અમદાવાદ: ડિજીટલ ઈન્ડિયામાં ઓનલાઈન પેમેન્ટ (Online Payment) ટ્રાન્ઝેક્શનનું (Transaction) પ્રમાણ ખૂબ જ વધ્યું છે, તેની સાથે ફ્રોડની ઘટનાઓ પણ વધી છે. ગુજરાતમાં...
વોશિંગ્ટનઃ યુએસમાં (US) એક કંપની અવકાશમાંથી (Space) સામાન પહોંચાડવા માટે એક નવી શોધ (Invention) કરવાનો પ્રયત્ન કરી રહી છે. ઈન્વર્ઝન સ્પેસ એક...
ગુજરાત: હાલમાં બોકસ ઓફિસ (Box Office) ઉપર ઘ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે (Movie) ઘૂમ મચાવી છે. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે....
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં શિક્ષણ મંત્રી જીતું વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી...
ગાંધીનગર: 5 રાજ્યોની ચુંટણીમાં હાર મેળવ્યા બાદ શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા (ShankarSinh vaghela)એ આજે પત્રકાર...
ગાંધીનગર: દેશમાં ધર્મપરિવર્તનને લઈને આજકાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ભારતમાં મામલે અનેક વિવાદો પણ થયા છે. કેટલાક લોકોએ ધર્મ પરીવર્તનનાં દબાણનાં...
સુરત: (Surat) માનદરવાજાની મહિલા (Women) ઉપર ફાયરિંગ (Firing) કરાવનાર તેનો પતિ જ નીકળ્યો છે. તેના પતિએ (Husband) મહારાષ્ટ્ર પુણેમાં રહેતા મિત્રને ફાયરિંગ...
રાજકોટ: રાજકોટમાં મહિલા તબીબે વાકાનેરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહિલા હોમિયોપેથી ડોક્ટર હતી. દીકરીના મોત બાદ...
સુરત: સુરત રેલવે સ્ટેશનનો ખર્ચ કાઢવા માટે આગામી દિવસોમાં સુરત રેલવે સ્ટેશનનું (Surat Railway Station) નામ બદલાઈ જાય તો નવાઈ નહીં હોય....
રાજકોટ: નરેશ પટેલ રાજકારણમાં જોડાવવા મામલે અનેક અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડવા માટે...
સુરત: ઉનાળાની શરૂઆત સાથે જ શાકભાજી અને ફ્રૂટ્સના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને શરીરને ઠંડક આપતા ફ્રૂટ્સ અને શાકભાજીની માંગ વધવા...
સુરત: (Surat) પાલ આરટીઓ પાસેની એક બિલ્ડિંગમાં વૃદ્વા (Old Women) ન્હાતી (Shower) વખતે નાકમાં પહેરેલી સોનાની જડ (Gold Jewelry) બાથરૂમના (Bathroom) ગટરના...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે ઈમેમો મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યએ સવાલ પૂછાતા રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે,...
નવી દિલ્હી: ભારત રશિયા પાસેથી 3.5 મિલિયન બેરલ ક્રૂડના ખરીદવા માટે ટૂંક સમયમાં કરાર કરશે તેવા અહેવાલો મળી રહ્યા છે. યુક્રેન અને...
સુરત : છેલ્લા અઢાર દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (RussiaUkraineWar) ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા (America) અને પશ્વિમી દેશોએ રશિયા પર...
સુરત :(Surat) ઓલપાડ ખાતે રહેતી મહિલા સાસુને (Mother-in-law) સારવાર (Treatment) માટે નવી સિવિલમાં (New Civil) લઈ આવી હતી. જ્યાંથી ખાનગી એમ્બ્યુલન્સમાં (Ambulance)...
સુરત: (Surat) હોલીકા (Holi) ઉત્સવ જે ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાય છે અને ધુળેટી (Dhuleti) પછીના દિવસે એટલે કે ફાગણ વદ ત્રીજના...
નવી દિલ્હી: કોરોના વાયરસનો ડેલ્ટાક્રોન વેરિઅન્ટ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. ભારતના પાડોશી દેશનાં કેટલાંય રાજ્યોમાં આ વેરિઅન્ટની ચપેટમાં હજારો લોકો આવી...
પારડી : પારડી તાલુકાના અરનાલા ગ્રામ પંચાયતમાં બજેટ અંગે સામાન્ય સભા આજરોજ બપોરે સરપંચના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં 8 માંથી 6 સભ્યોએ...
