પશ્ચિમ બંગાળની હિંસા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની જે સમિતિએ રીપોર્ટ આપેલ તેને મમતા બેનરજીએ અદાલતના અપમાન સમાન અને ભાજપ પર રાજકીય બદલો...
શ્રાવણ મહિનામાં તહેવારોની હેલી જામી છે,જેમાં જન્માષ્ટમીમાં ગુજરાતમાં લોકમેળાનું ખાસ મહત્ત્વ છે. સુરતમાં ગોકુળ આઠમનો મેળો પહેલાં રૂવાળા ટેકરા પર ભરાતો,ત્યાર પછી...
માનવી ઉત્સવપ્રિય છે. ઉત્સવોની ઉજવણીનો ઉલ્લાસ તથા ઉમંગ હોય તે બિલકુલ સ્વાભાવિક છે. પવિત્ર ધાર્મિક ઉત્સવોની સીઝનની હારમાળામાં પર્યુષણ પર્વ, શ્રી ગણેશજીની...
એક દિવસ એક રાજાએ અચાનક પોતાના મંત્રીજીને કહ્યું, ‘મંત્રીજી, મારે ભગવાનનાં દર્શન કરવાં છે અને તમે મને ભગવાનનાં દર્શન કરાવો.’ મંત્રીજી મુંઝાયા...
તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે, સમગ્ર રાજયની શાળાઓમાં દ્વિભાષી માધ્યમને મંજૂરી આપવાનો એક મહત્વનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ૨૯ જુલાઇ-૨૦૨૧ ના રોજ મા.શિક્ષણમંત્રીશ્રીએ...
આખો દેશ જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો પણ સરકાર સાથે ખભેખભા મિલાવીને ઊભા છે, પણ...
આઝાદી બાદ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત પણ અમલમાં આવી. ભારતમાં જાતિ આધારીત અનામત છે. હાલમાં જોકે કેન્દ્ર સરકારે નાણાંકીય હાલતને...
દર વખતે દેશના કોઈ પણ ભાગમાં ગેન્ગરેપની ગમખ્વાર દુર્ઘટના બને તે પછી રાજકીય પક્ષો ભવિષ્યમાં તેવી દુર્ઘટના ન બને તેની વિચારણા કરવાને...
આણંદ : પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20.22 લાખ રૂપિયાની રોકડ ચોરી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતાં, વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા...
આણંદ : રાજ્ય સરકારના અણઘણ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુંનું પ્રમાણ વધ્યું હતું. તેવો આક્ષેપ પૂર્વ કેન્દ્રિય મંત્રી...
આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીમાં તપાસ કરી રહેલી પોલીસે આણંદના...
નડિયાદ: ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા ૭ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૫૨ શખ્સોને ઝડપી પાડી રૂ.૧,૨૨,૨૯૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી...
વડોદરા : કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડ માંથી 15 કરોડ જે પાલિકાને ફાળવવામાં આવ્યા હતા તેમાં અધિકારીઓ અને નેતાઓ એ પોતાના...
વડોદરાં દેશભરમાં વટાળવૃત્તિ કૌભાંડના માસ્ટર માઇન્ડ સલાઉદ્દીન આણિ મંડળીએ વિદેશથી ૬૦ કરોડનું માતબર ફંડ પાંચ વર્ષમાં એકત્ર કરીને ધર્માંતરણમાં વાપર્યા હોવાનું પોલીસ...
વડોદરા : ભારતીય સેનાની શૂરવીરતાથી પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોના આત્મ સમર્પણની સાથે બાંગ્લાદેશના નવીન રાષ્ટ્રનું નિર્માણ કરનારા ૧૯૭૧ ના યુદ્ધના યશસ્વી વિજયને વધાવવા...
વડોદરા: ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણેશ ઉત્સવ ની ઉજવણી માટે ગાઈડ લાઈન નક્કી કરી દેવામાં આવી છે પરંતુ...
વડોદરા: કોરોનાનું સંક્રમણ ઘટતા કોલેજોમાં ઓફ લાઈન વર્ગો શરૂ કરવા માટે પરવાનગી આપ્યા બાદ ગાઈડ લાઈન મુજબ ઓફ લાઈન વર્ગો શરૂ કરવામાં...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એ વિશ્વવિખ્યાત શિક્ષણિક સંસ્થા છે. યુનિ. કેમ્પસ માં અને બહાર વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે.. તે...
અમેરિકી પ્રમુખ જો બાઇડને પ્રતિજ્ઞા ઉચ્ચારી છે કે તેઓ જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલા કર્યા તે ત્રાસવાદીઓને શોધી કાઢશે અને તેમના કૃત્યો...
ભારતે આજે કવિડ-૧૯ની રસીના એક કરોડ કરતા વધુ ડોઝ આપ્યા હતા, જે એક દિવસમાં અપાયેલા સૌથી વધુ ડોઝ છે એમ કેન્દ્રીય આરોગ્ય...
