સુરત: (Surat) સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી તૌકતે વાવાઝોડાનું (Cyclone) સંકટ લગભગ ટળી ગયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની અસર આગામી...
કર્ણાટક (Karnataka)માં ત્રીજી તરંગ (third wave) આવે તે પહેલાં જ બાળકોમાં કોરોનાના કિસ્સા (corona in child) ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) પછી,...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ભારે પવનો અને વરસાદ યથાવત રહ્યો હતો. જેમાં આજે જલાલપોર...
નવી દિલ્હી: કંગના રનૌત (KANGNA RANAUT)ની કોરોના રિપોર્ટ નેગેટિવ (CORONA REPORT NEGATIVE) આવ્યો છે. આ માહિતી તેણે ચાહકોને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (INSTA STORY) પર...
ભારત (India)માં કોરોના (corona)ના નવા કેસો (new case)માં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે રાહત આપવા જઈ રહ્યા છે, પરંતુ મોતની વધતી...
ગુજરાત અને સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ગઈકાલે ત્રાટકેલા વાવાઝોડાએ (Cyclone) ભારે વિનાશ (Destruction) સર્જ્યો છે. સંખ્યાબંધ વૃક્ષો તેમજ લાઈટના પોલ ધરાશાયી થઇ થઈ...
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કોરોના વાયરસના ચેપની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં રોગચાળાની પરિસ્થિતિ વિશે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS IN INDIA)ને હરાવવા રસીકરણ (VACCINATION)ની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, રસીની નીતિઓ સતત બદલાતી (CONSTANT CHANGE POLICY) રહે...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું (Cyclone) ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાની અસર જોવા...
સુરત: (Surat) સોમવાર સાંજથી સમગ્ર સુરત શહેર તૌકતે વાવાઝોડાની (Cyclone) ચપેટમાં છે. હજી પણ સાંજ સુધી તેની અસર રહેવાની શક્યતા છે. દરમ્યાન...
આણંદ : રાજ્યભરની સાથે આણંદ – ખેડા જિલ્લામાં પણ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચરોતરમાં રવિવાર સાંજથી જ...
સુરત: (Surat) સુરતમાં સમગ્ર રાત્રિ દરમ્યાન તૌકતે વાવાઝોડાએ (Cyclone) એ સુરતીઓની ઉંઘ હરામ કરી હતી. સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે સુસવાટા સાથે કલાકનાં...
એક યુવાન વૈદ ગુરુ ગોવિંદસિંહજીના દર્શન માટે ગયો.દર્શન માટે ગયો,, ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જા, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમ્ન્દની સેવા કરજે.’ બસ યુવાન...
કોરોના વાયરસના દરદીઓની સંખ્યા પ્રસિધ્ધ થાય છે તે ખરી દરદીઓની સંખ્યા બતાવતી નથી. ખરેખર શહેરમાં બધી હોસ્પટલોમાં દરદીઓની સંખ્યા (અ) બાદ સારા...
ઇતિ એટલે એ પ્રમાણે અને હાસ એટલે હતું. માર્ચ ૨૦૨૦ થી વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો. રોજનું લાવી રોજ ખાનારાની હાલાકી અસહ્ય બની....
સંબંધો હંમેશાં વિશ્વાસથી ટકતા હોય છે. શંકાશીલ સ્વભાવ રાખવાથી બહુ મોટી સમસ્યાઓ થાય છે. કેટલાક માનવી મર્યાદાઓ ઓળંગી બીજા ઉપર શંકા કરે...
ભારત દેશ જેટલો પ્રાચીન છે, એટલું એના સાંસ્કૃતિક કળા-વારસામાં પણ વૈવિધ્ય છે. આજે આપણો દેશ દરેક ક્ષેત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિએ રંગાઈ ગયો છે....
ગત 8 માર્ચના રોજ રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે માહિતી આપતા ઠંડે કલેજે કહયું હતું કે દેશની અનુસૂચિત...
બંદાએ રસોડાની છાબડીમાં લીંબુ-મરચાં કદાચ રાખ્યાં હશે, બાકી બારણાં ઉપર ફાંસીએ લટકાવ્યાં નથી. હા…દરવાજા ઉપર ચાર્લી ચેપ્લીનનો ફોટો ચણેલો છે, જેના વાઈબ્રેશનને...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે અંતે ધોરણ દસની બોર્ડ પરીક્ષા રદ કરી તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે.વર્તમાન કોરોના મહામારીમાં આ...
માણસજાતે તેના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો વડે વિકરાળ જંગલી જાનવરો પર પણ સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે પરંતુ અનેક વૈજ્ઞાનિક સિદ્ધિઓ છતાં...