છેલ્લાં કેટલાંય વર્ષોથી સુરતમાં નાની બાળકીઓ અને સ્ત્રીઓ પર થતા બળાત્કાર અને હત્યાના કેસો વધતા જાય છે. હાલમાં પકડાયેલા જુદા જુદા કેસોમાં...
ટોકિયો: જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે...
કાશ્મીર રાજ્ય બનવાના પેંચ કસી રહ્યું છે, જે ધાર્યા પ્રમાણે સ્વર્ગમાં શાંતિ મેળવવા જેવું કામ છે,પણ સરળ નથી!ચિત્રો કે ચિલચિત્રો જોઈ આંસુ...
એક મોટીવેશનલ સેમિનારમાં એક સ્પીકર બોલ્યા, ‘આજે હું તમને એક એવી વસ્તુની વાત કરવાનો છું કે જે તમારી પાસે હોય તો સારું...
વિકાસની અનેકવિધ યોજનાઓની બોલબાલા વધી રહી છે. પર્યાવરણ પર આવી યોજનાઓની થનારી સંભવિત અસર અને તેને પહોંચી વળવાનાં પગલાં અંગેના અભ્યાસ થાય...
તાજેતરમાં યુપી, પંજાબ સહિતના રાજ્યોમાં થયેલી હારને પગલે કોંગ્રેસમાં ઘમાસાણ વધી જવા પામ્યું છે. કોંગ્રેસે આત્મચિંતન માટે બેઠક બોલાવી અને બાદમાં ફરી...
સુરત : મહિધરપુરા પોલીસ સ્ટેશનની (Police Station) સામે જ બીઆરટીએસ (BRTS) બસના (Bus) ચાલકે પોલીસ મથકના બે કર્મીઓને ઓવરટેક (Overtack) કરવા જતા...
સુરત: (Surat) સુરત શહેરના જાણીતા હીરા વેપારી અને બિલ્ડર (Diamond Trader And Builder) કનુ શાહએ કલોલના હાજીપુરથી ખેડૂત (Farmer) બન્યા બાદ પોતાના...
સુરત: (Surat) ગ્રીષ્માની હત્યા (Grishma Murder) કર્યા બાદ હવે ફેનિલે લાજપોર જેલમાંથી જ ડાયરેક્ટ સાક્ષીઓને (Witness) ફોન કરીને તેઓને ફોડવાનો પ્રયાસ કર્યો...
ગાંધીનગર : રાજયમાં છેલ્લા 27 વર્ષના ભાજપના (BJP) શાસનમાં પહેલી વખત વિપક્ષ કોંગ્રેસના (Congress) સભ્યોએ ગૃહ વિભાગની માંગણીઓ સામે પોતાની કાપ દરખાસ્ત...
ગાંધીનગર : કાયદા મંત્રીએ આજે કાયદા વિભાગનું રૂ. ૧૭૪૦ કરોડની જોગવાઇનું અંદાજપત્ર (Budget) રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩...
‘રાજા શિવાજી’માં રિતેશ દેશમુખનો શાનદાર અવતાર: શિવાજી જયંતિએ ફર્સ્ટ લુક રિલીઝ, 1 મે 2026 આવશે મોટે પડદે
ક્રેડિટ કાર્ડ વાપરો છો? તો જાણી લો 1 એપ્રિલ 2026થી લાગુ થશે આ 5 મોટા ફેરફારો
T20 વર્લ્ડ કપ 2026માં મોટો અપસેટ: ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને તેના ઘરઆંગણે હરાવ્યું
સલીમ ખાનની કોઈ સત્તાવાર સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરવામાં નહીં આવે: પ્રાઇવસીના મુદ્દે ખાન પરિવારનો મહત્વનો નિર્ણય
નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામના સંદીપ જયસ્વાલની વર્લ્ડ આર્ચરી કોર્ષ માટે પસંદગી
સુરતમાં બોર્ડ પરીક્ષા પૂર્વે ખાસ આયોજન: ટ્રાફિકથી પ્રભાવિત 203 કેન્દ્રોની યાદી જાહેર
રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારી દેવાની ધમકી, આરોપી પોલીસ કસ્ટડીમાં
ઉત્તર પ્રદેશમાં PUC નિયમોમાં મોટો ફેરફાર: હવે ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ પર જ મળશે OTP
રમઝાન પહેલા યુએઈએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું: પવિત્ર મહિનામાં 1856 કેદીઓને માફ કરાયા
સુપ્રીમ કોર્ટે કહ્યું- જો લોકોને મફત ખોરાક મળશે તો તેઓ કામ કેમ કરશે? સરકાર લોકોને રોજગાર આપે
હોળી-ધૂળેટી પર મુસાફરોને રાહત: એસ.ટી.ની 1,300 વધારાની બસો દોડશે, ડાકોર અને દ્વારકા માટે પણ બસો
સુરતમાં અફવાઓ વચ્ચે પોલીસનો કડક સંદેશ: “બાળકોની સુરક્ષા પર કોઈ સમજૂતી નહીં!”
શેરબજારમાં ઉથલપાથલ: સેન્સેક્સ 1000 અંક ઘટ્યો, નિફ્ટી 300 પોઇન્ટ નીચે, બજારમાં 4 લાખ કરોડનું નુકસાન થયા હોવાનો ગણગણાટ
ટ્રાન્સજેન્ડર અને ગે યુગલોના લિવ-ઇન સંબંધો પર અલાહાબાદ હાઇકોર્ટનું મહત્વપૂર્ણ નિવેદન
મુકેશ અંબાણીએ ભારતને ‘ઇન્ટેલિજેંસ યુગ’માં લઈ જવા માટે 10 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી
4.08 લાખ કરોડનું ‘જ્ઞાન’ થીમ આધારિત 2026-27નું ગુજરાતનું બજેટ સાથે વિકાસને નવી દિશા – વિકાસ પ્રોજેક્ટને 65 ટકા ફાળો
બાંગ્લાદેશ ભારત અને BCCI સાથે સંબંધો સુધારવા માંગે છે: રમતગમત મંત્રી અમીનુલ હક
૬ પ્રદેશમાં ૮૦થી વધુ પ્રોજેક્ટ, ૬,૬૦૦ કરોડથી વધુ ફાળવણી; ૨૦૨૬ ‘રાજ્ય પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર, ૬,૭૩૭ કરોડની વિશેષ જોગવાઈ
એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના
સુરતમાં ગુંડાગીરીનો ગાજતો કિસ્સો:દહેશત ફેલાવનાર ચિરાગ ગોટીનું ફરી રી-કન્ટ્રક્શન,પોલીસનો કડક પ્રહાર
મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કર્યા બાદ ખબર પડી કે પત્નીના બે અફેર છે…
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ. ૪૦૦ કરોડ.
બિલ ગેટ્સ AI સમિટમાંથી ખસી ગયા: એપ્સટિન કેસ ફાઇલોમાં તેમનું નામ આવ્યા પછી નિર્ણય લીધો
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે રૂ.૨૦૦૬ કરોડની જોગવાઇ
વડોદરા પોલીસ ભવન પાસે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, રસ્તાઓ પર રેલમછેલ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૪,૦૨૨ કરોડની જોગવાઇ
નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી લીલીઝંડી
રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે?
PM મોદીએ AI સમિટમાં MANAV વિઝન રજૂ કર્યું, કહ્યું- AI નૈતિક, જવાબદાર અને માનવ-કેન્દ્રિત હોવું જોઈએ
બજેટ અડગ વિશ્વાસ અને અવિરત વિકાસની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રી
અમદાવાદ: ડિજીટલ ઈન્ડિયામાં ઓનલાઈન પેમેન્ટ (Online Payment) ટ્રાન્ઝેક્શનનું (Transaction) પ્રમાણ ખૂબ જ વધ્યું છે, તેની સાથે ફ્રોડની ઘટનાઓ પણ વધી છે. ગુજરાતમાં છેલ્લાં 1 વર્ષના સાયબર ફ્રોડના (Cyber fraud)ચોંકાવનારા આંકડા તાજેતરમાં બહાર આવ્યા છે. જેમાં છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં (Gujarat) સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોએ રૂપિયા 7 કરોડથી વધુની રકમ ગુમાવી છે, જ્યારે પાછલાં ચાર વર્ષની વાત કરીએ તો આંકડો 28 કરોડ પર પહોંચ્યો છે. નોટબંધી બાદથી દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે. હવે લોકો એક ક્લિક પર બેન્કિંગ કરી રહ્યાં છે. લોકો બેન્કમાં ધક્કાં ખાવાનું લોકો હવે પસંદ કરતા નથી. પેમેન્ટ લેવું, પેમેન્ટ આપવું તમામ કામ લોકો ઘરે બેઠાં મોબાઈલની મદદથી કરવા લાગ્યા છે. કહેવાય છે કે સુવિધા જ તકલીફનું પણ કારણ બનતી હોય છે, તે જ પ્રમાણે ડિજીટલ યુગમાં સાયબર ફ્રોડ નામનો રાક્ષસ હવે લોકોને સતાવી રહ્યો છે.
નાનકડી ભૂલથી જીવનની મૂડી થઇ શકે સફાચટ
લોકો બેન્કમાં જઇ નાણાની લેવડ- દેવડમાં આળસ અનુભવતા હોય છે. તેમનો આ જ આળસ તેમના જીવનની ભેગી કરેલી સમગ્ર મૂડી પર ભારે પડે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં માત્ર આંખના પલકારા જેટલા સમયમાં તમે વર્ષોની મહેનત ગુમાવી શકો છો. આ તમામ સંજોગોમાં સાવધાની રાખવી ખૂબ જ આવશ્યક બની જાય છે. નાણાની અદ્યતન સાયબર ટેક્નોલોજીથી લાભ તો થાય જ છે પરંતુ તેમાં તમારી એક નાનકડી ભૂલથી એકઠી કરેલ મૂડી ગણતરીની મિનિટમાં સફાચટ થઇ શકે છે. જો કે તેમાં કોઇ શક નથી કે સાયબર ટેક્નોલોજીથી નાણાકીય લેવડ-દેવડ ખૂબ જ સરળ બની ગઇ છે. હવે બેંકમાં કે કોઇ વ્યક્તિને રૂબરૂ મળી નાણા આપવા જવું પડે તેવું ઓછું બને છે. હાલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે ગૂગલ પે, પેટીએમ, ફોન પે જેવી મોબાઇલ એપ્લિકેશન્સથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સરળ બન્યુ છે. આ સમયગાળામાં પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડથી વર્ષ 2018-19માં 3477 ઘટનામાં 2.22 કરોડ જેટલા રૂપિયા ગુમાવ્યા હતા.
લોકસભામાં ઘટનાઓની લિસ્ટ જાહેર કરાઇ
લોકસભાના સત્રમાં જાહેર કરવામાં આવેલી ઘટનાઓની માહિતી પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2018-19માં 1135 અને 2019-20માં 2719 સાયબર ફ્રોડની ઘટનાઓ નોંધાઇ હતી. તેમજ આ બંને વર્ષોમાં માત્ર ગુજરાતીઓએ નાણાકીય બાબતે 8.76 કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા હતા. જો કે કોરોના કાળમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ વધ્યો છે. દેશમાં આ ક્રેઝ વધવાની સાથે સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. હાલ કુલ 10,881થી વધુ સાયબર ફ્રોડની ઘટનાઓ નોંધાઇ છે. જેમાં વર્ષ 2020-21માં સાયયબર ફ્રોડની 4746 ઘટનામાં 12.37 કરોડ રૂપિયા જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધીના સમયગાળામાં 2281 ઘટનામાં 6.95 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
એક OTPથી બની શકો છો સાયબર ફ્રોડનો ભોગ
આજકાલ એક કોલ માત્રથી તમારી સાથે ફ્રોડ થઇ શકે છે. આપણે જેટલી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની માહિતી રાખીએ છીએ તેટલુ જ તેના વિશે થતી ગેરરીતિથી પણ વાકેફ હોવું જોઇએ. કોઇ પણ અજાણ વ્યક્તિ તમારા બેન્કની ડિટેલ્સ તથા ઓટીપી માંગે તો તે અંગે સાવચેતી રાખવી જોઇએ. સમગ્ર દેશમાં આ સમયગાળામાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. જેમાં લોકસભાના સત્રમાં આપવામાં આવેલી વિગતો અનુસાર કુલ 2.49 લાખ ઘટના નોંધાઇ છે. જ્યારે 789.11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ ચૂકી છે. તેનુ મુખ્ય કારણ એ છે કે અજ્ઞાત વ્યક્તિને ડેબિટ-ક્રેડિટ કાર્ડ નંબર-પાસવર્ડ, ઓટીપી આપવાથી જ મોટાભાગની સાયબર ફ્રોડની ઘટનાઓ થતી હોય છે. લોકો ગણતરીની મિનિટમાં બેંકમાં કરેલી બચત ગુમાવી દે છે. અજ્ઞાત વ્યક્તિનો ઓટીપી માટે ફોન આવતા અનેક લોકો તે આપી દે છે જે સૌથી મોટી ભૂલ હોય છે.