Top News

More Posts

   The Latest

Most Popular

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો ફેલાવો ઓછો થઈ શકે છે,એ આધારે બીએમસીએ આ પગલુ લીધુ છે.

બીએમસીએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે માસ્ક પહેરવામાં નિષ્ફળતાથી ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 188 હેઠળ લોકોની ધરપકડ થઈ શકે છે.

મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યુ હતુ કે, જાહેર સ્થળોએ ફરતા કોઈપણ વ્યક્તિએ ‘3 પ્લાય માસ્ક’ અથવા કપડા માસ્ક ફરજિયાતપણે પહેરવા પડશે.મોટા જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિણૅય લેવાયો હતો.

પરિપત્રમાં જણાવ્યું છે કે, “કોઈપણ વ્યક્તિ કે જે તેના અંગત અથવા સત્તાવાર વાહનમાં ફરતો હોય તેણે માસ્ક પહેરવા જ જોઇએ. કોઈ પણ વ્યક્તિ / અધિકારી આ માસ્ક પહેર્યા વિના કોઈપણ સભા / મેળાવડા, કાર્યસ્થળમાં ભાગ લેશે નહીં.”.

આ માસ્ક મેડિકલમાં મળતા સ્ટાન્ડડૅ માસ્ક, અથવા ઘરમાં બનાવેલા સાધારણ માસ્ક હોઇ શકે છે.લોકો આ માસ્કને કિટાણુરહિત રસાયણોમાં ધોઇને ફરીથી ઉપયોગ કરી શકે છે.એમ તેમાં ઉમેર્યું છે.

પરિપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે માસ્ક નહીં પહેરનારાઓની ધરપકડ કરી શકાય છે. “આ સૂચનોનું ઉલ્લંઘન કરનાર કોઈને પણ આઈપીસીની કલમ 188 હેઠળ શિક્ષા કરવામાં આવશે અને પોલીસ અધિકારીઓ દ્વારા અથવા વોર્ડના સહાયક કમિશનરો દ્વારા નિયુક્ત અધિકારીઓ દ્વારા સખત દંડ કરવામાં આવશે અને તેમની ધરપકડ કરવામાં આવશે. આ તમામ અધિકારીઓ આવા ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ આપવા માટે કોઈપણ પગલાં ભરવા માટે અધિકૃત છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ભાષણમાં પણ લોકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની અપીલ કરી છે. તેમણે વિનંતી કરી કે લોકો કાં તો માસ્ક પહેરી શકે છે અથવા તો સુતરાઉ રૂમાલનો ઉપયોગ કરી શકે છે જે માસ્ક તરીકે કામ કરી શકે છે.

To Top