Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેરના તરસાલી વિસ્તારની દેસાઇનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા એસ.ડી. વાઘેલાનો પુત્ર મેહુલ ધો-11 સાયન્સમાં મકરપુરા ONGC ગેટની સામે આવેલી ફોટોન સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે.  મેહુલે  પ્રવેશ ગોત્રી ખાતે આવેલી શૈશવ સ્કૂલમાં લીધો હતો અને તેઓની ત્રીજી શાખા ફોટોન સ્કૂલ નામથી ગોત્રી શરૂ કરવામાં આવી હતી. દોઢ-બે માસ બાદ આ શાખા બંધ કરીને મકરપુરા ONGC ગેટ સામે શરૂ કરવામાં આવી છે. જેમાં પુત્ર મેહુલ હાલ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના પિતા એસ.ડી. વાઘેલાએ ફોટોન સ્કૂલ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પુત્ર મેહુલે અવાજ ઉઠાવતા તેણે સ્કૂલ સંચાલકો દ્વારા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મેહુલે ફી ન ભરતા સ્કૂલમાંથી કાઢવામાં આવ્યો છે અને તેનું ભવિષ્ય બગાડવામાં આવ્યું છે. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન  ચાલુ રાખીશું.

To Top