ભારતની ટેબલ ટેનિસ (Indian table tennis) ખેલાડી અને ગુજરાત (Gujarat)ના મહેસાણાના ભાવિનાબેન પટેલે (Bhavina patel) ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં શાનદાર પ્રદર્શન કરીને...
નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand)માં ફરી ભારે વરસાદ (Heavy rain)થી સામાન્ય માણસનું જીવન કંગાળ બની ગયું છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન...
શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ રાજ કુન્દ્રા (Raj kundra)ની અશ્લીલ ફિલ્મ (porn films) બનાવવા અને તેની એપ પર રિલીઝ (relies on app)કરવા...
સુરત: શહેર (Surat)ની સાર્વજનિક પ્રાઇવેટ યુનિ.ની છ ગ્રાન્ટેડ કોલેજો (collage) માટે આખરે સરકારે ઝુકી જતાં ટીચર્સ (teachers) અને સ્ટુડન્ટન્સ (student)ની માંગણીઓનો વિજય...
સુરત: વિદ્યાર્થીકાળ (student period) એવો જ હોય છે જેમાં બાળકો કોઇને કોઇ રીતે મસ્તી મજાક (fun) કરીને આનંદ મેળવતાં હોય છે. પરંતુ...
નવસારી : સુરત (surat)ના ટુર એન્ડ ટ્રાવેલ્સ (tour and travels)ના સંચાલકે નવસારી (Navsari)ની યુવતી પાસેથી વિદેશ મોકલવા (job in abroad)ના બહાને 3.75...
સુરત : ડિંડોલીમાં કલરકામ કરવા માટે આવેલા યુવક સામે જ રહેતી એક પાંચ વર્ષની માસૂમ બાળા (Baby)ને બિસ્કીટ (biscuit)ની લાલચ આપી બાથરૂમ...
કાબુલ એરપોર્ટ (kabul airport) પર આતંકવાદી હુમલા (terrorist attack) બાદ સ્થિતિ ફરી પાછી પહેલા જેવી હોય તેવું લાગી રહ્યું છે. અહીં લગભગ...
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તહેવાર પ્રિય સુરતીઓએ હવે કાન્હાજીની ભક્તિને પણ આધુનિકતા સાથે જોડી દીધી છે. તેઓ પોતે તો...
કહેવાય છે ને જીંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે, બસ તમારામાં જીવવાનો જોમ હોવો જોઈએ. તમે સાંભળ્યું જ હશે કે 40...
તાલિબાને ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો જમાવ્યો તે પછી વિદેશી નાગરિકોની જેમ હજારો અફઘાન નાગરિકો પણ પોતાનો દેશ છોડવા ઉતાવળા...
હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેકસ કરીને પૈસા કમાવાનું પ્રલોભન આપીને લાખો રૂપિયા પડાવતા હરામખોરો, પરિણીત મહિલાના શરીર પર લવલેટર અગર શાયરી લખેલી ચબરખી...
દરેક માનવીમાં ક્રોધ કુદરતી આવેગ છે. ક્રોધ ક્યારે, કોના ઉપર, શા માટે કરવો જોઈએ તેની સમજણ હોવી ખૂબ જરૂરી. વ્યવહારમાં શેઠ નોકર...
અફઘાનિસ્તાનના સમાચાર જોતાં કે વાંચતાં અફઘાનિસ્તાનથી કલકત્તા આવેલ પઠાણ રહેમત – કાબુલીવાલા અને બંગાળી બાળકી મિનિ વચ્ચેની સંવેદના જગાડતી દોસ્તીવાળી નોબેલ વિજેતા...
આપણે ત્યાં કહેવત છે કે ચડતા સૂરજને બધા પૂજે. બધાને જ વિજય પસંદ છે. હાર કોઈને પસંદ નથી. હમણાં વિજેતા ખેલાડીનું ભાવભીનું...
આજે કન્યા કેળવણી ખૂબ વ્યાપક બની છે. અદ્યતન વિષયો કન્યાઓ માટે પણ ઉપલબ્ધ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યંત વિકાસ પામી છે અને આજથી...
એક કુંભાર માટીની ચિલમ બનાવતો હતો અને પોતે પણ ચિલમમાં તમાકુ સળગાવીને ફૂંકતો હતો.એક દિવસ કુંભાર એક તીર્થમાં દર્શન કરવા ગયો ત્યાં...
