National

રાજ કુન્દ્રાના ઘરે ક્રાઈમ બ્રાન્ચનાં દરોડા, કુંદ્રા ધરપકડની વિરૂદ્ધ મુંબઈ હાઈકોર્ટ પહોંચ્યો

મુંબઈ: (Mumbai) પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની (Industriealist Raj Kundra) પોલીસ કસ્ટડીમાં વધારો કર્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દરોડા (Raids) માટે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી છે. દરમિયાન રાજ કુંદ્રા તેની ધરપકડની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો છે. રાજ કુન્દ્રાને (Raj Kundra) લઇ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) ટીમ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) જુહૂ સ્થિત ઘર પર દરોડા પાડવા પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન મુંબઇ પોલીસ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને રૂબરૂ બેસાડીને પૂછપરછ પણ કરી શકે છે.

અગાઉ રાજની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ભૂતકાળમાં થયેલા દરોડામાં ક્રાઈમ બ્રાંચને પોર્ન વીડિયોના ધંધા સાથે જોડાયેલા ઘણા પુરાવા મળ્યા હતા. ટીમે રાજના ઘર અને ઓફિસના સર્વરો કબજે કર્યા હતા. આ સાથે તેની ભાભી પ્રદીપ બક્ષી સામે લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે આ મામલે હજુ સુધી શિલ્પા શેટ્ટીની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. જણાવી દઈએ કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં 19 જુલાઈની રાત્રે રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

23 જુલાઇ શુક્રવારે રાજનો પોલીસ રિમાન્ડ સમાપ્ત થઈ રહ્યો હતો. પોલીસે પૂછપરછ માટે વધુ સાત દિવસની કસ્ટડી માંગી હતી. જેના પર કોર્ટે પોલીસ રિમાન્ડ 27 જુલાઇ સુધી વધાર્યા હતા. કુંદ્રાની સાથે રાયન થર્પનો પોલીસ કસ્ટડી પણ વધારવામાં આવ્યો છે. મુંબઈ પોલીસને શંકા છે કે રાજે અશ્લીલ ફિલ્મોની કમાણી દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ઓનલાઇન સટ્ટા માટે કર્યો હતો. આથી રાજ કુંદ્રાના યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ઓફ આફ્રિકાના ખાતા વચ્ચેના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવાની જરૂર છે.

રાજ તપાસમાં સહકાર આપી રહ્યો નથી
ક્રાઈમ બ્રાંચનો આરોપ છે કે રાજ કુંદ્રા તપાસમાં સહકાર આપી રહ્યો નથી. તે પોલીસના પ્રશ્નોના યોગ્ય જવાબ આપી રહ્યો નથી. કોર્ટમાં હાજર થયા બાદ રાજ કુંદ્રાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે ઘણા દિવસો પહેલા પ્રદીપ બક્ષીને હોટશોટ એપ વેચી હતી. જણાવી દઈએ કે પ્રદીપ રાજનો સંબંધી છે. ફેબ્રુઆરી 2021 માં સામે આવેલા આ કેસમાં રાજ કુન્દ્રા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુંબઇ પોલીસે કોર્ટમાંથી રાજ કુન્દ્રાને વધુ સાત દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવા માંગ કરી હતી.

Most Popular

To Top