Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેરના ગોત્રી-સેવાસી રોડ િસ્થત ઈસ્કોન હાઈટસની ગલીમાં ખોદકામ દરમિયાન શુક્રવારે સમી સાંજે ગેસલાઈન લીકેજ થતાં પ્રચંડ અગ્ની જવાળાઓથી ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ફાયરબ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ ગોત્રી સેવાસી રોડ પર ઈસ્કોન હાઈટસની ગલીમાં દુર્ઘટના સર્જાઈ હતી. રોડ પર કેટલાક મજુરો ખોદકામ કરી રહયા હતા તે અરસામાં પસાર થતી ગેસ લાઈન લીકેજ થઈ હતી. એકાએક ગેસલાઈનમાંથી આગની પ્રચંડ જવાળાઓ ભભુકવા માંડતા જ મજુરો સહીત અવરજવર કરતા નગરજનોમાં નાસભાગ મચી ગઈ હતી.

ફાયરબ્રિગેડને જાણ કરાતા જ લાશ્કરોની ટીમ બચાવ સાધનો ઘટના સ્થળે ધસી આવી હતી. કેમીકલયુકત ફોર્મનો પુરતા પ્રેસરથી મારો ચલાવતા આશરે અડધા કલાકે આગ કાબુમાં આવી હતી. જો કે આગના પગલે કોઈ જાનહાની કે નુકસાન થયુ હોવાની જાણકારી સાંપડી ન હતી.

To Top