તાજેતરનાં વર્ષોના આપણા દેશ ભારતના મધ્યમ વર્ગની વૃદ્ધિ કઇ રીતે અટકી ગઇ છે તે વિશે મેં બે અઠવાડિયાં પહેલાં લખ્યું હતું. આપણા...
વિદ્વાનોની વ્યાખ્યામાં ન પડીએ તો આપણને સમજાયેલો સંસ્કૃતિનો સાદો અર્થ એટલો છે કે ‘સંસ્કૃતિ એટલે માનવકલ્યાણનાં મૂળભૂત મૂલ્યોવાળી વિચારધારા જે માનવીના સહજ...
ડીસેમ્બર ૨૦૧૯માં ચીનમાં એક ભેદી રોગચાળો શરૂ થયો હોવાના સમાચારો બહાર આવવા માંડ્યા, આ રોગચાળો એક નવા પ્રકારના કોરોનાવાયરસથી થતો હોવાનું સાબિત...
હાલોલ: ગુજરાત રાજ્યના ઘરેલુ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને તેના પ્રચાર માટે સુરતના બે, અમદાવાદના એક, અને મુંબઈના એક આમ કુલ ચાર...
શહેરા: શહેરામા આરોગ્ય વિભાગ દ્વારા નગર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધે નહીં અને રોગચાળો વકરે નહીં તે માટે દવાનો છંટકાવ કરવા સહિતની કામગીરી...
સંતરામપુર : સંતરામપુરમાં સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી), સીપીઆઈ (એમ) દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી મામલતદાર કચેરી પહોંચી મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત કે...
મલેકપુર : મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચતા મહિલાઓ દ્વારા મહાદેવને રિજવામાં આવ્યા મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મહીલાઓ દ્વારા આજરોજ મહાદેવને રીઝવવા માટે મહિલાઓએ...
નડિયાદ: કાપડના પાર્સલ ભરીને સૂરતથી અંબાલા જવા માટે નીકળેલા કન્ટેઇનરનું સીલ તોડીને ભાલેજથી કપડવંજની વચ્ચે કોઇ અજાણ્યા તસ્કરો રૂ. ૪ લાખની કિંમતની...
વડોદરા : કોરોના કાળમાં પણ પાલિકામાં અધિકારીઓ – નેતાઓ દ્વારા ગેરવહિવટ આચરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. મુખ્યમંત્રી કોવિડ 19 ના...
બાજવાગામ માંથી પસાર થતો રેલ્વે ઓવરબ્રીજ છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ કામગીરી ચાલે છે. 18 મહિનામાં આ બ્રિજ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટરનો કરાર...
ભરૂચ : જંબુસર તાલુકાના સીગામમાં ભવ્યરાજ નામના ફાર્મ હાઉસમાં એકાંતમાં આવેલી ઓરડીમાં ડ્રગ્સના ૩ જણા ગેરકાયદે માદક પદાર્થ સાથે ભરૂચ એસઓજી પોલીસે...
વડોદરા: કોરોના નબળો પડ્યા બાદ વડોદરા શહેરમાં હવે ધીમે ધીમે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો માથું ઊંચકી રહ્યા છે.જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા...
વડોદરા: શહેર નજીક કોયલી ગામે આવેલી અવધ વિહાર સોસાયટીના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ ,મંત્રી અને ખજાનચીએ ભેગા મળી સોસાયટીના મેઇન્ટેનન્સના રૂપિયામાંથી ભેગા થયેલા...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ભારતની ટેબલ ટેનિસ (Indian table tennis) ખેલાડી અને ગુજરાત (Gujarat)ના મહેસાણાના ભાવિનાબેન પટેલે (Bhavina patel) ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં શાનદાર પ્રદર્શન કરીને મહિલા સ્પર્ધાની સેમિફાઇનલ (semifinal)માં પ્રવેશ કર્યો હતો. તે સેમીફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ (first Indian) ટેબલ ટેનિસ ખેલાડી બની છે.
