Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે દેશભરના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (Special Economic Zone) (સેઝ)ની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. જયારે સુરતના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સુરસેઝ)થી થયેલી નિકાસમાં વધારો નોંધાયો છે. એપ્રિલ-2020થી માર્ચ-2021 દરમિયાન સુરત સેઝથી એક્સપોર્ટમાં (Export) 35 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલથી માર્ચ-2020 દરમિયાન સુરત સેઝમાંથી ડાયમંડ અને જ્વેલરીની (Diamond and Jewelry) નિકાસ 1.6 અબજ નોંધાઇ હતી. જે એપ્રિલથી માર્ચ-2021 દરમિયાન 35 ટકા વધીને 2.1 અબજ ડોલર થઇ છે.

  • ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં સેઝનો કુલ 38.6 ટકાનો ફાળો છે.
  • 2020-21માં જેમ્સ એન્ડ જ્વેલરીની પ્રોડક્ટમાં પ્લેન ગોલ્ડ જ્વેલરીમાં 13.2 ટકા, સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં 38.6 ટકા, પ્લેન સિલ્વર જ્વેલરીમાં 8.7 ટકા અને સ્ટડેડ ચાંદીના દાગીનામાં 34.9 ટકાનો એક્સપોર્ટ વધ્યો

જીજેઇપીસીએ જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં આવેલા સેઝ પૈકી સુરત, કોલકાત્તા અને વિશાખાપટ્ટનમ સેઝના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. 2020-21માં જેમ્સ એન્ડ જ્વેલરીની પ્રોડક્ટમાં પ્લેન ગોલ્ડ જ્વેલરીમાં 13.2 ટકા, સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં 38.6 ટકા, પ્લેન સિલ્વર જ્વેલરીમાં 8.7 ટકા અને સ્ટડેડ ચાંદીના દાગીનામાં 34.9 ટકાનો એક્સપોર્ટ વધ્યો છે. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં સેઝનો કુલ 38.6 ટકાનો ફાળો છે.

સેઝ થકી ડાયમંડ અને જ્વેલરી, સિન્થેટીક ડાયમંડ, ક્લર્ડ સ્ટોન, પ્લેટીનમ જ્વેલરી અને ઈમિટેશન જ્વેલરીનો એક્સપોર્ટ થાય છે. આંકડાઓ પ્રમાણે કોરોનાને લીધે દેશભરના સેઝની નિકાસમાં કુલ 52 ટકા એટલે કે 5 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. જ્યારે એપ્રિલથી માર્ચ-2020 સુધી કુલ એક્સપોર્ટ 10 અબજ ડોલરનો હતો. માર્ચ-2020થી માર્ચ-2021 દરમિયાન કોરોનાને લીધે મેન્યુફેક્ચરીંગ સેક્ટરને અસર થઇ હતી. સાથે સાથે વિશ્વભરમાં કોરોનાનો કહેર હોવાથી જેમ્સ એન્ડ જ્વેલરીની પ્રોડક્ટના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો હતો.

To Top