મકરપુરા GIDC પટેલ કોર્પોરેશ કંપનીમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા

વડોદરા: શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં કંપનીમાં દારૂની મહેફિલ માણતા બે શખસ સહિત 1 ને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે આ માટે જગ્યા પુરી પાડનાર અને દારૂ આપનાર તેમજ વાહન આપનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે કંપનીના માલિકે બે શખસોને “તમે મહેફિલ શરૂ કરો હું આવું છું” તેમ કહી ગયો હતો અને જોતજોતામાં માંજલપુર પોલીસ ત્રાટકી હતી.  માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બાતમી મળી હતી કે, મકરપુરા GIDC જયંત ઓઇલ મીલની બાજુમાં આવેલ શેડ નં.116 પટેલ કોર્પોરેશન નામની કંપનીમાં બેથી ત્રણ શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઓફિસમાં બેસી દારૂની મહેફિલ માણતા હર્ષ વિનેશભાઇ ડેડકિયા (રહે, સુરામી અલ્ટીસ, મનીષા ચોકડી, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા અને હેનીલ વિનુભાઇ સાકરિયા (રહે, રાધે ગોવિંદ સોસાયટી, વ્રજધામ મંદિર નજીક, માંજલપુર, વડોદરા) નશાની હાલતમાં ઝડપાયા હતા.

 દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા શખસોએ પોલીસને જણાવ્યું હતું કે, કંપનીના માલિક નિરજસિંહ કલ્યાણસિંહ યાદવ (રહે, ગીરધરપાર્ક, મકરપુરા ડેપો પાછળ, વડોદરા)એ દારૂની પાર્ટી માણવા માટે જગ્યા પુરી પાડી હતી અને તમે દારૂની મહેફિલ કરો હું થોડીવારમાં તમારી સાથે દારૂની મહેફિલમાં આવું છું તેમ કહીને ગયા હતા. તેમજ દારૂની બોટલ મકરપુરા ખાતેથી મનોજભાઇ નામના શખ્સ પાસેથી લાવ્યો હતા. જોકે આ બાદ પોલીસે કંપનીના માલિક નિરજસિંહને ઝડપી પાડ્યો હતો.   મહેફિલ માણતા ઝડપાયેલા હર્ષ ડેડકિયા એક વર્ના કાર લઇને આવ્યો હતો. જેની નંબર પ્લેટ ન હતી. તેમજ કાર પર પ્રેસ અને કારની અંદર ભાજપનો ખેસ જોવા મળ્યો હતો. જોકે પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, 2 ટુ વ્હીલર, 2 કાર વગેરે જેવુ મળી કુલ રૂ.10.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓના નામ
હર્ષ વિનેશભાઇ ડેડકિયા (રહે, સુરામી અલ્ટીસ, મનીષા ચોકડી, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા
હેનીલ વિનુભાઇ સાકરિયા (રહે, રાધે ગોવિંદ સોસાયટી, વ્રજધામ મંદિર નજીક, માંજલપુર, વડોદરા)
નિરજસિંહ કલ્યાણસિંહ યાદવ, કંપનીના માલિક (રહે, ગીરધરપાર્ક, મકરપુરા ડેપો પાછળ, વડોદરા)
મનોજ દારૂ આપનાર (રહે, મકરપુરા, વડોદરા)

Most Popular

To Top