મુંબઈ: (Mumbai) શીના બોરા મર્ડર કેસમાં (Sheena Bora Murder Case) વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્દ્રાણી મુખર્જી (Indrani Mukhrji) કહ્યું...
મહેસાણાની મહિલાને ઓમિક્રોન થયો : કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવા છતાં મહિલાને ચેપ લાગતા તંત્ર મૂંઝવણમાં મુકાયું, પતિના બેસણામાં ઝીમ્બાબ્વેથી આવેલા સ્વજનો...
પંચમહલ : પંચમહાલ (Panchmahal) જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં ગુરુવારે વહેલી સવારે બ્લાસ્ટ (Blast)...
વેક્સિન તેને કહેવાય, જે વાયરસ સામે સંરક્ષણ આપે. કોવિડ-૧૯ ની જેટલી પણ વેક્સિન હાલ દુનિયામાં અપાઈ રહી છે, તે સાર્સ કોવી-૨ વાયરસ...
કોઈ સંસ્થામાં તેના સ્થાપનાકાળથી જોડાયેલા હોદ્દેદારો સમય જતાં સંસ્થાને પ્રગતિની ઉચ્ચ રાહ પર લઈ ગયા હોય એવા અસંખ્ય દાખલાઓ છે. મોટે ભાગે...
ચર્ચાપત્ર વિભાગ એ શહેરની કે સમાજની સમસ્યા પર ધ્યાન દોરવાનું અગત્યનું પ્લેટફોર્મ છે. આ ચર્ચાપત્ર વિભાગમાં ૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ લખાયેલ...
હમણાં જ થોડા દિવસ પર સમાચાર વાંચવામાં આવ્યા કે અદાણી ગ્રુપ, અંબાણી પરિવાર કરતાં સંપત્તિમાં આગળ વધી ગયું. હાલ થોડા થોડા દિવસે...
ભારત સરકારના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આપણા ઘર આંગણે સુરતના વનિતા વિશ્રામ ખાતે ‘હુનર હાટ’નો રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે. વડા...
એક વખત એક શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. તમામ બાળકો તેમની તરફથી સંપૂર્ણ તૈયારી સાથે આવ્યાં હતાં. વર્ગનો સૌથી વધારે વાંચવાવાળો અને...
ગાંધીનગર: આર્સેનલ મિત્તલ નિપ્પોન સ્ટીલ (Arsenal mittal nippon steel) પ્લાન્ટ દ્વારા પ્રદૂષણ (Pollution) ફેલાવવામાં આવી રહ્યું છે, તેવા આરોપ સાથે હજીરા (Hazira)...
સુરત : (Surat) વરાછામાં (Varacha) પૂર્વ પ્રમુખે લગ્નપ્રસંગમાં (Wedding function) ફટાકાડા નહીં ફોડવા (Fire crackers) તેમજ ઢોલ નહી વગાડવાના નિયમને નેવે મુકીને...
દિલ્હી: કેન્દ્ર (Central)ની મોદી (Modi) સરકારે બુધવારે ચૂંટણી (Election) સુધારા સંબંધિત એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટ (Cabinet)ની બેઠકમાં એક બિલને મંજૂરી...
તાજેતરમાં રજૂઆત પામેલી તમિળ ભાષાની ‘જય ભીમ’ વિશે અનેક ચર્ચા થઈ રહી છે અને ‘કસ્ટોડિયલ ડેથ’નો મુદ્દો ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં...
મદનલાલ ઢીંગરા સામે જ્યારે કર્નલ વાઈલીનું ખૂન કરવા માટે ખટલો ચાલતો હતો ત્યારે વિનાયક દામોદર સાવરકરે ઢીંગરાની બહાદુરીની ભારોભાર પ્રશંસા કરી હતી,...
સુરત: (Surat) સુરતના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની બાળકીને (10 years old girl) વડાંપાઉ અને સોડાની લાલચ આપીને અપહરણ (Kidnap) કરી બળાત્કાર (Rape)...
કેન્દ્ર સરકારે ભલે ખેડૂતોના વિરોધને પગલે કૃષિ સુધારા કાયદા પરત ખેંચી લીધા છે પરંતુ હવે ભાજપ શાસિત ગુજરાત રાજ્યમાં સરકારે નવી કૃષિ...
ભરૂચ: વિધિની વક્રતા કેવી ક્રૂર હોય છે તેનો અનુભવ ભરૂચના પરિવારને થયો છે. દીકરીના લગ્નના દિવસે જ અહીં પિતાનું મૃત્યુ થયું હતું....
કાલોલ: કાલોલ તાલુકાના મલાવ-અડાદરા રોડ પર આવેલા ગેંગડીયા ચોકડી પાસે રવિવારે સાંજે રોડ સાઈડમાં ઉભી કરેલી રિક્ષાને અકસ્માત નડતા રિક્ષામાં બેઠેલા એક...
કાલોલ: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની ભરતી માટે લેખીત પરીક્ષા લેવા બાબતે પ્રશ્ન પત્ર લીક થયું હોવાનું બહાર આવ્યું...
વડોદરા : વડોદરા શહેરમાં વીતેલા 24 કલાકમાં કોરોનાં પોઝિટિવના નવા 13 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,465...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીને 4 મહિના વીતી ગયા પછી પણ શિક્ષણ સમિતિને નવા ચેરમેન અને વાઇસ...
સુરત: (Surat) સુરતના કાપોદ્રા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે પાર્કિંગની (Parking) બબાલમાં માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની નિર્મમ હત્યા (Murder) થઈ છે....