તાજેતરમાં બહાર પડેલા ચીનના વસ્તીગણતરીના અહેવાલ પછી એ વાતની ચર્ચા શરૂ થઇ છે કે ભારત હવે થોડા વર્ષમાં વિશ્વનો સૌથી વસ્તી ધરાવતો...
વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ધંધો કરવા આવે તેમાં અનેક જોખમો હોય છે. પહેલું જોખમ એ હોય છે કે તેઓ ભારતનો નફો પોતાના...
તૌકતે વાવાઝોડા ( tauktea cyclone ) ને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ ( highelaert ) પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાંક...
દાહોદ: સારસી ગામ નજીક ટોઇંગ ક્રેનના ચાલકે બે મોટર સાયકલને અડફેટે લેતા એક બાળકનું ઘટનાસ્થળે મોત:અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દાહોદના અમદાવાદ...
કડાણા અને માછણ નાળા ડેમ નજીક હોવા છતાં ગામ પાણી માટે તરસી રહયું છે દાહોદ: ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની...
વડોદરા: સમગ્ર ગુજરાતમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને લઈ વહીવટી તંત્ર સજાગ થયું છે. બેઠકોના દોર શરૂ થવાની સાથે સાથે આગોતરા આયોજનના ભાગ...
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે શહેરમાં બાગ બગીચા બનાવેલા છે જ્યાં તેઓ હરિ ફરી શકે તેમજ સવાર સાંજ કસરત કરી...
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સોમવારે...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 908 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 59,976 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે...
વડોદરા : પાસામાંથી વ્યાજખોરોને ત્વરિત મુક્ત કરાતા વ્યાજખોરી ડામવાનો હેતુ જળવાતો નથી.
દાહોદ જિલ્લાનો બાળક સિટી ગળી ગયો, એસએસજીના તબીબોએ શ્વાસ નળીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો*
ભરતીમાં પૂરતી સંખ્યામાં ઉમેદવારો ન મળતા વડોદરા પાલિકા ટેકનિકલ સંવર્ગ-૩માં વય મર્યાદા ૩૦ના બદલે ૩૫ વર્ષ કરશે?
વડોદરા કોર્પોરેશન ત્રણ ઝોનમાં 10 વર્ષ માટે ડોર ટુ ડોર કલેક્શનના કામનો ઇજારો આપશે
વડોદરા : કાસમઆલા ગેંગના હુસેન સુન્ની સહિત 4 આરોપીઓને સાથે રાખી તેમના ઘરમાં સર્ચ
વડોદરા : અટલાદરામાં રહેતી મંદબુદ્ધિની યુવતીના સિક્યુરિટી ગાર્ડે શારીરિક અડપલા કર્યા
વડોદરા : ફતેપુરા-ઉંડેરામાંથી પ્રતિબંધિત 56 ચાઇનીઝ દોરીની રીલ સાથે બે ઝડપાયાં
રાજમહેલ રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ
વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં આવ્યા નવા મહેમાન
વડોદરા પાલિકા દ્વારા ગોરવા રોડ ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં
વૈષ્ણોદેવીથી શ્રીનગર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, માઈનસ ટેમ્પરેચરમાં પણ દોડશે
ઈવેન્ટ્સમાં અભિનેત્રીનો પીછો કરનાર બિઝનેસમેન વિરુદ્ધ મોટી કાર્યવાહી
ICC રેન્કિંગમાં મોટો ફેરફારઃ વિરાટ-રોહિત-રાહુલને નુકસાન, પંતનો મોટો જમ્પ, બાવુમાએ રચ્યો ઈતિહાસ
દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલનો ‘ભગવો’ દાવ, BJP મંદિર સેલના 100 સભ્યો AAPમાં જોડાયા
મહારાષ્ટ્રના અનેક ગામોમાં અચાનક લોકોની ‘ટાલ’ પડવા લાગી, આરોગ્યની ટીમમાં દોડધામ
ઓસ્કાર 2025ની દાવેદારી માટે 7 ભારતીય ફિલ્મોની યાદી તૈયાર, બોબીની ફ્લોપ ફિલ્મ ‘કંગુવા’ સામેલ
વડોદરા : વિવાદોના વંટોળમાં ઘેરાયેલા MSUના વી.સી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું
વડોદરા : કાસમઆલા ગેંગના આરોપીઓના રિમાન્ડને 6 દિવસ થયા છતાં ક્રાઈમ બ્રાન્ચ લાલ ડાયરીનો ભેદ ઉકેલી શકી નથી
વડોદરા : 40 નંગ પહાડી પોપટના બચ્ચાં સાથે દુમાડ ચોકડી પાસેથી બે ઈસમો ઝડપાયા
શેખ હસીના બાદ ખાલિદા જિયાએ બાંગ્લાદેશ છોડ્યું, જાણો કારણ…
શેરબજાર ફરી પછડાયું, HDFCથી SBI સુધી ગભરાટ
દિલ્હીમાં મુખ્યમંત્રીના બંગલા પર જોરદાર બબાલ, આપ નેતાઓ અંદર જવાની જીદ લઈ રસ્તા પર બેસી ગયા
શું ટ્રમ્પનો ઈરાદો કેનેડા પર કબ્જો કરવાનો છે?, આ મેપને લીધે છેડાયો વિવાદ
કેનેડા અમેરિકાનું ૫૧મું રાજ્ય બની જાય તેનાથી બંને દેશોને લાભ છે
હાઈ વે હોટલ માલિકો દ્વારા ગ્રાહકોની ઉઘાડી લૂંટ
સુરતનો ડ્રીમ પ્રોજેકટ દુ:ખી પ્રોજેકટ બની રહ્યો છે!
