Top News

More Posts

   The Latest

Most Popular

ગોધરા: પંચમહાલના  મોરવા હડફ ના મોટા બામણા ગામ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના બનવા પામી હતી. સ્થાનિક ગામના ગ્રામજનો  પાનમ નદીમાં  શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવા ગયા ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધતા બે યુવાનો ડૂબવા માંડ્યા હતા. જેમાંથી એક યુવાનને  સ્થાનિક લોકોએ બચાવી લીધો જ્યારે બીજો યુવાન નદીના ઉંડા પાણીમાં ડૂબી જતા લાપતા થયો હતો. નદીમાં એસ.ડી.આર એફ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 20 કલાક બાદ નદીમાંથી યુવાનની  લાશ બહાર કાઢી  હતી.

જોકે તે સમયે સ્થાનિક લોકો એક વ્યક્તિને ડૂબતા બચાવી લીધો જ્યારે સુરેશ મોહન ભાઈ ડામોર  પાનમ નદીના  ઊંડા પાણીમાં ગરકાવ થતા ત્યાં ઉપસ્થિત ગ્રામજનો આવા દ્રશ્યો જોતા ગભરાઈ ગયા હતા. સ્થાનિક  ગામના જાગૃત ગ્રામજન એ આ બાબતની જાણ મામલતદારને કરવામાં આવી હતી. મામલતદારે આ બનાવને ગંભીરતાથી લઈને ગોધરા  એસ.આર.પી ખાતે આવેલ એસ. ડી.આર. એફ ના પી.આઈ આર.કે.પરમાર ને કોલ કર્યો હતો.

પાનમ નદી ખાતે મામલતદાર , પોલીસ વિભાગ સહિત એસ.ડી.આર.એફ ની ટીમ પણ  સ્થળ  ખાતે પહોંચી ગઈ હતી.પાનમ નદીમાં લાપતા થયેલ યુવાનની  શોધખોળ  એસ.ડી.આર.એફ ની ટીમ અને  સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહી હતી.  સોમવારની સવારના  6વાગ્યે  એસ.ડી.આર.એફના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમારના માર્ગદર્શન હેઠળ  પી.એસ.આઇ નલવાયા, ભારતસિંહ બારીઆ, વિનોદભાઈ બારીઆ, શૈલેષ  આમલીયાર તેમજ ગોવિંદભાઈ વણકર સહિત  સ્થાનિક તરવૈયાઓ ને સાથે રાખીને પાનમ નદીમાં લાપતા થયેલ સુરેશ ડામોરની શોધખોળ હાથ ધરી હતી.

To Top