Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: ક્રિકેટની પ્રતિભા માટે વડોદરામાં કોઈ કમી નથી. બરોડામાં ઘણા સારા ખેલાડીઓ છે અને બરોડા જોઈન કરતા મને ખૂબ આનંદ થયો છે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટ કોચ ડેવ વ્હોટમોર બરોડા માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે કે બરોડાની સીને ક્રિકેટ કોચિંગ આપશે આજે એક પત્રકાર પરિષદમાં ડેવ વ્હોટમોર સાથે મુલાકાતનું આયોજન બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીસીએના પ્રવક્તા સત્યજીત ગાયકવાડ, શીતલ મહેતા અને મંત્રી અજીત લેલે હાજર રહ્યાં હતાં.

ડેવ વ્હોટમોર જણાવ્યું હતું કે બરોડા ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાવાનો તેને ખૂબ આનંદ છે અને તે શક્ય એટલો સારો પ્રયત્ન કરીને બરોડા ની ટીમને ઉચ્ચ સ્થાન ઉચ્ચ શિક્ષણ સુધી લઇ જવાનો પ્રયત્ન કરશે એક સવાલના જવાબમાં ડેવ વ્હોટમોરે જણાવ્યું કે એનું ફોકસ બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ઉપર રહેશે કારણકે આજના જમાનામાં આજ મહત્વનું છે. તેમણે એમ પણ જણાવ્યું કે તે સિનિયર ખેલાડીઓની રિસ્પેક્ટ કરે છે અને તે માને છે કે તેમનું કોમ્બિનેશન એવુ હોવું જોઈએ કે જેમાં સિનિયર અને જુનીયરને પણ પૂરી તક મળે પરંતુ એ સાથે જુનીયરો માટે પણ અવકાશ હોવો જોઈએ. આ પ્રકારના આયોજન સાથે આવ્યો છે અને તે બરોડા ટીમમાં નવી કરશે.

એમ પણ બરોડામાં કેટલાક જાણીતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જેને તે પોતે જાણે છે એમ કહેતા ઉમેર્યું કે બરોડામાં હાર્દિક પંડ્યા ઘણો સારો દેખાવ કરી રહ્યા છે મને તક મળી છે કે હું હાર્દિક પંડ્યા સાથે કે કુણાલ પંડ્યા સાથે કામ કરુ તો મને ખૂબ આનંદ થશે. જ્યાં સુધી ક્રિકેટની સગવડોને લાગે છે બરોડા માં ઘણી સારી સગવડો છે. તેનો ફાયદો ઉઠાવીને બરોડા ટીમને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશ. મોટીબાગ ક્રિકેટ મેદાન ખૂબ જાણીતું છે જેની મુલાકાત લીધી છે અને તેની વિકેટ પણ તેને ખૂબ ગમી છે જ્યાં સુધી બરોડાનો સવાલ છે તેને હજુ ચાર દિવસ અહી આવીને થયા છે હજુ દરેકના પરિચયમાં આવ્યા નથી પરંતુ તેની પાસે ખૂબ લાંબો અનુભવ છે.

ઘણા દેશોમાં તેને કોચિંગ આપેલું છે એટલે કોચિંગ એના માટે કોઈ પ્રોબ્લેમ નથી બરોડા પાસે ઘણા સારા ક્રિકેટર છે અને હવે ફોકસ કરવાનું છે કે આ ક્રિકેટરો ને કેવી રીતે તૈયાર કરવામાં આવે. હવે દરેક કક્ષાએ પણ ખૂબ સ્પષ્ટ થઈ ગઈ છે શું ખૂબ મહત્વ રહેશે આ કોરોના નો સમય છે ફિટનેસ તરફ ધ્યાન રાખવાની જરૂર છે એના માટે બરોડાના ક્રિકેટરો માટે તેને એક ખાસ પ્લાન બનાવ્યો છે. આ પ્લાન મુજબ આગળ વધવા માંગે છે તે જાણે છે કે નજીકના ભવિષ્યમાં કેટલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આવી રહી છે. આવા સમયે જેમ રમત આગળ વધતી જતી તેમ નવા પ્લાનનો અમલ કરાતો જશે. આપણા ખેલાડીઓને જે જરૂર છે.

તે પ્રમાણે તાલીમની વ્યવસ્થા કરાશે મોટાભાગે ક્રિકેટરોને તાલીમ માટે તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે તે બધાને સાથે લઈને ચાલવા માગે છે પરંતુ તે પહેલા તેમના દરેક ખેલાડીને ક્ષમતા તે ચકાસી જોવાનો પ્રયત્ન કરશે અને ક્રિકેટરોની ક્ષમતા પ્રમાણે તેઓને તાલીમ આપવાનો પ્રયત્ન કરશે.  વધુમાં જણાવ્યું ટીમનું સંતુલન જરૂરી છે અને દરેક ખેલાડી એક જ લાઈનમાં વિચારે અને એક જ લાઈનમાં મહેનત કરે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. કારણ કે ક્રિકેટની રમતએ ટીમની રમત છે. એક જ ખેલાડી ક્લીક જાય એ ઘણી સારી વાત છે. હવે સમગ્ર ટીમનું પરફોર્મન્સ ગણતરીમાં લેવામાં આવે છે.

To Top