દીકરીનો હક બધો, ફરજ કોઇ નહીં?
શું છે મોક્ષ? કોને મળે?
હારમાંથી શીખવા જેવું
કર્મનો સિદ્ધાંત પુનઃમૂલ્યાંકન માગે છે
સુરત: (Surat) સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી તૌકતે વાવાઝોડાનું (Cyclone) સંકટ લગભગ ટળી ગયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની અસર આગામી 24 કલાક સુધી રહેશે. પરંતુ વાવાઝોડું સુરત પરથી હટી ગયા બાદ સુરતીઓએ હાશકારો અનુભવ્યો હતો. સાથેજ સુરતીઓએ (Surties) ઠંડા વાતાવરણની મજા પણ માણી હતી. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે વિનાશ (Destruction) સર્જ્યો છે પરંતુ તેની સામે જાનહાનિનો આંકડો ખૂબજ નીચો છે તે રાહતની વાત છે. જોકે સુરતમાં એક સમય એવો હતો જ્યારે સુરત પર ત્રાટકેલા વાવાઝોડાએ હજારો લોકોના જીવ (Death) લીધા હતા. એ વર્ષ હતો 1782નો જ્યારે વાવાઝોડાની અસરમાં આવીને 2000 લોકોના મોત થયા હતા. ત્યારબાદ સુરતમાં ઇશ્વર કૃપા રહી છે કે જ્યારે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે વાવાઝોડાને કારણે ખાનાખરાબી તો થઈ પરંતુ જાનહાનિ નહીંવત હતી.
વિતેલા 250 વર્ષની તવારીખમાં સને- ૧૭૮૨ના વર્ષમાં વાવાઝોડાંના કારણે સુરતમાં ૨૦૦૦ લોકોના કરૂણ મૃત્યું થયા હતાં. આ વાવાઝોડાની યાદ ભૂલાય તે પહેલાં ૧૮૦૦ અને ૧૮૭૨માં પણ સુરતમાં વાવાઝોડું ત્રાટકયુ પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. આ ઉપરાંત નજીકના સમયની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં (Year) ઓખી, મહા, અને વાયુ વાવાઝોડાનો પણ ભય સુરતના માથે મંડરાયો હતો પણ સદનસીબે આ વાવાઝોડું ફંટાઇ જવાના લીધે અગર તો નબળા પડવાને કારણે પણ સુરતમાં કોઇ મોટું નુકસાન કે જાનહાની થઇ ન હતી.
તૌકતે વાવાઝોડાના કારણે શહેર અને સુરત જિલ્લાનાં દરિયાકાંઠાનાં ગામોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આમ તો છેલ્લા પાંચ વર્ષમાં વર્ષ ૨૦૧૭માં ઓખી, ત્યારબાદ ૨૦૧૯માં મહા અને વાયુ નામના વાવાઝોડાની થોડી ઘણી અસર જોવા મળી હતી, પણ સદનસીબે આ ત્રણેય વાવાઝોડા સુરત પહોંચતા પહેલા જ શાંત પડી ગયા હતા. જો કે દુખદ બાબત જોવા જઇએ તો અઢી સૌ વર્ષના ઇતિહાસમાં વર્ષ ૧૭૮૨માં સુરતમાં વાવાઝોડાના કારણે ૨૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતાં, અને મોટી સંખ્યામાં લોકો ઘર વિહોણા થઇ ગયા હતા, રોજગારી ગુમાવી ચૂક્યા હતાં. એટલુ જ નહીં પણ કાંઠા વિસ્તારના લોકોની હાલત અંત્યત દયનીય બની ગઇ હતી. સુરત શહેરની ઇમારતોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જો કે ત્યારબાદ ૧૮૦૦ અને ૧૮૭૨માં પણ સુરતમાં વાવાઝોડુ ત્રાટકયું હતું, પણ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.