારાસભ્ય ના ભલામણ આપવામાં આવનાર પ્લોટ ન્યુ...
વડોદરા: પારુલ યુનિવર્સીટીના ફિઝીયોથેરાપી વિભાગની ભૂતપૂર્વ શિક્ષિકાએ યુનિવર્સીટીના નાયબ કુલસચિવ વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે અન્ય શિક્ષક વિરુદ્ધ નોંધાવેલ બળાત્કારનો ગુનો દબાવી દેવાના...
ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team) ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં વિજય સાથે શરૂઆત (Starting with Victory) કરી હતી. મેચ જીતવામાં હરમનપ્રીત...
વડોદરા: શહેર ના કમાટીબાગના બપોરના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો...
વડોદરા: કોવિડની ત્રીજી લહેર અંગે જાણીતા તબીબ અને કોવિડ માટે નિમાયેલા પૂર્વ નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે...
વડોદરા:મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યા દર્દીઓને સતાવી રહી છે.અહીં આવેલ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ સમયાંતરે પડતી તકલીફોને...
ચોમાસા (Monsoon)ના વરસાદ (rain)ને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)ની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં, વરસાદને લગતી વિવિધ ઘટનાઓમાં 136 લોકોએ જીવ ગુમાવ્યો...
રાજ્યમાં દિવસે દિવસે શિક્ષણ કથળતું જાય છે. રાજ્યની ૩૦૬૮૧ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવના પરિણામો ચિંતાજનક આવ્યા છે. શિક્ષણ વિભાગના સર્વેમાં સરેરાશ પરિણામ ૫૭.૮૪...
તાજેતરમાં જ બહાર આવેલા પેગાસુસ જાસુસી કાંડની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા કરાવો એટલું જ નહીં સમગ્ર જાસુસી કાંડના મામલે જવાબદારી સ્વીકારીને...
રાજ્યની 156 જેટલી નગરપાલિકાઓની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવા શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની મહત્વની બેઠક સીએમ...
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા માત્ર 36 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા સૌથી વધુ 8 અને સુરત મનપામાં 5...
સુરત: (Surat) વેસુમાં રહેતા કાપડના વેપારીએ તેના કર્મચારીનો પગાર (Salary) વધાર્યો ન હતો, આ ઉપરાંત કર્મચારીના મિત્રના અવસાન સમયે પણ તેને મદદ...
ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં આખરે પી.આઇ. એ.આર. વાળાને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા...
અમદાવાદ: કોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) થયેલી સુઓમોટો અરજીમાં ગુજરાત હાઇકોર્ટ મહત્વનો આદેશ કરતાં કહ્યું હતું કે રિયલ ટાઇમ ડેટા...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પણ હવે ચોમાસું જામ્યું છે ત્યારે હથનુર ડેમમાં (Hathnur Dam) પાણીની આવકને પગલે પાણી છોડવાનું (Water...
ભરૂચ: (Bharuch) ઔધોગિક તળાવ માટે વહીવટીતંત્રએ રહિયાદ ગામે મધરાત્રે રોજગારીના (Employment) મુદ્દે લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ ઉધોગો (industries) માટે પ્રોસેસ વોટર ચાલુ...
જે પ્રસંગની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે ઓલિમ્પિક-2021નું (Olympic) આખરે જાપાનની રાજધાની ટોક્યોમાં ઉદઘાટન (Opening Ceremony) કરવામાં આવ્યું હતું. ભવ્ય...
મુંબઈ: (Mumbai) પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની (Industriealist Raj Kundra) પોલીસ કસ્ટડીમાં વધારો કર્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ...
સુરત: (Surat) સુરત પોલીસ વિભાગના (Police Department) ડી-સ્ટાફમાં (D Staff) છેલ્લા કેટલાક સમયથી બદલીઓની વાત કરવામાં આવી હતી. તેમાં એવું કહેવાય છે...
રાજ કુંદ્રા (raj kundra)ને સોમવારે મોડી રાત્રે મુંબઇ ક્રાઇમ બ્રાંચે (Mumbai crime branch) અશ્લીલ ફિલ્મ (Porn film) બનાવવા અને તેની એપ પર...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ધીમી ધારનો સાર્વત્રિક વરસાદ (Rain) યથાવત રહેતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. રાજ્યનાં છેવાડે...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણીના (CM Rupani) નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાયેલા 49 લોકોનાં મોત નીપજ્યાં છે. મહાડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બીજી તરફ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વિશ્વમાં જો ઓનલાઈનમાં સૌથી વધુ જોવાતું કોઈ કન્ટેન્ટ હોય તો તે પોર્નોગ્રાફી છે. પોર્નોગ્રાફીને કારણે અનેક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ કમાણી થાય છે. અત્યાર સુધી આ દૂષણ વિદેશોમાં જ હતું. મતલબ કે પોર્નોગ્રાફી જોવાતી આખા વિશ્વમાં હતી પરંતુ તેનું શુટિંગ મોટાભાગે વિદેશોમાં જ થતું હતું પરંતુ જે રીતે આ ધંધામાં કરોડોની કમાણી હતી તે જોતાં વહેલા મોડું તે ભારતમાં આવવાની વકી હતી જ. ભારત પ્રમાણમાં રૂઢિચુસ્તોનો દેશ છે.

