Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : ગુજરાતમાં પેટ્રોલ પંપની સામે શનિવારે સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓ એ રાજ્યવ્યાપી દરોડા પાડયા હતા.જેમા વેટ નંબર રદ થયા પછી પણ પેટ્રોલપંપના માલિકોએ વેચાણ ચાલુ રાખ્યું હોવાનું ધ્યાને આવતા  એસજીએસટીના અધિકારીઓ એ આ દરોડા પાડયા હતા.જેમા રાજ્યના 104 પેટ્રોલ પંપ ઉપર કરવામાં આવેલી કાર્યવાહીમાં અંદાજે 400 કરોડના વેચાણો વેટ રજીસ્ટ્રેશન વિના થયેલ હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતમાં એસજીએસટી દ્વારા જુદાજુદા 104 પેટ્રોલપંપ પર રાજ્ય વ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદમાં 6 પેટ્રોલ પંપ ઉપર ,આણંદમાં 4 , બનાસકાંઠામાં 4 ,ગોધરા 4, ખેડા 7 , પોરબંદર 5,  રાજકોટ 15, જામનગર 9 , સુરત 8 ,વડોદરા 9 ,વલસાડ 4 અને અન્ય પેટ્રોલ પંપ 29 મળીને કુલ 104 પેટ્રોલ પંપ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં વડોદરામાં પાદરા સહિત નવ પેટ્રોલપંપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.

જેમાં રણોલી-મિનલ સર્વિસ સ્ટેશન ,મોટેશ્વર-દુમાડ, માહી પેટ્રોલિયમ-વડોદરા , એફ પટેલ એન્ડ કંપની-પાદરા , શ્રી હરીસિદ્ધી પેટ્રોલિયમ-કડાણા , નંદી પેટ્રોલિયમ- વડોદરા,પારસ પેટ્રોલિયમ- સંતરામપુર, શ્રી ટ્રાન્સપોર્ટ-વડોદરા, આશ્રય પેટ્રોલિયમ-સાવલીનો સમાવેશ થાય છે.જીએસટી વિભાગે વડોદરાના નામાંકિત ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રણોલી સ્થિત મિનલ સર્વિસ સ્ટેશનના જુના ટેક્સના બાકી નિકળતા રૂ.3.50 લાખની રિકવર કર્યા હતા.રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા ટેક્સ ભરવામાં આખ આડા કાન કરતાં 104 જેટલાં પેટ્રોલ પંપો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.

અમદાવાદ સ્ટેટ જીએસટી દ્વારા જારી કરેલી યાદી પ્રમાણે જુદી જુદી પેટ્રોલીયમ કંપનીઓ તેમના વિતરક પેટ્રોલપંપોને માલનું પેટ્રોલ – ડિઝલ  વેચાણ કરતા હોય છે.પેટ્રોલ ડિઝલ ઉપર વેટ લેવા પાત્ર થાય છે. પેટ્રોલ પંપોએ ગુજરાત વેટ અધિનિયમ અન્વયે રજીસ્ટ્રેશન મેળવવું પડે.વેટ રજીસ્ટ્રેશન ધરાવતાં વેપારીઓને નિયમોને આધિન વેરાપાત્ર માલની ખરીદી અંગે ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મળવાપાત્ર હોય છે.આમ જો કોઈ પેટ્રોલ પંપ વેટ અન્વયેનું રજીસ્ટ્રેશન ધરાવતા ન હોય તો તેને ખરીદી અંગે કોઇ વેરા શાખ મળવાપાત્ર થાય નહીં.

વિભાગ દ્વારા સિસ્ટમ એનાલિસિસ દરમ્યાન જણાઇ આવેલ કે રાજ્યના સંખ્યાબંધ પેટ્રોલ પંપોને પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા વેચાણ કર્યું હોવા છતાં આવા પેટ્રોલ પંપોના નોંધણી નંબર રદ થયેલ હતાં અથવા તેઓ દ્વારા નિયમ મુજબ ભરવાપાત્ર વેરો ભર્યા વિના પેટ્રોલ – ડિઝલનું વેચાણ થતુ હોવાનું ધ્યાને આવ્યું હતું.જેથી રાજ્યભરના 104 પેટ્રોલ પંપો ઉપર સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે તપાસમાં ઘણા પેટ્રોલ પંપ વેટનું રજિસ્ટ્રેશન રદ થયેલ હોવા છતાં કાર્યરત હોવાનું માલુમ પડ્યું હતું.

To Top