નવી દિલ્હી: આજે પાંચ રાજ્યો (5 STATE ELECTION) માટેના એક્ઝિટ પોલ્સ(EXIT POLLS)માં હાઇ પ્રોફાઇલ (HIGH PROFILE) પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી (ASSEMBLY ELECTION) માટે શાસક તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) વચ્ચે રસાકસીની આગાહી થઈ છે જ્યારે કેરળમાં શાસક ડાબેરીઓ સત્તા જાળવી રાખશે, આસામમાં ભાજપ સત્તા જાળવશે. એક્ઝિટ પોલ્સ મુજબ તમિલનાડુમાં ડીએમકે આગેવાની હેઠળ વિપક્ષનો વિજય થવાની આગાહી છે અને પડોશી પુડુચેરીમાં કૉંગ્રેસ સત્તા ગુમાવશે.
પશ્ચિમ બંગાળમાં આજે આઠમા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલ્સના તારણો આવવા લાગ્યા હતા.
આસામમાં કુલ 126 બેઠકોમાંથી ઇન્ડિયા ટુ ડેના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 75-85 અને કૉંગ્રેસને 40-50 સીટ મળશે. જન કી બાત એક્ઝિટ પોલે જો કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 162-185 સીટ્સ સાથે સ્પષ્ટ વિજય દર્શાવ્યો છે. એક્ઝિટ પૉલ્સના તારણો કૉંગ્રેસ માટે પીછેહઠ સમાન છે, કેમ કે આસામ અને કેરળમાં પાછળ પડે છે અને પુડુચેરીમાં સરકાર ગુમાવે છે.
પશ્ચિમ બંગાળની આગાહીમાં એક્ઝિટ પૉલ્સ પણ વિભાજીત જણાય છે. અહીં મમતા બેનરજી 10 વર્ષથી સત્તામાં છે અને ભાજપે પહેલી વાર સત્તા કબજે કરવા ભારે જોર લગાવ્યું છે. ઇન્ડિયા ટુડે એક્સિસે રસાકસી દર્શાવી ભાજપને 134-160 અને ટીએમસીને 130-156 સીટ બતાવી છે. પશ્ચિમ બંગાળમાં રિપબ્લિક-સીએનએક્સના પોલ્સ મુજબ 294 બેઠકોની વિધાનસભામાં ભાજપને 138-148 અને ટીએમસીને 128-138 સીટ મળશે. જો કે ટાઇમ્સ નાઉ સી વૉટર મુજબ ટીએમસીને 162 સીટ સાથે સ્પષ્ટ બહુમતી મળશે. ભાજપને 115 સીટ મળશે. જન કી બાત એક્ઝિટ પોલ્સ ભાજપને 162-185 સીટ સાથે સ્પષ્ટ બહુમતી આપે છે. 2016માં ટીએમંસીને 211 અને ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી.
કુલ સીટ 294
બહુમતી 148
એજન્સી ટીએમસી ભાજપ ડાબેરી
સી વૉટર 152-164 109-121 14-25
એક્સિસ 130-156 134-160 0-2
ભારતવર્ષ 142-152 125-135 16-26
રિપબ્લિક 128-138 138-148 11-21
ચાણક્ય 169-191 79-119 0-8
જન કી બાત 112 174 6
પોલ્સ ઑફ પૉલ્સ 141 138 13
કુલ બેઠકો 234 બહુમતી: 118
એજન્સી એઆઇએડીએમકે+ ડીએમકે+ અન્ય
સી વૉટર 64 166 4
પી-માર્ક 52 177 5
રિપબ્લિક 63 165 6
ચાણક્ય 57 175 2
માય ઇન્ડિયા 46 185 3
પોલ્સ ઑફ પોલ્સ 56 174 4
કુલ બેઠકો 140 બહુમતી 71
એજન્સી એલડીએફ+ યુડીએફ ભાજપ
સી વૉટર 74 65 1
ચાણક્ય 112 28 0
પીમાર્ક 76 63 1
સીએનએક્સ 76 62 2
પોલ્સ ઑફ પૉલ્સ 88 51 1
કુલ બેઠકો 126 બહુમતી 64
એજન્સી એનડીએ યુપીએ અન્ય
સી વૉટર 65 59 2
ઇન્ડિયા ટુ ડે 80 45 1
રિપબ્લિક 79 45 2
ચાણક્ય 70 56 0
પોલ્સ ઑફ પોલ્સ 73 52 1
કુલ બેઠકો 30 બહુમતી 16
એજન્સી યુપીએ એનડીએ અન્ય
સી વૉટર 8 22 0
રિપબ્લિક 12 18 0
એક્સિસ 8 22 0
પોલ્સ ઑફ પોલ્સ 9 21 0