તેણીએ ક્લાસ -4 રાઉન્ડની ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની બોરીસ્લાવા પેરીચ રાન્કોવીને 3-0થી હરાવી હતી. ભારતીય પેરા એથ્લીટ ભાવિનાએ રેન્કોવિચને 11-5, 11-6, 11-7થી હરાવી હતી. આ જીત સાથે, તેણે મેડલ સુનિશ્ચિત કર્યો છે, કારણ કે ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ માટે પ્લેઓફ નથી. તમને જણાવી દઈએ કે ભાવિનાએ આ મેચ માત્ર 17 મિનિટમાં જીતી લીધી હતી. ભારતીય પેરા એથ્લીટે પ્રથમ ગેમ માત્ર પાંચ મિનિટમાં જીતી હતી જ્યારે બીજી અને ત્રીજી ગેમ છ મિનિટમાં જીતી હતી.

સેમિફાઇનલમાં સુનિશ્ચિત મેડલ
આ સાથે ટેબલ ટેનિસમાં મેડલ સુનિશ્ચિત કરનાર ભાવિનાબેન પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. પ્રથમ મેચ હાર્યા બાદ તેઓએ સતત ત્રણ મેચ જીતી હતી. તેણે સેમિફાઇનલમાં પહોંચીને પેરાલિમ્પિક્સમાં દેશનો પ્રથમ મેડલ પણ સુનિશ્ચિત કર્યો છે. ફાઇનલમાં પહોંચવા માટે ભાવિના શનિવારે ચીનની એમ ઝાંગ સામે ટકરાશે. બંને વચ્ચેની આ સેમીફાઇનલ મેચ 6:10 વાગ્યે થશે.

અમે તેને મેડલ જીતતા જોશું- દીપા મલિક
ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર જાહેર કરેલા વિડીયોમાં કહ્યું, ‘તે નિશ્ચિત છે કે અમે તેને મેડલ જીતતા જોશું. કાલે સવારની મેચ (સેમી ફાઇનલ) તે નક્કી કરશે કે તે કયો મેડલ જીતશે.

અગાઉ, ભાવિના પટેલે ક્લાસ -4 રાઉન્ડમાં બ્રાઝિલની જોયસ ડી ઓલિવિરાને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. આ મેચમાં ભાવિના સતત બ્રાઝિલના ખેલાડી પર ભારે હતી. ભારતીય પેરા એથ્લીટ ભાવિનાએ ક્લાસ -4 રાઉન્ડ ઓફ 16 મેચમાં બ્રાઝીલીયન ખેલાડીને 12-10, 13-11થી સીધા સેટમાં હરાવી હતી. 11-6થી પરાજય આપ્યો. જોયસે આ મેચમાં શાનદાર શરૂઆત કરી અને ભાવિના પર આગેવાની લીધી. પરંતુ આ દરમિયાન ભાવિનાએ જોરદાર વાપસી કરી અને પ્રથમ સેટ 12-10થી જીતી લીધો.

ભાવિનાએ બીજા સેટમાં પણ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેણે બીજા સેટમાં બ્રાઝીલીયનને 13-11થી હરાવી. એક સમયે ભાવિના આ સેટમાં પાછળ પડી ગઈ હતી અને તેનો સ્કોર 7-10 હતો. ત્યાર બાદ તે ચારેય ગેમ પોઇન્ટ બચાવતી વખતે સેટ જીતવામાં સફળ રહી. આ પછી, ત્રીજા સેટમાં પણ, તેણે તેની શાનદાર રમત ચાલુ રાખી અને તેના વિરોધી પર 11-6થી જીત નોંધાવી. જોયસ ડી ઓલિવિરા સામે 3-0થી જીત મેળવ્યા બાદ તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. અગાઉ તેણે બ્રિટનની મેગનને હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી હતી.
જણાવી દઈએ કે ગુજરાત મહેસાણાના ભાવિના હસમુખભાઈ પટેલ દેશની મહિલા દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી છે. તેણીએ આઈટીટીએફ પેરા ટેબલ ટેનિસ એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ-2013માં મહિલા સિંગલ્સ વર્ગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વિકલાંગ હોવા છતાં આ 2013 આઈટીટીએફ પીટીટી એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ ખાતે ચાંદીનો ચંદ્રક જીતનાર તેણી પ્રથમ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી..