મૂળ હિસાર (Hisaar)ની અને તાજેતરમાં સુરત (Surat)માં રહેતી ફિલ્મની સ્ક્રિપ્ટ (script writer), વાર્તા અને ગીત લેખિકા પ્રિયંકા શર્મા (Priyanka sharma)એ ફિલ્મ અભિનેતા...
નવી દિલ્હી : કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban’s)નો કબજો થયાના બે દિવસ પછી ભારતે (India) એક આકરી અને જટિલ કવાયત હેઠળ અફઘાનીસ્તાન...
સુરત: વેસુ (Vesu)ની કીમતી જમીન વેચવા કારસો (Land scam) ઘડનારાઓને ખુદ જમીન માલિકે ખરીદીના બહાને મીટિંગ (meeting)માં બોલાવી છટકું (trap) ગોઠવી ઉમરા...
સુરત : મહિધરપુરા પોલીસે જીઆઇએ સર્ટિફિકેટ (GIA Certificate)થી હીરાના કૌભાંડ (Diamond scam)માં એક વેપારી (Merchant)ને પકડી પાડ્યો છે. આ વેપારીની પૂછપરછમાં વેપારીની...
સુરત: સુરત એરપોર્ટનો વર્તમાન રન-વે (Surat airport runway) 2905 મીટરથી લંબાવી 3810 મીટરનો કરવા અને તેને સમાંતર બીજો રન-વે બનાવવા 2035ના ડેવલપમેન્ટ...
મુંબઈ હાઈકોર્ટે (Mumbai high court) બુધવારે મુંબઈ સાઈબર પોલીસ (Cyber crime police) દ્વારા 2020 માં નોંધાયેલા કેસમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj kundra)ને...
સુરત : સુરત (surat) જિલ્લા વકીલ મંડળ (Surat vakil mandal)ની ચૂંટણી (election)ના હવે શ્રીગણેશ થઇ ગયા છે. બે વર્ષથી બાવળા બનતા વકીલોના...
સુરત: સામાન્ય લોકોને હેરાન કરવામાં બદનામ થયેલી અઠવા પોલીસ (Athwalines police)નું નવું કારનામું બહાર આવ્યું છે. તેમાં ડી-સ્ટાફ (D staff)ની મહિલા કોન્સ્ટેબલે...
ગુજરાતી બિઝનેસમેન જેટલો સમય મંદીની વાતો કરવામાં વેડફે છે એના ખાલી 5% જો પોતાની કંપનીની સિસ્ટમ અને પોલિસીને ઈમ્પ્રુવ કરવા માટે ફાળવે...
સાડા ત્રણ અક્ષરનો એક જાદુઈ શબ્દ છે. આ શબ્દ છે ‘પુસ્તક’.. એ પારસમણિ જેવો છે. આના સ્પર્શ માત્રથી તમને અવનવી અનુભૂતિ થાય....
થોડા વખત અગાઉ, ગુજરાત સરહદને અડતા મહારાષ્ટ્રના તલાસરી પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર નપાવટ અને નીચ પોલીસના જવાનોએ બે ગુજરાતી શરણાગત સાધુઓને હાથ...
બોગસ પેઢીઓના બોગસ બીલો-બોગસ ટ્રાન્ઝેક્શનો મારફત ચાલતી-ચલાવાતી કરોડો રૂપિયાની GSTની કરચોરી, છેતરપિંડી કરનાર ઉસ્તાદોને છેતરપિંડીના નાણાં મંગાવવા બેંક એકાઉન્ટ ગુાખારોને વાપરવા આપવાનો...
અખબારી અહેવાલ તથા ટી.વી.ના દાર્શનિક પુરાવા મુજબ સંસદમાં સંસદ સભ્યો દ્વારા ભારે ધમાલ મચાવવામાં આવી, એક સાંસદ તો ટેબલ પર ચઢીને હંગામો...
રેલવે તંત્રે સુરત રેલવે સ્ટેશનની શોભામાં વધારો કરવા માટે 60 ટન વજનનું અને 700 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું ડીઝલ એન્જિન કે જે...
‘મેળો’ શબ્દ બોલતાની સાથે જ નજર સમક્ષ જનમેદની તરવરે છે. ગુજરાત એના ભાતીગળ મેળા વડે પ્રખ્યાત છે, જેવા કે ભવનાથનો મેળો, તરણેતરનો...
