ગયા અઠવાિડયે અનિલ કપૂરની દિકરી રીઆના લગ્ન હતા અને તેમાં વટ હતો કપૂર દિકરીઓનો. બોની કપૂરની દિકરી અંશુલા અને ખુશી, જાન્હ્વી કપૂર,...
દિલ્હીમાં ફિલ્મ ‘’બેલ બોટમ’’ ની ટિમ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને આવી ગઈ છે, ત્યાં લારા દત્તાનો લુક રિવિલ થયો. લારા દત્તા ઇન્દિરા...
નીલ નીતિન મુકેશ દેખાય છે હેન્ડસમ, યુરોપ-અમેરિકાનો હોય એવો. અભિનય પણ સારો કરે છે ને છતાં તેને ધારી સફળતા નથી મળી. જોકે...
નિમ્રત કૌરનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે હું લાઇફનો આભાર માનતા શીખી છું. કોરોનાએ લોકોની લાઇફ પર બ્રેક લગાવી દીધી છે....
શ્રીનિધી શેટ્ટી હજુ ઓળખ બનાવી રહી છે પણ જેમ કેટલાંક ખીણનાં પંખી હોય તો કેટલાંક શિખરના પંખી હોય. શરૂઆત કયાંથી કરો તે...
કેન્દ્ર સરકારની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે. સરકાર પાસે આઇ.ટી. કે જી.એસ.ટી.નું રિફંડ આપવાનાં ફદિયાં નથી. લોકડાઉનને કારણે દેશનો જીડીપી તળિયે પહોંચ્યો...
આપણા દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે. લોકોનો જઠરાગ્નિ પણ ઠરી ગયો હશે, શું?! ભ્રષ્ટાચાર, ભૂખમરો, બેકારી, મોંઘવારી વગેરેએ માઝા મૂકી છે,...
રાહુલ ગાંધી પોતાનું નામ કાઢવા નવા નુસ્ખા પ્રયોગમાં લાવે છે. કેટલી વાર માથું ફાટી જાય તેવું વકતવ્ય જાહેરમાં કરે છે. ખોટા નિવેદનો...
જાપાન ઉપર વિશ્વયુદ્ધમાં બે પરમાણું બોંબ ઝીંકાયા તેથી તબાહ થઇ ગયા પણ આજે વિશ્વના ટોચના ચીન, અમેરિકા અને ઇંગ્લેન્ડના દેશો પણ આશ્ચર્ય...
ન્યાય, સત્ય, પ્રામાણિકતા, ફરજ, માનવતા, ચારિત્ર્ય, પ્રેમ, સમભાવ વગેરે મૂલ્યોનું જીવનમાં મહત્ત્વ સમજવાને બદલે આપણે ટીલાં-ટપકાં જેવાં પ્રતીકો સાથે ભજન-આરતી, નમાજ, પૂજા,...
કામધંધામાં વ્યસ્ત લોકોને પ્રભુસ્મરણનો પણ સમય મળતો નથી. હાલ શ્રાવણ માસ ચાલે છે. કથાશ્રવણ કરવા પણ ફરકતા નથી. પરંતુ જયારે આપત્તિ કે...
હાલમાં જ આપણા દેશમાં સૌથી મોટી સ્ક્રેપ પોલીસીની જાહેરાત થઈ. આ પોલીસીને ‘કચરામાંથી કંચન’ના અભિયાન તરીકે ગણાવી શકાય.આ પોલીસી મુજબ ફક્ત વેપાર...
જીમ કોર્બેટ એક મહાન શિકારી તરીકે પ્રખ્યાત હતા.તેમના જીવનનો એક પ્રસંગ છે.ગામમાં એક વ્યક્તિને હૈજા [કોલેરા] ની બીમારીથી અને ગામમાં બધાને લાગ્યું...
આપણા માનસને, માનસિકતાને ઘડવામાં અનેક પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે. ખાસ કરીને કુમળી વયે આરોપાયેલા ઘણા ગુણો ગજવેલ સમા બની રહે...
અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડીને જઈ રહ્યા છે ત્યારે આખા જગતમાં અત્યારે અફઘાનિસ્તાન વિષે ચર્ચા થઈ રહી છે. વિશ્વસમાજ અફઘાન પ્રજાની દયા ખાઈ...
જે કોરોનાની ત્રીજી લહેરનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે ભય આખરે સાચો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોરોનાની...
ભરૂચ શહેરમાં આવેલ વોર્ડ નં.10 એટલે કે સૈયદવાડ, ફુરજા, ચાર રસ્તા, ફાટા તળાવ સહિતના વોર્ડના વિસ્તારોમાં જે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે...
અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામની સીમમાં કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી હતી, અને તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી...
