Dakshin Gujarat

શિક્ષકની ઉચ્ચત્તર પગાર ધોરણની ફાઇલ ક્લિયર કરવા માટે લાંચ લેનાર વલસાડનો શિક્ષક ઝડપાયો

વલસાડ: વલસાડના (Valsad) કપરાડા તાલુકાના નાંદગાવ કાવચાળી પ્રાથમિક શાળાના (School) શિક્ષકે (Teacher) ઉચ્ચત્તર પગાર ધોરણની ફાઇલ ક્લિયર કરવા રૂ.500ની લાંચ (Bribery) માંગી હતી. એસીબીએ (ACB) છટકું ગોઠવી બાલચોડી પ્રાથમિક શાળા કેમ્પસમાં (School Campus) આવેલા હોલમાં લાંચીયા શિક્ષકને રંગે હાથે ઝડપી પાડતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

એસીબીના જણાવ્યા મુજબ તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ કપરાડા તાલુકાના અલગ અલગ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ઉચ્ચતર પગાર ધોરણ અંગે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં શાળામાં શિક્ષક/શિક્ષિકા તરીકે નોકરી કરતાં અને જેમને ૯-૨૦-૩૧ નો ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થતો હોય, તેવા શિક્ષક/શિક્ષિકાઓ પાસેથી કેમ્પમાં ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ ક્લિયર કરવા માટે રૂ.૫૦૦ની લાંચ માંગણી કરી સ્થળ ઉપર સ્વીકારવામાં આવતી હોવાની એસીબીને ફરિયાદ મળી હતી. જે માહિતીની ખરાઇ કરવા એસીબીએ તા.૨૩/૧૨/૨૦૨૧ના રોજ છટકાનું આયોજન કર્યું હતું.

લાંચના છટકા દરમ્યાન કપરાડા બાલચોંડી પ્રાથમિક શાળા નજીકમાં આવેલા પ્રાર્થના હોલમાં ચાલતા કેમ્પમાં આરોપી શિક્ષક ગણેશ કનુ પટેલ (નાંદગાવ, કાવચાળી)એ હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ સ્વીકારતા એસીબીએ શિક્ષક ગણેશ કનુ પટેલને રંગેહાથે ઝડપી લીધો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહીમાં ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એસીબી પો.સ્ટે. અને એસીબી સ્ટાફ, કે.આર.સકસેના, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એસીબી પો.સ્ટે. અને સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ રહી હતી.

Most Popular

To Top