આનંદોત્સવ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, વૈભવ, પૈસા મર્યાદિત અવધિ માટે જ હોય છે. તેનો વધુ પડતો દેખાડો હાનિકારક બની શકે. અવધિ પૂરી...
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, સાથે ઉત્તમ બંધારણ છે. બંધારણમાં દેશના નાગરિકોને અનોખી વાણી સ્વતંત્રતા મળી છે. કેટલાય લોકો સ્વતંત્રતાનો...
એક દિવસ એક યુવાન એક મહાત્મા પાસે આવ્યો અને મ્હાત્માજીને પ્રણામ કરીને તેણે કહ્યું, ‘મહાત્માજી, તમારી પાસે ઉપદેશ માંગવા આવ્યો છું.જીવનને વધુ...
1947માં ભારતના ભાગલા પડવાને કારણે ભારતીયોએ જે પીડા ભોગવવી પડી તેનો સ્વીકાર કરવા માટે દર વર્ષે તા. 14મી ઓગસ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોને હેરાન કરી ગઈ તેવી જ રીતે હવે રાજકારણીઓને પણ મુશ્કેલીમાં મુકી રહી છે. નેતાઓએ લોકોને જવાબ...
નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં સેવક પરિવારની એક મહિલાએ બબાલ કરી શ્રીજીના હિંડોળાને ઝુલાવવા માટે પહોંચી જતાં ભારે વિવાદ સર્જાયો હતો....
આણંદ : ઉમરેઠ તાલુકાના અહીમા ગામે દસેક દિવસ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડાના મામલે બન્ને પરિવારના સભ્યો સામસામે આવી ગયાં હતાં અને...
સંતરામપુર: સંતરામપુર નગરમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા વજાભાઈ ખેતાભાઈના મકાનના તાળા તોડી નાખી તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશીને લોખંડની તિજોરી, લોકર,...
લુણાવાડા : વિશ્વ વ્યાપી કોરોના મહામારીને રાજયમાં કાબૂમાં લેવામાં રાજય સરકાર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ માટે રાજય...
શહેરા: શહેરા તાલુકાના લાભી ગામે ૫૦ વર્ષીય સાસુએ વહુના ત્રાસ થી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ મથક ખાતે...
ગોધરા: મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલૂ છુ તેમ કહીને અજાણ્યા ઇસમે ફોન કરીને વોટસએપ ઉપર...
દાહોદ: લાંબા વિરામ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા છે. માત્ર એક કલાકના ધોધમાર...
કાલોલ: કાલોલ શહેર ના પ્રવેશદ્વારે આવેલ એક કીમતી જમીન પૈકીની એક ખુલ્લી જગ્યાને મૂળ માલિકના વારસદારો ને પધરાવી દેવા માટે વહીવટી સત્તાધીશોના...
સુખસર, દાહોદ: દાહોદ જિલ્લામાં વધતા જતા મહિલા અત્યાચારના બનાવો ઉપર રોક લગાવવા સરકાર દ્વારા વિવિધ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે અને...
વડોદરા : વિઝા તેમજ નોકરી અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ભાજપાના કહેવાતા ભેજાબાજ કાર્યકર ચિંતન ઉર્ફ ચેતન પટેલના 3...
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
મૂળ હિસાર (Hisaar)ની અને તાજેતરમાં સુરત (Surat)માં રહેતી ફિલ્મની સ્ક્રિપ્ટ (script writer), વાર્તા અને ગીત લેખિકા પ્રિયંકા શર્મા (Priyanka sharma)એ ફિલ્મ અભિનેતા રણદીપ હુડા (randeep hooda) પર કરોડો રૂપિયાની સ્ક્રિપ્ટો અને ગીતો પડાવી લીધા હોવાનો આરોપ લગાવ્યો છે.
પ્રિયંકા શર્માએ તેના વકીલ રજત કલસન મારફતે અભિનેતા રણદીપ હુડ્ડાને પંદર દિવસમાં તેની સ્ક્રિપ્ટ અને ગીતો (story and song) પરત કરવા અને 10 કરોડનું વળતર ચૂકવવા કાનૂની નોટિસ (Legal notice) મોકલી છે. પ્રિયંકા શર્માના એડવોકેટ રજત કલસને જણાવ્યું કે પ્રિયંકા શર્મા મૂળ હરિયાણાના હિસાર જિલ્લાની છે અને હાલમાં સુરતમાં રહે છે. તે ફિલ્મો માટે સ્ક્રિપ્ટો, વાર્તાઓ અને ગીતો લખે છે. તે બોલીવુડની ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટર્સ એસોસિએશનની સભ્ય પણ છે.