જેને કારણે પોર્નોગ્રાફીનો એટલો વાવર ભારતમાં જોવા મળતો નહોતો પરંતુ છેલ્લા કેટલાક સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના વાયરા ભારતમાં પણ વાયા હતાં અને પોર્નોગ્રાફીના કેસ થવા લાગ્યાં હતાં. ભારતમાં છાને ઠેકાણે પોર્નોગ્રાફી માટે શુટિંગો થતાં હતાં પરંતુ ઓર્ગેનાઈઝ્ડ રીતે પોર્નોગ્રાફીના શુટિંગ થાય અને તેને વેબસાઈટ કે મોબાઈલ એપ પર મુકવામાં આવે તેવા કેસ જોવા મળતા નહોતા. થોડા સમય પહેલા સુરતમાંથી પોર્નોગ્રાફીના કેસમાં તન્વીરની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસ તન્વીરને પકડી ગઈ હતી. તન્વીરના કેસની જે વિગતો બહાર આવી તેના પરથી એવી ખબર પડવા માંડી હતી કે ભારતમાં પણ ઓર્ગેનાઈઝ્ડ રીતે પોર્નોગ્રાફીનું શુટિંગ અને તેને વિદેશોમાં વેચવા માટેની ગેરકાયદે પ્રવૃત્તિ ધીરેધીરે ફુલીફાલી રહી છે. અને જ્યારે રાજ કુન્દ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફીમાં ધરપકડ કરી ત્યારે આ વાત ચોક્કસ થઈ જવા પામી હતી.
પોર્નોગ્રાફી લોકોને ગલગલીયા કરાવતી હોવાને કારણે તેનો વ્યાપ ઘટવાની કોઈ જ શક્યતા નથી. અનેક દેશોમાં તેને કાયદેસરની માન્યતા પણ આપી દેવામાં આવી છે. હાલમાં કેટલીક ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી વેબસિરીઝને પણ હાફ પોર્નો જેવી જ ગણી શકાય તેમ છે. લોકોને આવું ગમતું હોવાને કારણે હવે સાફસુથરી ફિલ્મનો બાજુ પર મુકાઈ રહી છે અને આવી વેબસિરીઝનો વ્યાપ વધી રહ્યો છે. રાજ કુન્દ્રા દ્વારા મેનેજ્ડ રીતે આખો ધંધો કરવામાં આવતો હોવાનું મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે શોધી કાઢ્યું છે અને જે રીતે તેની વધુને વધુ વિગતો બહાર આવી રહી છે તેમાં અનેક નવા ફણગા પણ ફૂટી રહ્યાં છે.
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના ધંધાથી રોજના સાતથી આઠ લાખ રૂપિયા કમાતો હતો. રાજ કુન્દ્રાને જ્યારે કપિલ શર્મા દ્વારા તેના શોમાં પુછવામાં આવ્યું કે તે કશું કામ કરતો નહીં હોવા છતાં પણ કેવી રીતે કમાઈ છે? તે સમયે રાજ કુન્દ્રા દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો પરંતુ હવે મુંબઈ પોલીસની તપાસે તે શોધી કાઢ્યું છે. હાલમાં રાજ કુન્દ્રાના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે આ એક સ્કેમ પકડાયું છે તેવી રીતે ભારતમાં અનેક લોકો આવો પોર્નોગ્રાફીનો ધંધો કરતાં હશે. પોર્નોગ્રાફીને કારણે ગુનાખોરીમાં મોટો ઉછાળો પણ જોવા મળી રહ્યો છે.
બળાત્કાર અને છેડતીના કેસ વ્યાપક રીતે વધી રહ્યાં છે. દેશમાં રોજ સેંકડો બળાત્કાર થાય છે અને તેની પાછળ મોટાભાગે પોર્નોગ્રાફી જવાબદાર હોય છે. વિદેશમાં પોર્નોગ્રાફી હોવા છતાં પણ ભારત જેટલા બળાત્કારના કેસ જોવા મળતાં નથી અને તેને કારણે જ ભારતે વધારે ચેતવાની જરૂરીયાત છે. ભારત સરકારે હવે આ મામલે ગંભીર થવાની જરૂરીયાત છે. જે રીતે વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં પોર્નોગ્રાફીના નામે ગંદકી પીરસવામાં આવી રહી છે તેને સરકારે અટકાવવી જરૂરી છે અને જો નહીં અટકાવી શકે તો તેને નિયંત્રિત કરવાની તાતી જરૂરીયાત છે. રાજ કુન્દ્રાનો કેસ એક દાખલો છે પરંતુ તેના જેવા અનેક છે. ભારત સરકાર વેળાસર નહીં જાગે તો પોર્નોગ્રાફીનો ધંધો અનેકની જિંદગી બગાડશે તે નક્કી છે.