સર્વોચ્ચ અદાલતે આજે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે તે જસ્ટિસ(નિવૃત્ત) ડી.એ. મહેતા પંચનો અહેવાલ તેની વિધાનસભાના આગામી સત્રના પ્રથમ દિવસે જ મેજ...
શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલની કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે. સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ ફેઇઝ પેકી...
ડિંડોલી પાસે રેલ્વેના પાટાના કિનારે ધમધમતી પ્રમુખપાર્કની ખાતે મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા લોકડાઉન વખતે કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિવિંગ એકમોની વચ્ચે મિલ શરૂ...
નર્મદા નદીમાંથી 2 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં નદી અને દરિયાના સંગમ ભાડભુત નજીકથી 17 ઓક્ટોપસ મળી આવ્યા હતા. જે બાદ સરદાર બ્રિજ...
ગુજરાત સરકાર દ્વારા 2019માં સહકારી કાયદામાં સુધારો કરી સુગર મિલોને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં મૂકવામાં આવી હતી. જેને સુગર ફેક્ટરીના સભાસદોએ હાઇકોર્ટમાં...
મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો 46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સુરતની લી-મેરેડિયન હોટેલ ખાતે...
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયોથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો દર્દીઓની...
રાજ્યભરમાં બાયો ડિઝલના ગેરકાયદે વેચાણની પ્રવૃતિને દામવા રાજ્ય પોલીસે વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત કરવામાં...
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા પછી, જ્યાં આ આતંકવાદી જૂથ (terrorist group) દેશમાં નવી સરકાર બનાવવાનો (making new govt) પ્રયાસ કરી...
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
પશ્ચિમ બંગાળની હિંસા માટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની જે સમિતિએ રીપોર્ટ આપેલ તેને મમતા બેનરજીએ અદાલતના અપમાન સમાન અને ભાજપ પર રાજકીય બદલો લેવાનો આરોપ મૂકયો હતો. કલકત્તા હાઇકોર્ટે માનવાધિકાર પંચનો રીપોર્ટ પૂર્વગ્રહયુકત નથી તેમ જણાવેલ છે જે મમતા સરકાર માટે યોગ્ય સંદેશ ગણી શકાય. પ્રચંડ બહુમતી સાથે જીતનાર પક્ષ વિપક્ષ વિરુધ્ધ હિંસા કરે તે ભારતીય લોકશાહી માટે ખૂબ જ અફસોસજનક અને શર્મનાક છે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પર વિપક્ષી કાર્યકર્તાઓ વિરુધ્ધ હિંસાની એક પરંપરા રહેલ છે પરંતુ પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદની હિંસા અલગ પ્રકારની અને અગાઉની હિંસા કરતાં વધારે ક્રૂર હતી, જેની નોંધ કલકત્તા હાઇકોર્ટે પણ લેવી પડેલ છે જે આવકાર્ય હોઇ અભિનંદનીય છે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી જાણે છે કે વિધાનસભાનું પુનરાવર્તન આગામી લોકસભાની ચૂંટણીઓમાં દોહરાવવું હશે તો બંગાળમાંથી બીજેપીનો આંકડો કાઢવો જ પડશે અને તેના માટે જ ભાજપના સમર્થકો પર સતત હુમલાઓ કરાવવામાં આવી રહ્યા છે, જેથી રાજયમાં ભયનું વાતાવરણ સર્જાય અને પોતાનો માર્ગ મોકળો બને. વર્તમાન સમયમાં પશ્ચિમ બંગાળમાં જે રાજનૈતિક હિંસા ચાલી રહી છે તેની પાછળ મમતા બેનરજીની પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાની સાથે સાથે રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા પણ છે.
પશ્ચિમ બંગાળની જીત બાદ અચાનક મમતા બેનરજીનું કદ વધી ગયાનું મનાય છે. શાસનવ્યવસ્થા કોઇ પણ હોય, કોઇ પણ પક્ષની હોય તેનું સૌ પ્રથમ દાયિત્વ સમાજમાં કાનૂન વ્યવસ્થા દ્વારા શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ બનાવવા ઉપરાંત અપરાધી અને સમાજવિરોધી તત્ત્વોના મનમાં શાસનનો ભય પેદા કરીને હિંસક ગતિવિધિઓ કરનારને દંડ સુનિશ્ચિત કરવાનું પણ હોય છે. ચૂંટણીને તો કોઇ એક પક્ષ જીતે છે, પરંતુ ચૂંટાયેલી સરકાર સમાજ પ્રતિ જવાબદાર હોય છે જેની ખાસ નોંધ પશ્ચિમ બંગાળની મમતા સરકારે હવે અચૂક લેવી જ રહી.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.