વડોદરા : શહેરના તરસાલી શાકમાર્કેટના ખસેડવાની 5 દિવસ અગાઉ પાલિકા તરફ થી સૂચના મળતા આજે તમામ વેપારીઓ બેનરો અને સુત્રોચ્ચાર સાથે પાલિકા...
વડોદરા : વારસિયા સજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડેવલોપર્સ પ્રણવ ચોક્સી પાલિકાની વડી કચેરીમાં દેખાયા. સ્માર્ટ સિટીનું રેન્કિંગ બચાવવા સંજય નગર નો સ્માર્ટ...
મુંબઈ: ભારતીય ટીમના (Indian cricket team) પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) વિરાટ કોહલી (Virat kohli) પાસેથી ODIની કેપ્ટનશીપ (Captaincy) છીનવી લેવા...
નવી દિલ્હી: (New Delhi) દેશમાં કન્યા/સ્ત્રીઓના લગ્ન માટેની કાયદાકીય ઉંમર 18થી વધારી 21 થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લગ્ન માટેની ઉંમરમાં...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICCI) દ્રારા બુધવારના (Wednesday) રોજ કરવામા આવી એક અગત્યપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડમાં (New Zealand) આવતા વર્ષે ચાર...
કોરોનાની મહામારીમાં ભાજપ સરકારના આડેધડ આયોજન અને ઇચ્છાશક્તિના અભાવે લાખો લોકોને ભોગ બનવું પડ્યું છે. કોરોનામા મૃત્યુ પામનાર મૃતકોને સહાય આપવાની રાજ્યની...
સુરત: (Surat) મજુરાગેટ છેલ્લા ઘણા સમયથી જાણે રેડ લાઈટ એરિયા (Red Light Area) હોય તેમ રસ્તા પર લલનાઓ રાહદારીઓને પરેશાન કરે છે....
રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને ઠંડીનો પારો 3 ડિગ્રી હજુએ નીચે ગગડી જશે. જેના પગલે કાતિલ ઠંડીની...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
મુંબઈ: (Mumbai) શીના બોરા મર્ડર કેસમાં (Sheena Bora Murder Case) વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્દ્રાણી મુખર્જી (Indrani Mukhrji) કહ્યું છે કે જેની હત્યા માટે તે જેલમાં છે તે દીકરી જીવિત છે. તેણે તપાસ એજન્સીને લખેલા પત્રમાં આ દાવો કર્યો છે. ઈન્દ્રાણી મુખર્જીએ કહ્યું છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધવી જોઈએ. ઈન્દ્રાણીનું કહેવું છે કે તેને જેલમાં એક મહિલા મળી જેણે તેને કહ્યું કે શીના જીવિત છે અને કાશ્મીરમાં (Kashmir) છે. આ ચોંકાવનારા બયાન બાદ ઇન્દ્રાણીએ સીબીઆઈ (CBI) તપાસની પણ માંગ કરી છે.
શીના બોરા મર્ડર કેસમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. 2012માં પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં જેલમાં બંધ ઈન્દ્રાણી મુખર્જીએ જેલમાંથી કેન્દ્રીય તપાસ એજન્સીને પત્ર લખ્યો છે. પત્રમાં ઈન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધી કાઢવી જોઈએ. મુખર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે કાશ્મીરમાં શીના બોરા જીવિત છે. પૂર્વ મીડિયા કાર્યકર અને શીના બોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જેલમાં તેને મળેલી એક મહિલા કેદીએ જણાવ્યું છે કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી.
જેની લાશ રાયગઢના જંગલમાંથી મળી આવી હતી તે કોણ હતું?
ઈન્દ્રાણીના વકીલે આ સમગ્ર મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. ઈન્દ્રાણીના વકીલનું કહેવું છે કે તેણે આ પત્ર સીધો સીબીઆઈને લખ્યો છે, જેના કારણે તે નથી જાણતા કે આ પત્રમાં શું અને કેવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે તે જેલમાં જશે ત્યારે તે ઈન્દ્રાણી પાસેથી આ મામલાની માહિતી મેળવી શકશે. આ દરમિયાન સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એપ્રિલ 2012માં મહારાષ્ટ્રના રાયગઢના જંગલમાંથી કોની લાશ મળી આવી હતી, જેને સીબીઆઈએ પણ શીના બોરાની લાશ હોવાની પુષ્ટિ કરી હતી.
ફોરેન્સિક રિપોર્ટમાં શીનાના મૃતદેહની પુષ્ટિ થઈ હતી
રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો શીના બોરાના હતા. AIIMSના ફોરેન્સિક રિપોર્ટ દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આ જ રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો શીના બોરાના હતા.
ઈન્દ્રાણીના પત્રે તપાસ એજન્સીઓની ચિંતા વધારી દીધી છે
ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ ડાયરેક્ટરને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે તે તાજેતરમાં જેલમાં એક મહિલાને મળી હતી જેણે તેને કહ્યું હતું કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. જેલમાં બંધ મહિલાની વાતમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ઈન્દ્રાણી મુખર્જીના પત્રે તપાસ એજન્સીઓની તપાસ પર સવાલો ઉભા કર્યા છે. જો સીબીઆઈએ 2012માં શીના બોરાને મૃત જાહેર કરી દીધી હતી, તો કાશ્મીરની છોકરી કોણ છે અને રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો કોના છે. આવી સ્થિતિમાં સીબીઆઈ સામે મોટો પડકાર ઉભો થયો છે. જણાવી દઈએ કે ઈન્દ્રાણી 2015થી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે.