સુરત : હત્યાના એક કેસ (murder case)માં બીજીવાર હોસ્ટાઇલ જાહેર કરવાની અરજી દરમિયાન એક મહિલાએ કોર્ટ (court)માં માહિતી આપી કે, ‘સાહેબ, હું...
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Siddharth shukla)નું ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. તેમની વિદાયને કારણે ટીવી (Television) અને ફિલ્મ સ્ટાર્સ (filmstar) શોકમાં છે. સિદ્ધાર્થના...
ભારત (India)ની અવની લખેરા (Avni lakhera)એ ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં ચમત્કાર કર્યા છે. જયપુરના આ પેરા શૂટર (Para shooter), જેણે વર્તમાન પેરાલિમ્પિક્સમાં...
મજૂર વર્ગ અને ગરીબોએ મહામારી સાથે હાડમારી વેઠી છે. કોવિડ-19, કોરોના વાયરસની બીજી લહેર દોઢ વર્ષ બાદ વિદાય થવા પર છે. બીજી...
છેલ્લા કેટલાક દિવસોથી ‘ગુજરાતમિત્ર’માં સુરતને અલાયદું રેલવે ડિવિઝન મળવું જોઇએ, એને માટે કારણો સહિત નિવેદનો આવતાં હતાં. પરિણામરૂપ રેલવે મંત્રી દર્શના જરદોશે...
જયારે આપણે જાહેર સ્થળો પર જઇએ ત્યારે વિવિધ પ્રકારનાં વ્યકિતઓ જોવા મળે. દરરોજ નાના છોકરાઓ – છોકરીઓ જેની ઉંમર પાંચથી અગિયાર વર્ષ...
આપણા દેશની વસ્તી 140 કરોડ છે એમાં હજારો સંપ્રદાય છે. એમાં દરેક સંપ્રદાયના અલગ અલગ ફાંટા છે. દરેક ફાંટાના અલગ અલગ આગેવાનો...
એક દિવસ રાજાએ વિચાર કર્યો કે, ‘મારે કોઈ સૌથી જ્ઞાની ગુરુના શિષ્ય બનવું છે અને તેમણે મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારા માટે સૌથી...
ભારત અમેરિકાનું લશ્કરી વ્યૂહાત્મક રીતે જોડાણમાં સાથી ખરું કે નહીં? આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાએ 2018 નો એક દસ્તાવેજ બિનવર્ગીકૃત કર્યો. જણાવાયું હતું...
‘હવે સતયુગ આવશે’ અમારા એક પ્રિન્સિપાલ મિત્રે રમૂજમાં કહ્યું.. કારણ એ હતું કે ‘સંઘો શકિત કલૌ યુગે… કળીયુગમાં સંગઠન એ શકિત છે....
છેલ્લા એકાદ વર્ષમાં ભારતની અનેક ટેક કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ વગેરેમાં જાયન્ટ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું ઘણા મોટા પાયે રોકાણ આવ્યું છે અને કેટલીક...
લુણાવાડા : કોઠંબા પોલીસની હદમાં આવતાં ટીંટોઇ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી ફોગાઇ ગયેલી યુવકની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો બનાવ...
નડિયાદ: વસો ગામમાં હિન્દુ વસ્તી ધરાવતાં વિસ્તારમાં પૂર્વ આયોજિત કાવતરાં સાથે મુસ્લિમોએ એક જમીન ખરીદી તેમાં શંકાશીલ પ્રવૃત્તિઓ માટે રાતોરાત બાંધકામ શરૂ...
આણંદ : વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે વૃક્ષારોપણ કરીને સરદાર વનનું સર્જન કરવામાં આવ્યું હતું. વાસદ ખાતે આવેલ એસવીઆઈટી યુનિવર્સિટીમાં ગયા વર્ષે ક્રિકેટ...
હાલોલ: હાલોલ નગરપાલિકાના કાઉન્સિલર અને ચેરમેન ગિરીશ ઠક્કર પિતાપુત્ર પરિવારજનોએ પાનેલાવ ખાતે આવેલ જમીન પચાવી પાડવા સારું કાવતરું રચી જમીન માલીકની જગ્યાએ...
દાહોદ: દેવગઢબારીયા મામલતદાર રાઉન્ડ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળૅલકે દેવગઢબારીયા તાલુકા ના ભડભા ગામની ઉજ્જવળ નદી માં કોઈ હિટાચી મશીન...
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
વડોદરા : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જર્જરિત 7 શાળાઓ ને ઉતારી લેવાનો નિર્ણય 2018 -19 માં થયા બાદ...
વડોદરા : રાજ્યના શિક્ષણ વિભાગની સુચનને પગલે આગામી 5મી સપ્ટેમ્બરે આવી રહેલા શિક્ષક દિન પૂર્વે અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ધોરણ-...
વડોદરા: આગામી ગણેશ ઉત્સવને લઇને સરકાર કોરોના ગાઇડ લાઈન નું પાલન કરી ઉત્સવ મનાવાની જાહેરાત કરી છે. ત્યારે મોડેમોડે પાલિકાતંત્ર એ શહેરના...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: શહેરના દોડીયાબજાર મધ્યવર્તી સ્કૂલ માં સિનિયર સિટીઝન મહિલા વેક્સિન મૂકવા કલાકો સુધી ઉભા રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે પછી લાઈન...
