Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા મનપામાં 7 કેસ સાથે રાજ્યમાં શુક્રવારે કોરોનાના વધુ 22 કેસ નોંધાયા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે, જેમાં સુરત મનપામાં 5, વલસાડમાં 4 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાતં વડોદરા મનપામાં 7, અમદાવાદ મનપામાં 4, જૂનાગઢ ગ્રામ્યમાં 1, કચ્છમાં 1 કેસ નોંધાયો છે.

શુક્રવારે કોરોનાના વધુ 14 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,16,246 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 192 થઈ છે. 05 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે 187 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં શુક્રવારે 03 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,546ને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 38,205ને પ્રથમ ડોઝ અને 2,16,566ને બીજો ડોઝ તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 12,602ને પ્રથમ ડોઝ અને 84,752ને બીજો ડોઝ મળી કુલ 3,53,674 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,02,42,222 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

To Top