સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને...
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે...
ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના...
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના...
દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં...
લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બુધવારે અહીં બેડમિન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સમા જોરદાર શરૂઆત કરીને જીત મેળવી હતી, જો કે...
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના...
દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. એકલા ગીર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વડોદરા મનપામાં 5 સહિત કુલ 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મનપા...
બોલિવૂડ (Bollywood)ની જાણીતી અભિનેત્રી સાયરા બાનુ (Actress saira banu)ની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલ (hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં ભારે વરસાદ (Rain) થયો છે. જેનાલ પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થવા...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)માં એક માછીમાર (fisherman)ની કિસ્મત બદલાઈ અને તે એક જ ક્ષણમાં કરોડપતિ (billionair)બની ગયો છે. પાલઘરનો ચંદ્રકાંત તારે...
સુરત: (Surat) મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ વખતે વરસાદની (Rain) સૌથી ખરાબ સ્થિતિ છે. ગુજરાત કરતા પણ ઓછો વરસાદ આ વિસ્તારોમાં પડતા...
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે નવી દિલ્હી (Delhi)માં વીડિયો કોન્ફરન્સિંગ (Video conference) દ્વારા શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (Swami prbhupadji)ની...
રાજપીપળા: ગુજરાત (Gujarat) પ્રદેશ ભાજપની (BJP) કારોબારીની બેઠકનો આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 2...
ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) રેન્કિંગમાં ખરાબ ફોર્મનો સામનો કરવો પડી રહ્યો છે. કોહલી બેટ્સમેનોની...
સાપુતારા, ધનોરીનાકા (ગણદેવી): (Saputara) વઘઇથી બીલીમોરાને (Vaghai Bilimora) જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેન (Narrow gauge train) 4 થી સપ્ટેમ્બરથી વિધિવત રીતે પ્રારંભ થવાની...
નવી દિલ્હી : ભારત (India)માં વાયુ પ્રદૂષણ (Air pollution)નું સ્તર સમય જતાં ભૌગોલિક રીતે વિસ્તર્યું છે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ સ્તર એટલી...
દિલીપ કુમાર (Dilip kumar) સાથે પડછાયાની જેમ રહેતી સાયરા બાનુ (Saira banu)ને હવે તેના સાહેબ વગર જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. તાજેતરમાં...
સુરત: (Surat) 9 જુન 2020ના રોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ માટે સીઆઇએસએફના...
સુરત: (Surat) શહેરના પુણા સીતાનગર ખાતેથી 14 ઓગસ્ટે શેર બ્રોકરનું અપહરણ (Kidnapping) કરી તેના મોબાઈલમાંથી ટીથર કોઇન કરન્સી અને ઇસીએન કરન્સી (Currency)...
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા બાદ હવે એવા અહેવાલ છે કે લડવૈયાઓના આ જૂથના નેતૃત્વ અંગે દાવા કરવામાં આવી રહ્યા છે. તાલિબાનના...
સુરત: (Surat) વર્ષ 2004માં સુરતના ઇચ્છાપોરમાં વિશ્વનું સૌથી મોટું જેમ એન્ડ જવેલરી સ્પેશ્યલ ઇકોનોમી ઝોન બનાવવા તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇચ્છાપોર...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સિઝનમાં બે નવી ફ્રેન્ચાઇઝી (frenchise)જોડાવાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ખાતામાં રૂ. 5000 કરોડ...
સુરત : દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા કેટલાય સમયથી વરસાદ (rain) ખેંચાતા ખેડૂતો (farmer) સહિત તમામ લોકો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા હતા. ગરમીના...
સુરત : આજના સમયમાં જ્યારે બાળકો (child)ને મોબાઈલ ફોન (mobile phone)સહિતના વિવિધ ઈલેકટ્રોનિક્સ ગેઝેટ્સ (gadgets) પર ગેમ્સ સહિતની પ્રવૃતિનું વળગણ લાગ્યું છે...
મોદી સરકારે અસ્કયામતના નાણાં બનાવવાની યોજના જાહેર કરી છે, જે દ્વારા દેશની રૂા. છ લાખ કરોડની માળખાકીય અસ્કયામતોનું 2022-23 થી માંડીને 2024-25...
થોડા દિવસ પહેલાં ટેલિવિઝન ચેનલો ઉપર એક ઓડિયો વાયરલ થયો. ઘટના કંઈક એવી છે કે ગુજરાતના એક ડેપ્યુટી કલેકટરને એક વ્યકિત સાહેબને...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને ટોલ પ્લાઝાના અધિકારીઓ વચ્ચે ફરી એકવાર “તુંતુંમૈમૈ” થઈ હતી. ગત તા.૨૫મી ઓગસ્ટે નેશનલ હાઇવે ઓથોરિટી અને ટોલ પ્લાઝાના અધિકારીઓ સાથે કલેક્ટરે મીટિંગ યોજી સ્થાનિક કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનોને ટોલ ફ્રી કરવા જણાવ્યું હતું. આંદોલનકારીઓ સાથેની આ બેઠકમાં સ્થાનિક વાહનોનો ટોલટેક્સ વસૂલવા બાબતે કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો ન હતો. કલેક્ટરે પણ કોઇ લેખિત આદેશ કર્યો ન હતો.
ત્રણ મહિના સુધી સ્થાનિક વાહનો પાસે ટોલટેક્સ નહીં લેવાના આદેશ કર્યાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. માત્ર મૌખિક આદેશથી ટોલપ્લાઝાના અધિકારી ટોલ વસૂલવા બાબતે મૂંઝવણમાં મુકાયા હતા. લેખિતમાં હુકમ માંગ્યો પણ કલેક્ટરે ન આપતાં ફરી ટોલ વસૂલવાનું બુધવારે શરૂ કરાયું હતું. ટોલપ્લાઝા પર જીજે ૨૬ પાસિંગનાં કોમર્શિયલ વાહનો પાસેથી ટોલ લેવાનું શરૂ કરાતાં ટોલ પ્લાઝાના સંચાલકો સાથે ઘર્ષણ થયું હતું. પોલીસની હાજરીમાં જ બેરિકેટ્સ હટાવી લોકો કોમર્શિયલ વાહનો ટોલ ભર્યા વિના નીકળતા જોવા મળ્યાં હતાં.
જો કે, ટોલપ્લાઝાના વહીવટકર્તાઓએ આવી પ્રવૃત્તિને બિન અધિકૃત ગણાવી હતી. તાપી કલેક્ટરે ટોલ નહીં વસૂલવાનો મૌખિક આદેશ કર્યાનાં મેસેજ વાયરલ થયા પછી રોજે સ્થાનિક વાહનો પાસે ટોલ ફી બાબતે ઘર્ષણ થઈ રહ્યું છે. ટોલપ્લાઝાના સંચાલકોનું કહેવું છે કે, કલેક્ટર ટોલ ફ્રી કરાવવા ઇચ્છતા હોય તો તેમણે ટોલમુક્તિ બાબતનો લેખિત આદેશ કરવો જોઇએ. જેથી તેનો કાયમી ઉકેલ લાવી શકાય.