Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્લી (New Delhi):  એક બાજુ જયાં ઓમિક્રોન (Omicron) હાહાકાર મચાવી રહ્યો છે ત્યાં એક ખુશીના સમાચાર મળી રહ્યાં છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યકિતનો રિપોર્ટ (Report) કરતાં જયાં 4 દિવસનો (Day) સમય લાગે છે ત્યાં ભારત (India) દ્રારા એક કીટ તૈયાર કરવામાં આવી છે કે જેના દ્રારા વ્યકિત એમિક્રોનથી સંક્રમિત છે કે નહિ તે માત્ર બે કલાકમાં જ ખબર પડી જશે. આ કીટનો આવિષ્કાર આસામ (Aasam) સ્થિત ડિબ્રુગઢ પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર દ્રારા કરવામાં આવ્યો છે. આ કિટ ડૉક્ટર વિશ્વ બોરકોટોકીએ (Dr. Vishwa Borkotoki) તૈયાર કરી છે. ડોક્ટર બોરકોટોકી અને ICMRના પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રની ટીમ દ્રારા રીઅલ-ટાઇમ RT-PCR ટેસ્ટ કીટ તૈયાર કરવામાં આવી છે. આ ટેસ્ટ કીટ સમયનો બચાવ કરે છે તેમજ ટૂંક સમયમાં જ પરિણામ આપે છે.

આ કિટ દ્વારા માત્ર બે કલાકમાં જ ઓમિક્રોનનાં ઈન્ફેક્શનને શોધી શકાય છે તેમજ આ કીટ સંપૂર્ણપણે ભારતમાં બનેલી છે. આ કીટનું પરિક્ષણ હાઇડ્રોલિસિસ RT-PCR  સિસ્ટમથી કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ લેબ ટેસ્ટિંગ દરમિયાન આ કીટનો 100% ફાયદો મળ્યો છે તેમજ તેના પરિણામોની તપાસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણેમાં થઈ રહી છે. પરિક્ષણ થયાં બાદ તેનું પરિણામ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે.

ડૉ. વિશ્વા બોરકોટોકી તેમજ તેમની ટીમ સાથે જોડાયેલા કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ આ પ્રોજેક્ટનો હિસ્સો બની તેમજ આ અંગેની કામગીરી કરવા બદલ ગર્વ અનુભવે છે. આ કિટ હવે RMRC ડિબ્રુગઢની ડિઝાઇનના આધારે તૈયાર કરવામાં આવશે. આ કીટ બનાવવાની જવાબદારી કોલકાતા સ્થિત બાયોટેક કંપની GCC બાયોટેકને આપવામાં આવી છે. જે PPP મોડમાં આગામી 3 થી 4 દિવસમાં આ કીટનું ઉત્પાદન શરૂ કરશે. આગાહી કરવામાં આવી રહી છે કે આ મેડ ઇન ઇન્ડિયા કિટ આગામી એક સપ્તાહમાં બજારમાં ઉપલબ્ધ થશે.

એકબાજુ જયાં વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ફરી દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકોમાં તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ડર દેખાવા લાગ્યો છે સાથે ઓમિક્રોનના કેસ વઘી રહ્યાં છે. ડોકટરોનું માનવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે. ત્યાં આ કીટ સફળ પૂરવાર થશે એવું માનવામાં આવી રહ્યું છે.

To Top