ગણેશ ઉત્સવને ધ્યાને લઈ બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં ડી.વાય.એસપી રૂપલબેન સોલંકી, મામલતદાર જીજ્ઞાબેન...
સુરતમાં વસતા ટપોરીઓ તેમજ ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોને પોલીસનો કે કાયદાનો કોઇ ડર જ નથી. સુરત ન્યાયાલયના પાર્કિંગમાં જ હત્યાના એક આરોપીનું...
રાજ્ય સરકારે આપેલી મંજૂરીને પગલે સુરતમાં પણ શહેરની 928 અને જિલ્લાની 419 ખાનગી શાળાઓમાં ધો.6થી 8ના વર્ગો ધમધમતા થઈ જશે. સ્કૂલ શરૂ...
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રદુષણની માત્રામાં એકાએક વધારો થયો છે. લોકડાઉન બાદ શહેરની પાંડેસરા જીઆઇડીસીના કેટલાક ઉદ્યોગો ખર્ચ બચાવવા માટે ચિંધી...
કામરેજ પોલીસે શેખપુર ગામે ભક્તિધારા ઈન્ડસ્ટ્રિયલમાંથી ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવતી ફેક્ટરી પકડી પાડી 9,18,598નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. મંગળવારે કામરેજ પોલીસમથકની એક ટીમ...
ઓટો ઉદ્યોગના અગ્રણીઓ મારૂતિ સુઝુકી ઈન્ડિયાના આર સી ભાર્ગવ અને ટીવીએસ મોટર્સના વેનુ શ્રીનવાસે બુધવારે સરકારી અધિકારીઓ પર માત્ર વાતો કરવા અને...
તાપી જિલ્લામાં ચૂંટણી આવે એટલે વાહનચાલકોનો મત બેંક તરીકે ઉપયોગમાં લેવા ટોલ ટેક્સમાં સ્થાનિકોને મુક્તિનો લોલીપોપ છેલ્લા ઘણા સમયથી આપવામાં આવી રહ્યું...
આતંકવાદી જૂથે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ ચીને તાલિબાન સાથે પ્રથમ રાજદ્વારી સંપર્ક સ્થાપિત કર્યો છે અને બંને પક્ષો વચ્ચે હવે ‘સરળ...
અમેરિકામાં ભારતીયોની સરેરાશ પારિવારિક આવક 1,23,700 ડોલર છે, 79 ટકા કોલેજ ગ્રેજ્યુએટ છે. આમ તેમણે પૈસા અને કોલેજ શિક્ષણની બાબતમાં અમેરિકન વસતીને...
કેન્દ્રએ આજે મિલોએ શેરડી પકવનારા ખેડૂતોને જે ઓછમાં ઓછી કિમત આપવાની એમાં નાણા વર્ષ 2021-11 માટે ક્વિન્ટલે રૂ. 5નો વધારો કરીને ક્વિન્ન્ટલે...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું હતું કે, આ મહિને બે કરોડથી વધુ કોરોનાની રસીના ડોઝ રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા...
ગુજરાત (Gujarat)ના અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સેક્સ (sex) દરમિયાન પ્રયોગના કારણે એક યુવકનું મોત (boy death) થયું હતું. એવું...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ગયા અઠવાિડયે અનિલ કપૂરની દિકરી રીઆના લગ્ન હતા અને તેમાં વટ હતો કપૂર દિકરીઓનો. બોની કપૂરની દિકરી અંશુલા અને ખુશી, જાન્હ્વી કપૂર, અનિલની મોટી દિકરી સોનમ અને સંજય કપૂરની દિકરી સનાયા કપૂર. અત્યારે રાજકપૂરના સંતાનોમાં રણધીર કપૂરને ત્યાં પ્રસંગ હોય યા ધારો કે રણબીર કપૂર પરણે તો રણધીરની બે દિકરી કિરશ્મા, કરીના ઉપરાંત રિશીકપૂરની દિકરી રિધ્ધિમા જ હોય. આ કપૂર કુટુંબમાં એક રણબીર સિવાય હવે કોઇ પરણનારુ નથી. જયારે બોની – અિનલ – અંજય કપૂર બંધુ ત્રિપુટીની દિકરીઓમાં હજુ અંશુલા, ખુશી, સનાયા અને જાન્હ્વી કપૂર પરણવામાં બાકી છે. અર્જૂન કપૂર અને હર્ષવર્ધન કપૂર પણ બાકી છે. આમાં કોણ પહેલું પરણશે એ પૂછવા કરતાં કોના લગ્ન ફિલ્મ જગત માટે સેન્સેશનલ હશે એમ પૂછો તો જાન્હ્વી કપૂરના હશે. અત્યારે એ કપૂર કુટુંબમાં એક જાન્હ્વી જ સ્ટાર છે. જોકે જાન્હ્વી વહેલી પરણે એમ નથી કારણકે તે તેની મમ્મી શ્રીદેવીની જેમ જ ફિલ્મ જગતમાં વધારે પ્રતિષ્ઠા મેળવવા માંગે છે.

