Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે સંવેદના દર્શાવી મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ મહત્વ પૂર્ણ નિર્ણયો કર્યા છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્ય ના પોલીસ કર્મીઓ ના કોવિડ 19 પરની ફરજ દરમ્યાન કોરોના ને કારણે અવસાન થાય તો 25 લાખ ની સહાય ની જાહેરાત કરી હતી. પરંતુ હવે મુખ્ય મંત્રીએ જાહેર કર્યું છે કે રાજ્યની નગર પાલિકાઓ મહા નગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓ નું આ કોરોના વાયરસ નો ભોગ બનવાથી અવસાન થાય તો તેવા કર્મીઓને 25 લાખ ની સહાય રાજ્ય સરકાર આપશે.
વધુમાં વિજય રૂપાણી એ એમ પણ જાહેર કર્યું છે કે, આ વિપરીત સ્થિતીમાં ફરજરત મહેસૂલ વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોના વાયરસ ની બીમારી થી જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ 25 લાખની સહાય અપાશે. હાલ ની લોક ડાઉન ની સ્થિતીમાં અનાજ સહિત ની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણ ની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકો નું મૃત્યુ કોરોના વાયરસ ના સંક્રમણ થી થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના નિર્ણયો કરાયા છે.

To Top