વાલિયા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર ગેરકાયદે ઊભું કરવામાં આવેલું મંદિર દૂર કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા ગામની...
શ્રી વાલોડ સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની અવ્યવસ્થા અને અનિયમિતતાને લઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સહકારી...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતા છાત્રાલયોમાં સીટ...
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરીસમાન માનવામાં આવે છે. અને આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરથી ખેડૂતો શેરડીના રોપાણની કામગીરીમાં જોતરાઈ ગયા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી...
પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ સો રૂપિયાને વટાવી ચૂક્યો છે. ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર જીવન જરૂરિયાતની...
ભર ચોમાસે અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પર કાપ મુકાયો છે. ઔદ્યોગિક એકમોને હવે માત્ર 10 કલાક પાણી મળશે. રહેણાક વિસ્તારમાં અઢી કલાકનો કાપ...
તાલિબાન કાબુલમાં પોતાની નવી સરકારની રચના ઇરાનીયન નેતાગીરીની લાઇન પર કરવા માટે સજ્જ છે જેમાં આ સંગઠનના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સુરત : હત્યાના એક કેસ (murder case)માં બીજીવાર હોસ્ટાઇલ જાહેર કરવાની અરજી દરમિયાન એક મહિલાએ કોર્ટ (court)માં માહિતી આપી કે, ‘સાહેબ, હું મારું ઇમાન વેચવા નથી માંગતી, મને ખોટી જુબાની (wrong Testimony) આપવા માટે 12 લાખ મળ્યા હતા. જેનો આજે પણ મને પસ્તાવો છે.’ આ મહિલાએ પોતાના પરિવારને જાનનું જોખમ (life in danger) હોવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ કોર્ટે મહિલા અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન (police protection) આપવા માટે પોલીસ કમિશનર (police commissioner)ને આદેશ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ સોદાગરવાડમાં રહેતી એક મહિલા તેના પુત્ર સાથે સને-2016માં મોબાઇલ ખરીદવા માટે જનતા માર્કેટમાં ગઇ હતી. અહીં બે પુરુષ અને બે મહિલા એક વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા હતા. આ સમગ્ર ઘટના નજરે જોતાં મહિલાએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. હત્યા કરવામાં અમીન સુકરી તલવારથી મારતો હતો. શહેનાઝ સુકરી ગુપ્તીથી મારતી હતી અને વકાસ સુકરી છરીથી મારતી હતી. જ્યારે ગજાલા ઉર્ફે ગજુ લાતોથી મારતી હતી. ઇજાગ્રસ્ત યુવકનું ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. હત્યાના આ કેસમાં સોદાગરવાડમાં રહેતી મહિલાની સરતપાસ થઇ હતી, જેમાં મહિલાએ ફરિયાદને સમર્થન આપ્યું હતું અને હત્યાની ઘટના નજરે જોઇ હોવાની જુબાની આપી હતી. ત્યારબાદ ઉલટતપાસમાં મહિલાએ જુબાની આપી હતી કે, મારા પુત્રને પોલીસે ગોંધી રાખ્યો હતો અને મારા પુત્રના જીવને જોખમ છે, મેં આવો કોઇ બનાવ જોયો નથી. ત્યારબાદ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ મહિલા હોસ્ટાઇલ થઇ હોવાની અરજી આપીને તેની ઉલટતપાસ લેવા જણાવ્યું હતું.

સરકારી વકીલની ઉલટતપાસમાં મહિલાએ જુબાની આપતાં કહ્યું કે, મેં શરૂઆતમાં સાચી માહિતી આપી હતી, પરંતુ પોલીસે મારા પુત્રને ગોંધી રાખ્યો હોવાની માહિતી ખોટી આપી હતી. આવી કોઇ ઘટના બની નથી. ખોટી જુબાની આપવા માટે આરોપીઓએ મને દબાણ આપ્યું હતું અને 12 લાખ રૂપિયા આપ્યા હતા. મહિલાએ સમગ્ર હકીકત કોર્ટમાં આપી હતી. આ જુબાની બાદ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ મહિલાના પોલીસ પ્રોટેક્શન આપવા કોર્ટને જણાવ્યું હતું. મહિલાની જુબાની લીધા બાદ કોર્ટે પોલીસ કમિશનરને આદેશ કરીને મહિલા અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવા માટે આદેશ કર્યો હતો.
મહિલાએ કોર્ટમાં આપેલી જુબાની
આરોપીઓ તરફથી મને દબાણ કરવામાં આવતું હતું, મને ઉલટ તપાસમાં ચોક્કસ પ્રકારના જવાબ આપવા દબાણ કરવામાં આવતું હતું. મને એટલું બધું દબાણ હતું કે હું માનસિક રીતે તૂટી ગઇ હતી. હવે કહું છું કે, આ લોકોએ મને તેમના લાભમાં જુબાની આપવા 12 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ પછી મને પસ્તાવો થાય છે અને કહું છું કે મારે મારું ઇમાન નથી વેચવું, મને આજે પણ આરોપીઓ તરફથી મારી જિંદગી ઉપર જોખમ ઊભું થાય તેવો ડર છે.