અત્યારે જાન્હ્વી પાસે ચાર ફિલ્મો છે – ‘ગુડ લક જેરી’ કે જે તૈયાર છે. ‘દોસ્તાના-2’ નું શુટિંગ ચાલી રહ્યું છે અને ‘તખ્ત’નો તખ્તો સજાવાય રહ્યો છે. અને ચોથી ફિલ્મ તે ‘મિલી.’ ગયા વર્ષે ‘રુહી’ અે તેના આગલા વર્ષે ‘ગુંજન સકસેના: ધ કારગીલ ગર્લ’માં સારો દેખાવ કરનાર જાન્હ્વીએ સાબિત કરી દીધું છે કે તે એક ટકકરની અભિનેત્રી છે. તે તેના પિતા બોની કપૂર સાથે રહે છે પણ ચાહે છે કે તેની જૂદી ઓળખ બને. તે સ્વતંત્ર રીતે વર્તે છે ને કારકિર્દી ગોઠવે છે. તે એટલી આત્મનિર્ભર છે કે બોનીકપૂરના બેનરની તેને ગરજ નથી પડતી. હા, પિતા માટે કામ કરવાની ના નથી. પણ સારી ફિલ્મની શરત છે. રીઆના લગ્નમાં સૌથી વધુ દબદબો જાન્હ્વીનો હતો. અંશુલા કપૂર તેના ભાઇ અર્જૂન સાથે આવેલી, સોનમ તેના પતિ સાથે આવેલી, જાન્હ્વી તેની બહેન ખુશી સાથે જોવા મળતી હતી.
જાન્હ્વી તેની મમ્મીની વિદાય પછી સમજી ગઇ છે કે કારકિર્દી તો પોતાની તાકાત પર જ બનાવવી પડશે. તે કોઇ બોયફ્રેન્ડની પણ મદદ નથી ઇચ્છતી. પોતે એટલે પોતે. તેની આ દૃઢતા તેના કામમાં પણ દેખાય છે. તેણે આજ સુધી બીજી હીરોઇનોની હાજરીવાળી ફિલ્મ સ્વીકારી નથી. આ તેનો વ્યૂહ છે અને આત્મવિશ્વાસ પણ. બાકી અત્યારે કેટરીનાથી માંડી અનેક હીરોઇનો એવી ફિલ્મ સ્વીકારી લે છે જેમાં બીજી હીરોઇન પણ હોય. જો તમારે લક્ષય હાંસલ કરવું હોય તો સ્પષ્ટ અભિગમ હોવો જોઇએ. જાન્હ્વીમાં તે છે. જાન્હ્વીના પિતા બોની કપૂર નિર્માતા તરીકે નસીબદાર છે. પહેલાં તેને નાના ભાઇ અનિલ કપૂરનો પછી શ્રીદેવીનો આધાર મળ્યો અને હવે અર્જૂન કપૂર પછી જાન્હ્વી કપૂર છે.
હમણાં ‘મીલી’ નામની જે ફિલ્મના શૂટિંગમાં જાન્હ્વી બિઝી છે તેના િનર્માતા બોની કપૂર જ છે. તે મલયાલમ ફિલ્મ ‘હેલન’ની રિમેક છે. ‘હેલન’ ફિલ્મની સફળતામાં તેની મુખ્ય અભિનેત્રી અન્ના બેન્સનો અભિનય હતો. જાન્હ્વી પણ ‘મીલી’માં છવાઇ જશે. હકીકતે તેની ‘ગુડ લક જેરી’ પણ ‘કોલામવુ કોકીલા’ નામની સાઉથની ફિલ્મની જ રિમેક છે અને તે પણ જોરદાર વિષય ધરાવે છે. રિમેકમાં કામ કરવાનો લાભ એ હોય છે કે સામે મૂળ ફિલ્મ હોય એટલે ખબર પડે કે શું કરવાનું છે. તેની ‘પહેલી ફિલ્મ’ ‘ધડક’ પણ રિમેક જ હતી અને ‘દોસ્તાના-2’ સિકવલ છે. જાન્હ્વી ફિલ્મોની પસંદગીમાં ચતુર છે અને એકટ્રેસ તરીકે પોતાની ઇમ્પેકટ વિશે સભાન છે. તેની ફિલ્મોના દિગ્દર્શક પણ ઉત્તમના આગ્રહી હોય છે. રિમેકને તો આમ પણ બે દિગ્દર્શકનો લાભ થતો હોય છે. જાન્હ્વી આવનારા સમયમાં બીજી અભિનેત્રીઓને જરૂર હંફાવશે.