પ્રિયંકા શર્માએ તેના વકીલ મારફતે અભિનેતા રણદીપ હુડાને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે તેણે સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાનો સંપર્ક કર્યો હતો અને પોતાના વિશે જણાવ્યું હતું. આના પર હુડાએ પ્રિયંકા શર્માને કહ્યું કે તમે હરિયાણાના છો, તમે તો ઘરના જ છો અને અમારી બન્નેની વાત એક જ કહેવાય, અમે ટૂંક સમયમાં પ્રોડક્શન હાઉસ સ્થાપવા જઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં તમારી સ્ક્રિપ્ટ પર કામ કરીશું, તમે મને તે બધી સ્ક્રિપ્ટ મોકલો. આ પછી, પ્રિયંકા શર્માના ઈ-મેલ અને વોટ્સએપ પર રણદીપ હુડ્ડા અને તેના પરિવારના સભ્યો આશા હુડા, મનદીપ હુડ્ડા, ડો.અંજલી હુડા, મનીષ અને રણદીપ હુડાના મેનેજર પંચાલી ચૌધરી અને રણદીપ હુડાના મેક-અપ આર્ટિસ્ટ રેણુકા પિલ્લઈ સાથે સતત વાતચીત થઈ હતી.

પ્રિયંકા શર્માએ અભિનેતા રણદીપ હુડાના મેક-અપ આર્ટિસ્ટ રેણુકા પિલ્લાઇને લગભગ 1200 ગીતો અને 50 વાર્તાઓ ઇમેઇલ દ્વારા મોકલી હતી. તેણે સોશિયલ મીડિયા અને ઇમેઇલ દ્વારા તેમની સાથે વાતચીત કરવાનું ચાલુ રાખ્યું અને પ્રિયંકા શર્માને ખાતરી આપી કે તેની વાર્તા પર ટૂંક સમયમાં કામ કરવામાં આવશે, પરંતુ લાંબા સમય પછી પણ, તેની વાર્તાઓ કે તેના ગીતો શરૂ થયા નથી. વાર્તા, સ્ક્રિપ્ટ અને ગીતો પણ પ્રિયંકા શર્માને પાછા મોકલવામાં આવ્યા ન હતા.
કલસને કહ્યું કે જ્યારે પ્રિયંકા શર્માએ આ સ્ક્રિપ્ટ અને ગીતો પરત લાવવા માટે વારંવાર સંપર્ક કર્યો ત્યારે રણદીપ હુડ્ડા અને તેની ટીમ તરફથી જવાબ આવ્યો કે તમે જાટ સાથે કેમ લડી રહ્યા છો, રણદીપ હવે હોલીવુડ કલાકાર બની ગયો છે. કલસને કહ્યું કે તેના ક્લાયન્ટ કહે છે કે તેની છેલ્લા 15 વર્ષની મહેનત પર અભિનેતા રણદીપ હુડા અને તેની ટીમનો કબજો છે જે આજે કરોડો રૂપિયાની છે. તેને ડર છે કે ભવિષ્યમાં તેની સ્ક્રિપ્ટનો દુરુપયોગ થઈ શકે છે. પ્રિયંકા શર્માએ તેની નોટિસમાં કહ્યું છે કે જો આ કરવામાં નહીં આવે તો તે રણદીપ હુડા સામે ફોજદારી કાર્યવાહી કરશે અને તેને સિવિલ કોર્ટમાં પણ ખેંચશે.
પ્રિયંકા શર્માએ તેના વકીલ રજત કલસન મારફતે રણદીપ હુડ્ડા અને તેની માતા આશા હુડા, મનદીપ હુડા, ડો.અંજલી હુડા, મનીષ, રણદીપ હુડ્ડાની મેનેજર પંચાલી ચક્રવર્તી અને મેક-અપ આર્ટિસ્ટ રેણુકા પિલ્લઈને નોટિસ મોકલીને તેમના બધાને પરત મોકલવાની માંગ કરી હતી.