Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના નિવૃત્તિ પ્રસંગે બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભાવુક થઇ ગયા હતા. મોદીએ ગુલામ નબી આઝાદ સાથેનો એક કિસ્સો યાદ કરતા કહ્યુ હતુ કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના મુસાફરો પર આતંકવાદી હુમલો થયો હતો. મોદીએ તે સમયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પહેલો ફોન તેમને ગુલામ નબી આઝાદનો હતો. મોદીએ આઝાદને ગુજરાતની પ્રજા પ્રત્યે કેટલી ચિંતા હતી તે કિસ્સો સંભળાવ્યો હતો. મોદીએ કહ્યુ કે ગુલામ નબી આઝાદ એ લોકો માટે એટલા જ ચિંતિત હતા જેટલું કોઈપણ તેના પોતાના પરિવાર માટે હોય છે.

પીએમ મોદી આ આખી વાત યાદ કરતાં ગળગળા થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે, ‘એકવાર ગુજરાતના મુસાફરો પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આઠ લોકો માર્યા ગયા હતા. પહેલા મને ગુલામ નબીજીનો ફોન આવ્યો. અને તે ફોન ફક્ત માહિતી આપવા માટે નહોતો …. (ડૂમો રોકીને તેમના આંસુઓ અટકતા ન હતા).. તે સમયે પ્રણવ મુખર્જી કે જે સંરક્ષણ પ્રધાન હતા તેઓ ફોન પર હતા… મેં તેમને પૂછવા માટે ફોન કર્યો કે દળનું વિમાન મૃતદેહ લાવવા માટે મળશે કે નહીં. મોડી રાત થઈ હતી… પ્રણવ મુખર્જીએ (Pranab Mukherjee) કહ્યું કે ચિંતા ન કરો… પણ રાત્રે ફરી ગુલામ નબી જીનો ફોન આવ્યો. તેઓ એરપોર્ટ પર હતા… (મોદી રડી પડે છે…) તેમણે મને બોલાવ્યો .. જેમ તમારા પરિવારની ચિંતા કરો છો તેમ તેમની ચિંતા કરશો (મોદી આગળ બોલી ન શક્યા)….’.

‘કોંગ્રેસને ગુલામ નબી આઝાદ જેવા નેતા નહીં મળે’: પીએમ મોદીએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘મને ચિંતા છે કે ગુલામ નબી જી, જેઓ આ પદ સંભાળશે, પછી ગુલામ નબી જીને મેચ કરવામાં તેમને ઘણી મુશ્કેલી પડશે. કારણ કે ગુલામ નબી જી તેમની પાર્ટીની જેટલી ચિંતા કરતા હતા દેશ અને સંસદની પણ એટલી જ ચિંતા કરતા.’. પીએમ મોદીએ ગુલામ નબી આઝાદને સંસદ અને દેશમાં ફાળો આપવા બદલ સલામ કરી. બધા સભ્યોએ ટેબલ ટેપ કરીને પીએમ મોદીને ટેકો આપ્યો હતો.

To Top