સુરત : અઠવા પોલીસે (Athwa police) સોમવારે મોડી રાત્રે નાનપુરાના મટન માર્કેટ (Nanpura motton market) વિસ્તારની કરિયાણાની દુકાનમાંથી રૂા. 33 હજારના દારૂ...
સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં ચિકલીગર યુવકની થયેલી હત્યા (Murder)માં સૂર્યા મરાઠી (Surya marathi)ના હત્યારા રાહુલ એપાર્ટમેન્ટ (Rahul apartment)ને વોન્ટેડ (wanted) જાહેર...
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan rane)ને મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police)કસ્ટડીમાં લીધા છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM thakrey) વિશે વિવાદાસ્પદ નિવેદન (comment)...
યુક્રેન (Ukraine)નું એક વિમાન (Plane) જે તેના નાગરિકો (citizen)ને બચાવવા (rescue) માટે અફઘાનિસ્તાન (Afghanistan) પહોંચ્યું હતું તેનું અપહરણ (hijack) કરવામાં આવ્યું હતું. આ...
ખેરગામ નગરથી 3 કિમીના અંતર અને ઔરંગા નદીના કિનારે આવેલું નારણપોર ગામ ધીમે પગલે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. આ ગામ...
દાહોદ: કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી...
દાહોદ: ફતેપુરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. અને કેટલાક વિસ્તાર માં વરસાદી પાણીનો નિકાલ ન...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગતરોજ ફરીવાર બનેલા ચોરીના પ્રયાસમાં...
ગોધરા: ગોધરાના પંચામૃત ડેરી પાસે પસાર થતાં હાઇવે માર્ગ પર અચાનક કારમાં આગ લાગતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા હતા. કારમાં...
આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી...
વડોદરા: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશમાં ફરજિયાત કરાયેલ હોલમાર્કિંગ પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જ્વેલરી બજારો બંધ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસીપલ કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી જેમાં ગ્રીન બેલ્ટ કૌંભાંડમાં ધારાસભ્યોનું વલણ...
વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીગલ્લા સહિતના દબાણો દૂર કરી તથા...
વડોદરા : આગામી ગણેશોત્સવમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની પરવાનગીની માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી...
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી, કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા યાર્ડથી આદર્શ નગર દિલ્હી...
ભારતના રાજકારણમાં જાતિનું પરિબળ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, પણ ચૂંટણીના સમયે રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે...
સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા...
ગુજરાતમિત્રના ‘ચર્ચાપત્ર’ વિભાગમાં લખાતાં ચર્ચાપત્રો જુદાં જુદાં હેતુથી લખાય છે. કેટલાંક પ્રસિદ્ધિ માટે લખે, કેટલાંક સમય પસાર કરવા માટે લખે, કેટલાંક લેખન...
એક સમય હતો જ્યારે ભારત દેશમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સૂરજ મધ્યાહને તપતો હતો અને એન્જિનિયરિંગની માન્યતાપ્રાપ્ત વિવિધ સંસ્થાઓની બેઠકો 38.52 લાખની ટોચ પર...
૨૦૨૮ માં અમેરિકાના લોસ એન્જેલસમાં ઓલિમ્પિકસ રમાશે. આઇસીસી ઇચ્છે છે કે ઓલિમ્પિકસમાં ક્રિકેટને પણ ૨૦૨૮ થી દાખલ કરવી જોઇએ. પણ ઓલિમ્પિકસ રમતોમાં,...
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે આ કોણ આવીને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી. શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી...
ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર બીઆઇઅસનો નિયમ ફરજિયાત કરવામાં આવતાં જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિયમના કારણે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક ઘરેણા...
શહેરમાં વધતાં પ્રદૂષણની સામે નિંદ્રાધીન જીપીસીબીએ મૌન ધારણ કરી રાખ્યું છે. જીપીસીબીની લાપરવાહીને લીધે પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક મિલ સંચાલકો વધુ બેફામ બન્યાં...
વાલિયાના ભરાડિયા ગામના જયેશ પટેલ મૂળ ખેડૂતપુત્ર અને અભ્યાસે ટેક્સટાઇલ એન્જિનિયર, પરંતુ ખેતી પ્રત્યેની રુચિ તેમને નર્સરી પ્રવૃત્તિ તરફ ખેંચી લાવી. જયેશ...
એક બાજુ તાપી નદીમાં ઠલવાતી ગંદકી બંધ કરાવવા માટે મનપા દ્વારા તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હેઠળ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે. ત્યારે અબ્રામા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘૂસવા જતાં એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદ પોલીસે પૂછતાછ હાથ ધરતાં...
રવિવારે રક્ષાબંધનના દિવસે સવારે 8 વાગ્યાથી શહેરના 12 રૂટ ઉપર મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ થતાં જ 7થી 8 હજાર જેટલી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત : અઠવા પોલીસે (Athwa police) સોમવારે મોડી રાત્રે નાનપુરાના મટન માર્કેટ (Nanpura motton market) વિસ્તારની કરિયાણાની દુકાનમાંથી રૂા. 33 હજારના દારૂ (Liquor) સાથે વેપારીની ધરપકડ (Merchant arrest) કરી હતી. લોકડાઉન (Lockdown)માં મંદ પડેલા ધંધાથી આર્થિક લાભ માટે વેપારીએ દારૂનો ધંધો શરૂ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં દારૂના સપ્લાયર તરીકે એક સ્થાનિક રાજકારણી (Local politician)ના સંબંધીની સંડોવણીની ચર્ચા શરૂ થતાં શહેરના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. જો કે, પોલીસે આવા કોઇ રાજકીય નેતા કે તેના સંબંધીની આ કેસમાં સંડોવણી હોવાની વાતથી ઇનકાર કરી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અઠવા પોલીસને મળેલી માહિતીના આધારે તેઓએ નાનપુરા મટન માર્કેટમાં એક કરિયાણાની દુકાનમાં રેડ પાડી હતી. કરિયાણાની દુકાનમાં અનાજની આડમાં દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગણતરી કરતા પોલીસે 33 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. કરિયાણાની દુકાનના માલિક વિનોદ મોદીની પૂછપરછ કરતાં તેણે લોકડાઉનમાં કરિયાણાનો ધંધો મંદ પડી જતા દારૂનો ધંધો શરૂ કર્યું હોવાનું કહ્યું હતું. આ બાબતે પોલીસે વિનોદ મોદીની સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અઠવા પોલીસે કોર્પોરેટરના કાકાને બચાવી લીધા..!
પ્રાપ્ત વિગતો મુજબ રૂા. 33 હજારના દારૂ સાથે પુલને પેલે પાર અડાજણ વિસ્તારમાં રહેતાં જે વ્યક્તિનું નામ આવ્યું હતું તેનો સગો ભત્રીજો પુલની પેલે પાર આવેલા એક વોર્ડમાં કોર્પોરેટર છે. વિજય પકડાતાની સાથે જ રાજકિય બળ પણ કામે લાગ્યું હતું. પોલીસે આ આખા પ્રકરણમાં વિજય નામના એક આધેડનેને બચાવી લઇને વિનોદ મોદીને ગુનાના માંચડે ચઢાવી દીધો છે અને તેની સામે ગુનો નોંધ્યો હોવાની વિગતો સાંપડી છે. જો કે, આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો ખરી હકીકત બહાર આવે તેમ છે. જો કે, આ અંગે અઠવા પોલીસમથકના ઇન્સ્પેક્ટરે આ ગુનામાં કોઇ રાજકીય વ્યક્તિના સંબંધીની સંડોવણી હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.